________________
પ૧૪
પ્રતિમાશતક | શ્લોક ૩૬-૩૭ ટીકાર્ય :
કિવતા..... વોટ્યમ્ II એ પ્રકારે મહાનિશીથસૂત્રમાં “ર વિશ્વિ' એ શબ્દ વિશેષપર જ છે, કેમ કે “વિક્વંસાઈ’ એ પ્રકારના અગ્રિમ પદ વડે કરીને જ તેની=ન વિષ્યિ પદ વિશેષપર જ છે તેની, અભિવ્યક્તિ છે, એ પ્રમાણે જાણવું. ૩૬ાા વિશેષાર્થ:
મહાનિશીથસૂત્રમાં ઈર્યાપ્રતિક્રમણ કર્યા વગર કાંઈ કરવું કલ્પતું નથી એમ કહ્યું, ત્યાં સર્વ અનુષ્ઠાનો કલ્પતાં નથી એવો ભાવ નથી, પરંતુ ચૈત્યવંદન, સ્વાધ્યાય આદિ વિશેષ કાંઈ કરવું કલ્પતું નથી, એ અર્થ મહાનિશીથના દિવંગતન્નાઈ એ આગળના પદ વડે જ અભિવ્યક્ત થાય છે.
આ કથનથી એ ફલિત થાય છે કે, જિનપૂજામાં ઈર્યાપ્રતિક્રમણ નથી, અને નદી ઊતરવામાં ઈર્યાપ્રતિક્રમણ છે. આમ છતાં, નદી ઊતરવામાં ઈર્યાપ્રતિક્રમણ છે તે સાધુના આચારરૂપે જ છે, પરંતુ નદીઉત્તરક્રિયા એ પાપરૂપ છે, તેથી ઈર્યાપ્રતિક્રમણ છે, એમ જે પૂર્વપક્ષી કહે છે, તેવું નથી. માટે નદીઉત્તરણના દષ્ટાંતથી જિનપૂજા કર્તવ્યરૂપ સિદ્ધ થાય છે, એમ તાત્પર્ય છે.l૩છા અવતરણિકા -
दृष्टान्तीकृते नद्युत्तरणेऽदुष्टत्वं न्यायेन साधयति - અવતરણિયાર્થ:
દણંત તરીકે કહેવાયેલી નદીઉત્તરણક્રિયામાં ન્યાયથી=મુક્તિથી, અદુષ્ટપણું સિદ્ધ કરે છે - વિશેષાર્થ :
દ્રવ્યસ્તવને કર્તવ્યરૂપે સ્થાપન કરવા અર્થે દૃષ્ટાંતરૂપે કહેવાયેલ સાધુની નદીઉત્તરક્રિયામાં અષ્ટપણે છે, એમ યુક્તિથી સાધે છે –
શ્લોક :
यन्नद्युत्तरणं प्रवृत्तिविषयो ज्ञानादिलाभार्थिनाम्, दुष्टं तद् यदि तत्र कः खलु विधिव्यापारसारस्तदा ? तस्मादीदृशकर्मणीहितगुणाधिक्येन निर्दोषताम्,
ज्ञात्वापि प्रतिमार्चनात्पशुरिव त्रस्तोऽसि किं दुर्मते ? ।।३७।। શ્લોકાર્ચ -
જ્ઞાનાદિલાભના અર્થીઓની પ્રવૃત્તિના વિષયભૂત એવું જે નદીઉત્તરણ, તે જો દુષ્ટ