________________
૫૧૫
પ્રતિમાશતક | શ્લોક : ૩૭
હોય તો ત્યાં=નદીઉત્તરણમાં, નિશ્ચે નક્કી, વિધિવ્યાપારનું=વિધિઅર્થનું, શું તાત્પર્ય છે ? અર્થાત્ કોઈ તાત્પર્ય નથી. તે કારણથી આવા પ્રકારના કર્મમાં ઈહિત=ઈષ્ટ, ગુણનું અધિકપણું હોવાને કારણે નિર્દોષતાને જાણીને પણ હે દુર્મતિ ! પ્રતિમાઅર્ચનથી પશુની જેમ ત્રાસ પામેલો તું કેમ છો ? Il૩૭]]
ટીકાઃ–
'यन्नद्युत्तरणम्' इति : - यद् ज्ञानादिलाभार्थिनां प्रवृत्तिविषयो नद्युत्तरणम्, तद् यदि दुष्टं स्यात्, तदा तत्र 'खलु' इति निश्चये विधिव्यापारस्य - विध्यर्थस्य, सारः कः = तात्पर्यं किम् ? विध्यर्थी हि 'बलवदनिष्टाननुबन्धीष्टसाधनत्वे सति स्वकृतिसाध्यत्वम्' पापे च बलवति अनिष्टे जायमाने त विध्यर्थबाध एव स्यादित्यर्थः । तस्मादीदृशेऽधिकार्युचिते नद्युत्तारादिकर्मणि ईहितस्य = इष्टस्य, गुणस्याधिक्येन निर्दोषतां स्वरूपतः सावद्यत्वेऽपि बलवदनिष्टाननुबन्धितां विहितत्वेनैव ज्ञात्वा पि तद्दृष्टान्तेनैव चेतःशुद्धिसंभवात्, हे दुर्मते दुष्टबुद्धे !, प्रतिमार्चनात् पशुरिव किमिति त्रस्तोऽसि ? = भयं प्राप्तोऽसि ?, विशेषदर्शिनः त्रासप्रयोजककुमतिनिरासान्न स्यादयं त्रास इति भावः ।
ટીકાર્યઃ
यद् ..... ચર્થ:। જ્ઞાનાદિલાભના અર્થીઓની પ્રવૃત્તિના વિષયભૂત એવું જે નદીઉત્તરણ તે જો દુષ્ટ હોય તો વિધિ અર્થનું=વિધિની પ્રવૃત્તિનું, શું તાત્પર્ય છે ? અર્થાત્ ત્યાં વિધિ અર્થ=વિધિની પ્રવૃત્તિ, ન હોવી જોઈએ. તે જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે
બલવાન અનિષ્ટના અનનુબંધી એવા ઈષ્ટનું સાધનપણું હોતે છતે સ્વકૃતિસાધ્યપણું તે વિધિ અર્થ છે, અને પાપરૂપ બલવાન અનિષ્ટ હોતે છતે ત્યાં વિધિ અર્થનો બાધ જ થાય, એ પ્રમાણે અર્થ જાણવો.
.....
તસ્માત્ . • ભાવઃ । તે કારણથી=જો નદીઉત્તરણ દુષ્ટ હોય તો ત્યાં વિધિ અર્થ હોય નહિ, પરંતુ જ્ઞાનાદિલાભઅર્થે ત્યાં વિધિ અર્થ છે તે કારણથી, આવા પ્રકારના અધિકારીને ઉચિત એવા નદીઉત્તરણાદિ કાર્યમાં ઈષ્ટ એવા ગુણનું આધિક્ય છે તેના કારણે, શાસ્ત્રમાં નદીઉત્તરણ વિહિત છે; અને નદીઉત્તરણ વિહિત હોવાને કારણે જ સ્વરૂપથી સાવધ હોવા છતાં પણ બલવાન અનિષ્ટની અતનુબંધિતારૂપ નિર્દોષતાને જાણીને પણ, તેના દૃષ્ટાંતથી=નદીઉત્તરણના દૃષ્ટાંતથી, ચિત્તની શુદ્ધિનો સંભવ હોવાથી, હે દુર્મતિ ! પ્રતિમાઅર્ચનથી પશુની જેમ તું કેમ ત્રાસ પામેલો છે ?=ભય પામેલો છે ?, વિશેષદર્શીને ત્રાસમાં પ્રયોજક એવી કુમતિનો નિરાસ થવાથી આ ત્રાસ ન થાય, એ પ્રમાણે ભાવ છે.
૦ નિર્દોષતાનું સ્વરૂપ ટીકામાં બતાવ્યું કે સ્વરૂપથી સાવઘ હોવા છતાં પણ બલવાન અનિષ્ટની અનનુબંધિતારૂપ નિર્દોષતા છે, અને તેનો અન્વય ‘જ્ઞાત્વા’ ની સાથે છે.