________________
પhe
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૬ અહીં વિશેષ એ છે કે, સામાયિક, પૌષધાદિ અનુષ્ઠાનો નિરવભાવના ફુરણરૂપ છે, અને નિરવદ્યભાવ ફુરણ કરવા માટે તેને અનુરૂપ ચિત્તની શુદ્ધિ આવશ્યક છે, તેથી ઈર્યાપ્રતિક્રમણ દ્વારા સર્વ સાવદ્ય વ્યાપારની નિંદા-ગોંપૂર્વક ચિત્તની શુદ્ધિ કરવામાં આવે છે, તેથી સાવદ્ય પ્રવૃત્તિ પ્રત્યે અત્યંત જુગુપ્સાવાળું થયેલું ચિત્ત નિરવભાવને અભિમુખ બને છે. ત્યાર પછી સામાયિક આદિના ઉચ્ચરણકાળમાં શુદ્ધ થયેલા ચિત્તમાં સમ્યગુ યતમાન એવા જીવને નિરવભાવ ઉસ્થિત થાય છે, તેથી તે અનુષ્ઠાન ઈર્યાથી નિયત છે. જ્યારે દ્રવ્યસ્તવ એ ભગવાન પ્રત્યેના બહુમાનના કારણે ભગવાનની ઉત્તમ દ્રવ્યથી પૂજા કરીને હું મારા આત્માને કૃતાર્થ કરું,' એવા સંકલ્પથી ભગવદ્ભાવના બહુમાનને અતિશય કરવા અર્થે કરાતી પૂજારૂપ છે. યદ્યપિ તે ભાવ ઉત્તરોત્તર વૃદ્ધિમતું થઈને નિરવદ્ય એવા ચારિત્રભાવમાં વિશ્રાંત પામે છે, તો પણ પૂજાકાળમાં સાક્ષાત્ નિરવદ્યભાવોને ઉસ્થિત કરવાના યત્નરૂપે તે નથી; પરંતુ લોકોત્તમ એવા ભગવાન પ્રત્યે પોતાને જે બહુમાનભાવ છે, તેને ઉચિત ક્રિયા દ્વારા વૃદ્ધિ કરવા અર્થે તે યત્ન છે, તેથી દ્રવ્યસ્તવમાં ઈર્યાપ્રતિક્રમણ નથી. જ્યારે સામાયિકમાં તત્પર શ્રાવક પોતાના નિરવઘચિત્તને ઉસ્થિત કરવા અર્થે અભિમુખ થઈને યત્નવાળો બને છે, તેથી ત્યાં ઈર્યાપ્રતિક્રમણ છે. ટીકાર્ચ -
તથા ૨ .......... પ્રસાત્િ ! અને તે રીતે=પૂર્વમાં “વસ્તુત:' થી કહ્યું કે, ઈર્યાપ્રતિક્રમણ કરીને જે અનુષ્ઠાન કરાય છે તે ઈથનિયત છે, તે રીતે, ઈર્યાપથિકની ક્રિયાના સ્થાનરૂપ સામાયિકાદિ વ્રતો જ છે, પરંતુ આનુષંગિક પૃથ્વી આદિ આરંભવાળાં ધર્માનુષ્ઠાનમાત્ર નહિ, અન્યથા અભિગમનાદિમાં પણ તેના અભિધાનનો પ્રસંગ આવશે. વિશેષાર્થ :
સામાયિકાદિ વ્રતોનું ગ્રહણ ઈરિયાવહિયાપૂર્વક કરવાનું છે, અને ભગવાનની ભક્તિ કરતાં દ્રવ્યસ્તવમાં થતી આનુષંગિક હિંસા છે, તેવા પણ ધર્માનુષ્ઠાનોમાં ઈરિયાવહિયા કરવાની નથી. અને એવું ન માનો તો, કોઈ શ્રાવક સાધુની ભક્તિ અર્થે સન્મુખ જાય ત્યારે પણ વાઉકાયાદિ જીવોની વિરાધના થતી હોવાના કારણે તેવાં ધર્માનુષ્ઠાનોમાં પણ ઈરિયાવહિયા માનવાનો પ્રસંગ આવશે. અને તેવાં સ્થાનોમાં ઈરિયાવહિયાની વિધિ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ નથી, તેમ જ લંપાકના મતમાં પણ પ્રસિદ્ધ નથી; માટે દ્રવ્યસ્તવમાં ઈર્યાપ્રતિક્રમણ ની, અને સામાયિકાદિ વ્રતો ગ્રહણ કરતી વખતે ઈર્યાપ્રતિક્રમણ છે, અને તે જ રીતે નદી ઊતર્યા પછી સાધુના આચારરૂપે ઈર્યાપ્રતિક્રમણ છે. તેથી લુપાક આપણને જે પૂછે છે કે, નદી ઊતર્યા પછી ઈર્યાપ્રતિક્રમણ છે અને દ્રવ્યસ્તવમાં ઈર્યાપ્રતિક્રમણ કેમ નથી ? એ પ્રશ્ન જ અસ્થાને છે. ટીકાર્ચ -
ગત વ .... કામવાનું, આ જ કારણથી તથા ઘ' થી જે સ્થાપન કર્યું કે ઈથપથિકાદિનું સ્થાન સામાયિક-પૌષધાદિ જ છે, પરંતુ આનુષંગિક પૃથિવ્યાદિના આરંભવાળા એવા દ્રવ્યસ્તવ આદિ