________________
પ૨૦
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૭ ..... ~ 7િ || મોટા મગરાદિ અને હિંસક વ્યાપદ તેમાં હોય અને શરીર ઉપધિ આદિના નાવસ્તુન=ચોર ક્યાંક હોય. (આનાથી આત્મઉપઘાત થવાનો સંભવ હોવાથી આત્મઉપઘાત દેખાડ્યો છે.)
હારમારફથી અહીં “મોરાર’ શબ્દ છે, તે દેશ્ય છે અને તે જલચર જંતુવિશેષમાં વપરાય છે. ટીકા :
अपवादमाह-पंचेत्यादि भये-राजप्रत्यनीकादेः सकाशात् उपध्याद्यपहारविषये सति १ दुर्भिक्षे वाभिक्षाभावे सति २ ‘पव्वाहेज्ज त्ति' प्रव्यथते=बाधते, अन्तर्भूतकारितार्थत्वाद्वा प्रवाहयेत् क्वचित् प्रत्यनीक: तत्रैव गङ्गादौ प्रक्षिपेदित्यर्थः ३ 'उदओघंसि त्ति' उदकौघं वा गङ्गादीनामुन्मार्गगामित्वेनागच्छति सति तेन प्लाव्यमानानामित्यर्थः । महता वाटोपेनेति शेषः ४ 'अणायरिएसु' त्ति विभक्तिव्यत्यात् अनार्यः=म्लेच्छादिभिः, जीवितचारित्रापहारिभिरभिभूतानामिति शेषः म्लेच्छेषु वागच्छत्सु इति शेषः ।।५।। ટીકાર્ય :
અપવાવમાદ - ..... તિ શેષ: II II (ઉત્સર્ગ-અપવાદ સૂત્ર સંબંધી) અપવાદ કહે છે - પાંચ ઈત્યાદિ અપવાદ છે.
(૧) ભય હોતે છતે નદી ઊતરવાની આજ્ઞા છે. તે ભય શું તે કહે છે – રાજા પ્રત્યેનીક હોય અને આદિથી મંત્રી આદિ પ્રત્યેનીક હોય, તેનાથી ઉપધિ આદિના અપહારનો વિષય હોતે છતે (નદી ઊતરવી કહ્યું છે.)
(૨) દુભિક્ષ અર્થાત્ ભિક્ષાનો અભાવ હોતે છતે (નદી ઊતરવાની આજ્ઞા છે.)
(૩) પવ્વાદેન્દ્ર ત્તિ પ્રવ્યથતે અર્થાત પોતે બાધા પામતો હોય (રોગાદિથી કે ઉપસર્ગ આદિથી તે ક્ષેત્રમાં પોતે બાધા પામતો હોય) અથવા વ્યક્તિ' અંતભૂત કારિતાર્થપણું હોવાથી પ્રવાહ’ એ પ્રમાણે બીજો અર્થ કરે છે.
* ૭ પ્રથમ ‘પવાદેન્ગ' શબ્દથી પ્રવ્યથતે અર્થ કર્યો, તે પ્રેરકરૂપ નથી અને પ્રાકૃતમાં વાદેન્ગ' શબ્દના અંતર્ભત જ પ્રેરક અર્થ પણ રહેલ છે, તે અર્થને સામે રાખીને ‘પ્રવાહયે” અર્થ કરેલ છે. અને તેનું તાત્પર્ય એ છે કે, ક્વચિત્ પ્રત્યેનીક ત્યાં જ ગંગાદિમાં ફેંકે, એ પ્રકારનો અર્થ ‘પવાદેન્ગ' શબ્દનો છે.
(૪) ‘૩ો િરિ ૩૬ો િનો અર્થ મૂળસૂત્રમાં ‘TMમાલિ' શબ્દ છે, તેને સાથે ગ્રહણ કરીને કરવાનો છે. અને તેથી એ પ્રાપ્ત થાય કે, ઉદકનો સમૂહ આવે છતે. અને તે જ અર્થને સ્પષ્ટ કરતાં બતાવે છે કે ગંગાના ઉન્માર્ગીપણા વડે કરીને ઉદકનો સમુદાય આવે છતે, તેના વડે અર્થાત્ ઉદકના સમુદાય વડે ડૂબતા એવા સાધુઓને, અથવા મોટા આટોપથી ઉદકનો ઓઘ આવે છતે ડૂબતા એવા સાધુઓને નદી ઊતરવાની આજ્ઞા છે.
૦ અહીં સૂત્રમાં “Hદતા’ પછી ‘આટોપેન એ અધ્યાહાર છે.
(૫) સાયરનું ત્તિ - વિભક્તિનો વ્યત્યય હોવાથી રિપતુ પ્રાકૃતમાં સપ્તમી વિભક્તિ છે. તેનો તૃતીયામાં વ્યત્યય હોવાથી અર્થ કરતાં કહે છે કે, જીવિત અને ચારિત્રના અપહારી એવા સ્વેચ્છાદિ વડે અભિભૂત થયેલા સાધુઓને નદી ઊતરવાની અનુજ્ઞા છે.