________________
પર3
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૭–૩૮ યતનાપૂર્વક ઊતરે તો પણ આજ્ઞાભંગનો દોષ લાગે છે. અને તે નદી ઊતરનાર સાધુનું અવલંબન લઈને અન્ય પણ સાધુઓ એક મહિનામાં એકથી અધિક વખત અકારણે નદી ઊતરે તેવી સંભાવના રહે છે. તેથી તે પાપની અનવસ્થા પણ પ્રાપ્ત થાય. તેથી ત્યાં કય્યતા નથી, એ પ્રમાણે જાણવું.
અહીં વિશેષ એ છે કે રાગાદિના કારણે ભગવાનની આજ્ઞા ઘણા જલવાળી મોટી નદી એક મહિનામાં બે કે ત્રણ વાર ઊતરવાનો નિષેધ છે. એટલે એક મહિનામાં મોટી નદી ઊતરવી પડે તો એક વાર ઊતરવાની છૂટ છે, અને અકારણમાં પણ જ્યાં કુણાલનગરીમાં એરવતી નદી કે જેમાં એક પગ પાણીમાં અને બીજો પગ અદ્ધર કરી શકાય એવા સ્થાને, એક મહિનામાં બે કે ત્રણ વાર નદી ઊતરવી કહ્યું, અને પુષ્ટાલંબને તો જ્ઞાનાદ્ધિની વૃદ્ધિ અર્થે મોટી અથવા નાની નદી ગમે તેટલી વાર ઊતરવી કલ્પ.
પ્રસ્તુત કથનના નિગમનને બતાવતાં કહે છે - ટીકાર્ય :
તહેવું.... સ્થિતમ્ II તે કારણથી પૂર્વમાં કહ્યું કે, પાંચ કારણોથી સાધુને નદી ઊતરવી કહ્યું તે કારણથી, પુણાલંબન વડે અપવાદપદમાં પણ ત્રાસ ઉચિત નથી=નદી તો સાધુને અપવાદથી ઊતરવાની છે. માટે નદીના દષ્ટાંતથી પૂજા કર્તવ્યપણારૂપે સિદ્ધ નથી એ પ્રકારે માનવું ઉચિત નથી, એ પ્રમાણે સ્થિત છે. li૩૭ના વિશેષાર્થ :
નદી ઊતરવાનાં પાંચ કારણો પુષ્ટાલંબનરૂપ છે, તેથી સાધુ પુષ્ટાલંબનથી નદી ઊતરે છે, તે અપવાદરૂપ છે. આમ છતાં, અપવાદપદમાં નદી ઊતરવામાં સંયમની વૃદ્ધિ જ થાય છે, પરંતુ હિંસાદિનું પાપ લાગતું નથી. તેથી અપવાદપદમાં પણ ત્રાસ ઉચિત નથી; અર્થાત્ ઉત્સર્ગપદમાં તો ત્રાસ ઉચિત નથી, પરંતુ અપવાદપદમાં પણ નદીઉત્તરણથી હિંસા થાય છે એમ માનીને ત્રાસ ઉચિત નથી; કેમ કે અપવાદથી પણ નદી ઊતરવામાં હિંસાકૃત પાપ નથી, પરંતુ સંયમની વૃદ્ધિ જ છે. અને એ જ રીતે જિનપૂજામાં જે હિંસા થાય છે, ત્યાં પણ હિંસાકૃત પાપ નથી, પરંતુ અરિહંતના વિનયકૃત શુભભાવ ઉસ્થિત થાય છે. માટે નદીનું દૃષ્ટાંત પૂજામાં સંગત જ છે. ll૩ના અવતરણિકા:
दृष्टान्तान्तरेण समर्थनमाह - અવતરણિતાર્થ -
દ્રવ્યસ્તવની અદુષ્ટતાનું બીજા દાંતથી સમર્થન કરે છે -