________________
પ૨૮
પ્રતિમાશતક શ્લોક : ૩૯ તેથી વિશેષણના અવિમર્શ દોષતા ઉદ્ધાર માટે સુનીવૃત્તાં શબ્દનો બીજી રીતે સમાસ ખોલતાં બતાવે છે - સુઝુશોભન, તા=લક્ષ્મી જેમાં છે તે સુતા, અને નીવૃત્ એ પ્રમાણે બે શબ્દો ગ્રહણ કરીને સમાનાધિકરણ વિશેષણ જ વ્યાખ્યય વ્યાખ્યાન કરવા યોગ્ય છે. વિશેષાર્થ:
મૂળ શ્લોકમાં ‘સુનીવૃત્ત' પદ છે. તેથી પુત્રને દેશોની વિભાજના એ પ્રમાણે અન્વય કરવામાં આવ્યો, અને શિલ્પાદિની શિક્ષા પણ આપી, એ પ્રમાણેના કથનમાં તે શિક્ષા કોને આપી ? એ પ્રકારના પ્રશ્નમાં પ્રગાનામ્ એ પદ અધ્યાહાર બતાવ્યું. પરંતુ સુનીવૃત્તાં' માં સમાસરૂપે રહેલ ‘સુર’ શબ્દનો દેશની વિભજનામાં અને શિલ્પાદિની શિક્ષામાં અન્વય થઈ શકે નહિ. તેથી શિલ્પાદિ અને સુતનો અન્વય કરવો હોય તો એ પદ અધ્યાહાર માનવું આવશ્યક રહે છે. અને તેમ ન માનો તો શિલ્પાદિમાં વિધેય એવા “સુતપદનો અવિમર્શ થયો, તે દોષનો ઉદ્ધાર થાય નહિ. અને ‘કુમ્યા જ્યારે અધ્યાહાર રાખવામાં આવે ત્યારે, દેશોની વિભરના અને શિલ્પાદિની શિક્ષા બંને પુત્રોને જ અપાઈ, એવો અર્થ અધ્યાહાર એવા “સુતેશ્ય:' પદથી જ ગ્રહણ થઈ જાય છે.
તેથી “સુતનીવૃત્તાં' નો અર્થ બીજી રીતે કરવો આવશ્યક રહે છે. કેમ કે અધ્યાહાર એવા “સુતે' પદથી બંનેમાં અન્વયે પ્રાપ્ત થતો હોય ત્યારે, દેશની સાથે સંબંધવાળા સુતપદનો અર્થ પુત્ર કરવો ઉચિત ના ગણાય. તેથી વિશેષણના અવિમર્શ દોષના ઉદ્ધાર માટે બીજી રીતે સમાસ ખોલતાં બતાવે છે –
ગુજ્જુ શોભન, તા=લક્ષ્મી, એટલે શોભન લક્ષ્મી જેમાં છે તે કુતા, અને નીવૃત એ પ્રમાણે બે શબ્દો ગ્રહણ કરીને સમાનાધિકરણ વિશેષણ જ વ્યાખ્યાન કરવા યોગ્ય છે. અર્થાત્ સુતા વાલી નીવૃત ર રૂતિ સુતનીવૃત એ પ્રમાણે સમાસ કરવો. તેનાથી એ અર્થ પ્રાપ્ત થાય કે ભગવાને સુંદર લક્ષ્મીવાળા એવા દેશોનું અને શિલ્પાદિ શિક્ષાનું પુત્રોને પ્રદાન કર્યું. ..
અન્યથા=નિવૃત્ અન્વિત એવા “સુત' પદનો પૃથગુ અન્વય કરવામાં ન આવે તો, વિધેયના અવિમર્શ દોષનો અનુદ્ધાર થાય.
કહેવાનો ભાવ એ છે કે શિક્ષા કોને આપવી છે ? એ જાતની આકાંક્ષામાં જેને શિક્ષા આપવાની છે, તે વિધેય બને છે. અને વિધેયનો અધ્યાહારથી પરામર્શ ન કરવામાં આવે તો, કાવ્યનો અર્થ કરનારને સુતે જે અધ્યાહાર છે, તેનો અવિમર્શ કર્યો એ દોષ પ્રાપ્ત થાય. અને તે દોષનો ઉદ્ધાર ‘સુતે' અધ્યાહાર તરીકે સ્વીકારવામાં આવે તો જ થાય. તેથી ‘સુલેમ્સ’ એ પદ અધ્યાહાર તરીકે આવશ્યક છે.
અહીં વિશેષ એ છે કે, “અન્યથા વિધેયના અવિમર્શ દોષનો અનુદ્ધાર થાય” એ પ્રમાણેના કથનમાં સતિ સપ્તમીનો પ્રયોગ છે, તે હેતુ અર્થક છે. તેથી આ પ્રમાણે અર્થ થાય છે - અન્યથા વિધેયના અવિમર્શ દોષનો અનુદ્ધાર હોવાને કારણે “સુતેશ્ય એ અધ્યાહાર આવશ્યક છે, અને તે આવશ્યક હોતે છતે નિવથી અન્વિત એવા સુતપદનો સમાસ બીજી રીતે કરવો ઉચિત છે. (જે ઉપર બતાવેલ છે) એમ વ્યાખ્યાન કરવું જોઈએ.