________________
૫૦૮
પ્રતિમાશતક/ શ્લોકઃ ૩૬ પ્રમાણે જ તે નદી ઊતરે તો પણ તે પકાયનો વિરાધક સિદ્ધ થાય. અને શાસ્ત્રવચન વિરાધનાની અનુજ્ઞા આપે નહિ, તેથી શાસ્ત્રવચનની સંગતિ થઈ શકે નહિ. અને તે સંગતિ માટે તેમ જ સ્વીકારવું પડે કે ચારિત્રના શબલત્વના નિષેધ માટે જ એક વખત નદી ઊતરવાની ભગવાનની આજ્ઞા છે. અને તેનાથી એ પ્રાપ્ત થાય કે જ્ઞાનાદિ અર્થે તો અનેકવાર નદી ઊતરવાની છૂટ છે; પરંતુ રાગાદિને કારણે પણ જ્યારે નદી ઊતરે છે ત્યારે, ભગવાનનું વચન તેનો સર્વથા નિષેધ કરે તો, તે નદી ઊતરીને સ્થાનાંતર જવાને બદલે એક સ્થાને માસકલ્પાદિથી અધિક રહીને ચારિત્રને શબલ કરે તેમ છે. તેથી તે શબલત્વના નિષેધ માટે અકારણે પણ એક વખત નદી ઊતરવાની ભગવાનની આજ્ઞા છે, અને તેથી જ સંખ્યાનિયમ પણ કલ્પ છે, એ સિદ્ધ થાય છે. ઉત્થાન :
નદી ઊતરવામાં સંખ્યાનિયમ કલ્પ છે, તેને જ પુષ્ટ કરવા બીજો હેતુ કહે છે - ટીકાર્ય :
સંધ્યાનિયન ... સતિપ્રસ સંખ્યાનિયમ વડે નદીઉત્તરણને પાતિકરૂપે સ્વીકારવામાં આવે તો સંવત્સરી પ્રતિક્રમણને પણ પાતકરૂપે સ્વીકારવાનો અતિપ્રસંગ આવે. (માટે સંવત્સરી પ્રતિક્રમણમાં જે સંખ્યાનિયમ છે કે જેમ કલ્પ છે, તેમ નદીઉત્તરણમાં સંખ્યાનિયમને પણ કલ્પ સ્વીકારવો જ ઉચિત છે.) ઉત્થાન :
પૂર્વમાં પૂર્વપક્ષીએ કહેલ કે, નદી ઊતરવામાં ઈર્યાપ્રતિક્રમણ છે, અને દ્રવ્યસ્તવમાં ઈર્યાપ્રતિક્રમણ નથી, એ જ બતાવે છે કે, નદી ઊતરવામાં પાપ છે; કેમ કે જો પાપ ન હોય તો નદી ઊતરવામાં ઈર્યાપ્રતિક્રમણ ન હોય. તેનું સમાધાન ગ્રંથકારે નદી ઊતરવામાં ઈર્યાપ્રતિક્રમણ છે, તે સાધુનો કલ્પ છે એમ કહીને કર્યું. ત્યાર પછી તેની જ પુષ્ટિ તર્ક દ્વારા કરી, હવે તેનું સમાધાન અન્ય રીતે બતાવવા અર્થે “
વિશ્વ” થી કહે છે - ટીકા -
किञ्च लुम्पकाभिमते शास्त्रे क्वापि ईर्यापथिका नद्युत्तारे नोक्ता, किन्तु 'हत्थसयादागंतुम्' इत्यादि नियुक्तिगाथायामिति किमनेनाभिधानेनालजालकल्पेन । ટીકાર્થ:
વિશ્વ ..... માત્વનાત્તજેના વળી લુંપાકના અભિમત શાસ્ત્રમાં ક્યાંય પણ નદી ઊતરવામાં ઈર્યાપથિકી કહેવાઈ નથી, પરંતુ “દત્યયાવાdirઈત્યાદિ નિર્યુક્તિની ગાથામાં કહેવાયેલું છે, એથી કરીને આલજાલ સમાન આ કથન વડે શું? વિશેષાર્થ :
લંપાક જો પોતાના શાસ્ત્રને પ્રામાણિક માનીને કહેતો હોય તો તેના શાસ્ત્રમાં નદી ઊતર્યા પછી