________________
પ૨૭
પ્રતિમાશતક / શ્લોકઃ ૩૯ આહલાદ આપનારા છે. જેમ ચંદ્ર શીતળ અને જગતનાં નેત્રોને આનંદ આપનાર છે, તેમ ભગવાન ઋષભદેવ પણ તેવા છે. ઉત્થાન :
અહીં નાભિકુલવંશરૂપ આકાશમાં ચંદ્ર સમાન ભગવાન ઋષભદેવ એવા જિનપતિ એમ ન કહેતાં નાભિકુલવંશરૂપ આકાશમાં ચંદ્ર જેવા જિનપતિ છે એમ કહ્યું, તેથી વિશેષ્ય એવા ઋષભદેવ ભગવાનનું અનુપાદાન છે અર્થાત્ વિશેષ્ય ગ્રહણ કરેલ નથી. તેથી કાવ્યમાં કેવલ વિશેષણનું ગ્રહણ કરેલ હોય અને વિશેષ્યનું અનુપાદાન હોય=ગ્રહણ કરેલ ન હોય, તો જિનપતિ કોણ? એમ આકાંક્ષા રહે છે. એથી ન્યૂનત્વ નામનો દોષ આવે છે. તેથી કહે છે - ટીકાર્ય :
તસ્ય ચૂનમ, તેની=વિશેષતી, વિશેષણ વડે જશીધ્ર ઉપસ્થિતિ થતી હોય તો વિશેષતા અનુપાદાનથી ચૂતપણાનો દોષ નથી.
વિશેષાર્થ :
નાભિરાજાના વંશરૂપી આકાશમાં ચંદ્ર જેવા જિનપતિ કહેવાથી ઋષભદેવ ભગવાનની ઉપસ્થિતિ શીધ્ર થાય છે, તેથી મૂળ શ્લોકમાં “ઋષભદેવ” શબ્દ મૂકેલ નથી. પરંતુ તેના સ્થાને કોઈ અન્ય વિશેષણ હોય તો વિશેષ્ય એવા ઋષભદેવનું ઉપાદાન આવશ્યક બને. જેમ ઋષભદેવ ભગવાનનો સંયમનો છઘકાળ ૧ હજાર વર્ષનો છે, તેને સામે રાખીને કહેવામાં આવે કે ૧ હજાર વર્ષના સંયમપર્યાયવાળા જિનપતિ, તો ત્યાં ૧ હજાર વર્ષના સંયમપર્યાયથી ઋષભદેવની ઉપસ્થિતિ હોવા છતાં સામાન્ય રીતે બધાને કયા જિનપતિએ ૧ હજાર વર્ષ સુધી છદ્મસ્થ સંયમપર્યાય પસાર કર્યો છે, તેનું જ્ઞાન ન હોવાને કારણે વિશેષ્ય એવા ઋષભદેવની શીઘ્ર ઉપસ્થિતિ થાય નહિ. તેથી તેના સ્થાનમાં ઋષભદેવરૂપ વિશેષ્યનું ગ્રહણ કરવામાં ન આવે તો ન્યૂનત્વ દોષની પ્રાપ્તિ થાય. પરંતુ નાભિરાજાના પુત્રરૂપે ઋષભદેવ અતિ પ્રસિદ્ધ છે, તેથી વિશેષ્યના અનુપાદાનમાં ન્યૂનત્વ દોષ નથી. ટીકાર્ય :
સુતનીવૃત્તi ... શેષ: પુત્રોને દેશોની વિભજના=વિભયદાન અને પ્રજાને શિલ્પાદિની શિક્ષા પણ આપી. “ નાનાં’ એ પદ શ્લોકમાં અધ્યાહાર છે.
નીવૃન્વિતી ..... સાથેયમ્ ! નીવૃત અવિત=દેશ સહિત, એવા સુતપદનો શિક્ષામાં પૃથ> અત્યય કરવામાં ‘કુમ્યા' એ પ્રમાણે અધ્યાહારનું આવશ્યકપણું હોતે છતે, સમાનાધિકરણ વિશેષણ જ વ્યાખ્યું છે એમ અવય છે. અન્યથા–નીવૃત્ત અન્વિત એવા સુતનો પૃથ અવય કરવામાં “સુરેમ્ય'ને આવશ્યક ન માનવામાં આવે તો, વિધેયના અવિમર્શ દોષનો અનુદ્ધાર થાય.