________________
પ૧૩
પ્રતિમાશતક/ શ્લોક ૩૬ ઘમનુષ્ઠાનો નથી, આ જ કારણથી, મુનિની જેમ કૃતસામાયિકવાળો શ્રાવક પણ પુષ્પાદિથી જિનપૂજાને કરતો નથી, એ પ્રકારની જિનાજ્ઞા છે, પરંતુ બીજો પણ નહિ; અર્થાત સામાયિક વગરનો પણ જિનપૂજા નથી કરતો એમ નહિ; કેમ કે કૃતસામાયિકવાળાનું તેની=સામાયિકની, પ્રાપ્તિની પૂર્તિકાળ સુધી સચિતાદિના સ્પર્શરહિતનું જ વ્રતપાલકપણું છે. વળી જિનપૂજા કરવાની ઈચ્છાવાળો સચિત્ત પુષ્પાદિ વસ્તુને ગ્રહણ કરીને જ તેને=જિનપૂજાને, કરે છે; કેમ કે તેના પિતા=સચિત પુષ્પાદિ વિના, જિનપૂજાનો જ અસંભવ છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે સામાયિકાદિ કરનાર પણ ધર્માનુષ્ઠાન કરવાની ઈચ્છાવાળો છે, અને જિનપૂજા કરનાર પણ ધર્માનુષ્ઠાન કરવાની ઈચ્છાવાળો છે, તો ધર્મ કરવા માટે યતમાન એવો એક શ્રાવક પુષ્પાદિનું વર્જન કરે અને અન્ય શ્રાવક પુષ્પાદિનું ગ્રહણ કરે, તે કેમ સંભવે ? તેથી કહે છે - ટીકાર્ય :
નિવાર્ય ....વાધ્યમ્ ! પ્રતિ કાર્ય પ્રત્યે કારણનું ભિન્નપણું છે, અર્થાત્ સામાયિકાદિ કાર્ય પ્રતિ સચિત્તાદિ સ્પર્શતા વર્જનનું કારણ પણું છે અને જિનપૂજારૂપ કાર્ય પ્રતિ સચિત પુષ્પાદિ ગ્રહણનું કારણ પણું છે, એ પ્રકારે જાણવું. ઉત્થાન :
સામાયિકની ક્રિયા ઈરિયાવહિયાપૂર્વક કરવાની છે અને જિનપૂજા ઈરિયાવહિયાપૂર્વક કરવાની નથી, એ જ વાતને લૌકિક દૃષ્ટાંતથી બતાવતાં કહે છે – ટીકાર્યઃ
નો િ... માવા લોકમાં પણ જે પ્રમાણે ગૃહપ્રવેશમાં અક્ષણ=જલ છાંટવામાં આવે છે અને દુકાનના પ્રવેશમાં જળ છાંટવામાં આવતું નથી, તે રીતે લોકોત્તર શાસનમાં જે પ્રમાણે સામાયિકમાં ઈર્યા છે, તે પ્રમાણે મુનિદાનાદિમાં ઈર્યા નથી, એ પ્રકારે ભાવ છે. | ‘મુનિ નારી' અહીં આરિ’ પદથી જિનપૂજાનું ગ્રહણ કરવું. અહીં ‘બિનપૂનાવી' ન કહેતાં મુનિવનારી એટલા માટે કહેલ છે કે, લંપાકને પણ મુનિદાનમાં ઈર્યા નથી, તે વાત સંમત છે. ઉત્થાન :
“મડિતા .... ” એ મહાનિશીથના પાઠથી ઈરિયાવહિયા વગર કાંઈ કરવું કલ્પતું નથી, એ પ્રમાણે અર્થ હોવાથી, કોઈ એમ વિચારે કે, જિનપૂજાદિ પણ ઈર્યાપ્રતિક્રમણપૂર્વક જ કરવાં જોઈએ; તેના નિવારણ માટે કહે છે –