________________
પ૦
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૯ વિશેષાર્થ:
પુત્રને ખાડામાંથી ખેંચવાના દૃષ્ટાંતથી સમર્થિત એવા ભગવાનના રાજ્યાદિદાનનો નિર્દેશ પંચાશક૭/૩૫ માં જિનભવન કરાવવાના વિષયમાં કરેલ છે. જેમ ભગવાને રાજ્યાદિનું દાન આપ્યું, તેમ જિનભવન કરાવવું ઉચિત છે, એ જાતનો જે નિર્દેશ કરેલ છે, તે નિર્દેશ, જેઓ દ્રવ્યસ્તવને માનતા નથી, તે દુર્મતરૂપ માન્યતાના વૃક્ષના સમૂહ માટે દાવાગ્નિ જેવો છે=જેઓ તટસ્થ બુદ્ધિથી વિચારક હોય, આમ છતાં પોતાના મતનું મમત્વ હોવાને કારણે દ્રવ્યસ્તવ અનુપાદેય લાગતો હોય, તે જીવોને, આ નિર્દેશ ઉપસ્થિત થવાથી ત્વરિત જ દ્રવ્યસ્તવનો અનભુપગમ ભસ્મીભાવ થઈ જાય છે, કેમ કે તેઓ તટસ્થ હોય તો વિચારી શકે છે કે, રાજ્યાદિપ્રદાનમાં હિંસા હોવા છતાં અધિકારી એવા ભગવાન વડે અધિક લાભ હોવાથી રાજ્યાદિનું પ્રદાન કરવું ઉચિત છે, તે જ રીતે અધિકારી એવા ગૃહસ્થ વડે દ્રવ્યસ્તવ કરવો ઉચિત છે, એમ સ્વીકારવું જોઈએ.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે ભગવાને જે રાજ્યાદિનું પ્રદાન કર્યું ત્યાં અન્યાયની પ્રવૃત્તિનું વારણ ઈષ્ટ હતું, તેથી આનુષંગિક હિંસાની ઉપેક્ષા કરી, પરંતુ દ્રવ્યસ્તવમાં એવો કયો અંશ છે કે, જે અધિક દોષનું વારણ કરે છે? તેથી કહે છે – ટીકાર્ય :
વ્યસ્તવેગપિ ... ભાવ: I દ્રવ્યસ્તવમાં પણ અધિકારી એવા ગૃહસ્થને ભક્તિના ઉકથી બોધિલાભના હેતુપણારૂપ જ અંશનું ઈષ્ટપણું છે અને ઈતર અંશનું ઉપેક્ષણીયપણું છે, એ પ્રકારનો ભાવ છે= તાત્પર્ય છે. વિશેષાર્થ:
અધિકારી એવા ગૃહસ્થને દ્રવ્યસ્તવમાં ભક્તિનો ઉદ્રક થાય છે અર્થાત્ તેના હૈયામાં ભગવાન પ્રત્યે જે ભક્તિ છે, તે દ્રવ્યસ્તવકાળમાં અતિશયવાળી થાય છે. તેથી જન્માંતરમાં જિનધર્મની પ્રાપ્તિરૂપ બોધિલાભનો હેતુ દ્રવ્યસ્તવ બને છે, અને આ જ અંશ ઈષ્ટ છે. અન્ય અંશ ભક્તિકાળમાં જે પુષ્પાદિની હિંસા થાય છે, તે આનુષંગિક હોવાથી ઉપેક્ષણીય છે.
અહીં વિશેષ એ છે કે, દ્રવ્યસ્તવ કરવાથી જીવને જન્માંતરમાં બોધિલાભ થાય છે અને આ જન્મમાં બોધિલાભ થયેલો હોય તો તે સ્થિર થાય છે, તેથી તે જીવ ષકાયના પાલનના અભિમુખ પરિણામવાળો બને છે. માટે પૂજાકાળમાં જે જીવોની હિંસા થાય છે, તેના કરતાં ઘણા જીવોની અહિંસાનું કારણ તે બોધિલાભ થવાનો છે; અને તે બોધિલાભ જ્યારે સાધના દ્વારા જીવને મોક્ષમાં પહોંચાડે છે, ત્યારે ચૌદ રાજલોકમાં તેના તરફથી કોઈ જીવની હિંસા થવાની નથી, તેથી અમારિપટઠ વાગે છે. તે સર્વ લાભનું