________________
૫૧૦
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૬ ટીકાર્ય :
મથ ... દુત્વ તમને કહેતાંબરોને, નદીઉત્તરણમાં ઈર્યાપ્રતિક્રાંતિ છે અને દ્રવ્યસ્તવમાં ઈર્યાપ્રતિક્રાંતિ નથી, તેમાં શું હેતુ છે ? એ પ્રમાણે હું પૂછું છું. તો તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, જો તું વક્ર છે તો તેનો ઉત્તર તું આ પ્રમાણે જાણ - જેમ મહાવૃક્ષને ઉખેડનાર મોટા વાવાઝોડાનું તૃણના અગ્રને ઉખેડવામાં અસમર્થપણું છે, તેમ વ્રતભંગના મહાપાપના શોધકનું અપ્રતિપઘવ્રતના શોધનમાં=વ્રત નહિ ગ્રહણ કરેલાની વ્રતની વિપરીત આચરણાના શોધનમાં, અસમર્થપણું હોવાથી નદીઉત્તરણમાં ઈર્યાપ્રતિક્રાંતિ =ઈરિયાપ્રતિક્રમણની ક્રિયા, છે અને દ્રવ્યસ્તવમાં ઈથપ્રતિક્રાંતિ નથી. અને સરળતાથી પૂછતો હોય તો -
વાસ્તવિક રીતે ઈવહિવું પ્રતિક્રમણ કરીને જે ધર્માનુષ્ઠાન કરાય છે તે ઈલિયત છે, અને તે=ઈયનિયત અનુષ્ઠાન, સામાયિક, પૌષધ, ચારિત્રાદિ અનુષ્ઠાન જ છે; કેમ કે ઈર્યાપ્રતિક્રમણ કરીને જ તેનું વિધાન છે. ત્યાં=જે ધમનુષ્ઠાન ઈલિયત છે ત્યાં, વર્તતો શ્રાવક કે સાધુ સચિરાદિ સંઘટ્ટમાં કે ઉચ્ચારમાં ગયેલāડિલ-માત્રે ગયેલ, અતિરિક્ત ઈથનું પ્રતિક્રમણ કરે છે; કેમ કે દ્વિવિધ-ત્રિવિધ પ્રત્યાખ્યાનલક્ષણ સામાયિક, પૌષધાદિતા અને ત્રિવિધવિવિધ પ્રત્યાખ્યાનલક્ષણ સામાયિક છેદોપસ્થાપનીય ચારિત્રનું અતિચારલક્ષણ મલિનપણું ન થાઓ, એ પ્રકારનો અભિપ્રાય છે=ાદી ઊતર્યા પછી સાધુને ઈથપ્રતિક્રમણ છે અને શ્રાવકને દ્રવ્યસ્તવમાં ઈર્યાપ્રતિક્રમણ નથી તેવું તાત્પર્ય છે.
અહીંધ્યાત પાઠ છે, એ પાઠને ગ્રહણ કરીને અર્થ કરીએ તો એ પ્રાપ્ત થાય છે કે, સામાયિકાદિમાં વર્તતો શ્રાવક અથવા તો સાધુ સચિત્તાદિનો સંઘટ્ટ થયે છતે ઉચ્ચારની ઈર્યાથી અતિરિક્ત ઈર્યાનું પ્રતિક્રમણ કરે, અર્થાત્ સ્પંડિલ જઈને આવ્યા પછી જે ઈરિયાવહિ કરવાની છે, તેનાથી અતિરિક્ત ઈર્યા પ્રતિક્રમણ કરે, એવો અર્થ શબ્દશઃ અર્થ કરતાં પ્રાપ્ત થાય છે. પરંતુ સ્થડિલભૂમિથી આવ્યા પછી કોઈને સચિત્તનો સ્પર્શ થયો હોય તો બે વખત ઈરિયાવહિ કરવાની વિધિ પ્રચલિત નથી. તેથી પાઠમાં કદાચ અશુદ્ધિ હોય તો ત્રાતઃ ને બદલે ‘દ્યારે યતિ' ગ્રહણ કરીને અને ‘વ’ કારને અધ્યાહાર રાખીને ઉપરોક્ત અર્થ કરેલ છે. આમ છતાં, આ પાઠ પ્રમાણે મૂળ વિધિ ઉચ્ચાર કરીને આવ્યા પછી તદ્ વિષયક ઈર્યાપ્રતિક્રમણ કરવાનો છે, અને સચિત્તાદિનો સંઘટ્ટ થાય તો તદ્ વિષયક અતિરિક્ત ઈર્યા કરવાનો વ્યવહાર પૂર્વમાં હોવો જોઈએ, અને એ રીતે વિચારીએ તો માત્ર આદિ કર્યા પછી ઈરિયાવહિયા કરીને પડિલેહણાદિ અર્થક અન્ય ઈરિયાવહિયા કરવાની વિધિ હોવી જોઈએ. આમ છણાં, કોઈક કારણે એક ઈરિયાવહિયામાં જ અન્ય ઈરિયાવહિયાના સમાવેશનો વ્યવહાર વર્તમાનમાં પ્રવર્તતો દેખાય છે. તત્ત્વ બહુશ્રુત જાણે. વિશેષાર્થ :
લંપાક ગ્રંથકારને પૂછે છે કે, તમારા શ્વેતાંબર શાસ્ત્રમાં નદી ઊતર્યા પછી ઈર્યાપ્રતિક્રમણ છે, અને દ્રવ્યસ્તવ પછી નથી, તેનું કારણ શું? એમ કહીને લુપાકને એ કહેવું છે કે, નદી ઊતરવામાં પ્રાણીવધરૂપ હિંસા થાય છે, તેથી તેની શુદ્ધિ માટે ઈર્યાપ્રતિક્રમણ કહેલ છે; અને તે રીતે દ્રવ્યસ્તવમાં પણ જીવહિંસા થાય