________________
પ૦૬
પ્રતિમાશતક | શ્લોક ૩૬ હોવાથી નદી ઊતર્યા પછી શ્રાવક ઈરિયાપ્રતિક્રમણ કરે તો તેના માટે ઉચિત નથી, પરંતુ સાધુને જ તે ઉચિત છે, કેમ કે, શ્રાવકને નદી ઉતર્યા પછી ઈર્યાપ્રતિક્રમણ કરવાની ભગવાનની આજ્ઞા નથી, તે ઈર્યાપથિકીના વિશેષણરૂપે અધિકાર અને આજ્ઞાનિરપેક્ષથી બતાવવું છે. તેથી એ પ્રાપ્ત થાય કે, જો સાધુને વહોરાવવા શ્રાવકથી અનાભોગથી સચિત્તનો સ્પર્શ થઈ જાય તો તેની શુદ્ધિ ઈરિયાવહીથી થતી નથી, તેનું કારણ તે સ્થાનમાં અધિકાર નથી, અને ભગવાનની આજ્ઞા નથી, તેથી જ શુદ્ધિ થતી નથી.
હે વ થી શુદ્ધ ચાત્' સુધી તર્ક છે અને તે તર્ક દ્વારા તે સ્થાપન કરવું છે કે, નદીઉત્તરણ પછી ઈરિયાપ્રતિક્રમણ એ સાધુનો કલ્પ છે, પરંતુ નદીઉત્તરણથી થતા પ્રાણિવધની શુદ્ધિ માટેની ક્રિયા નથી. અને તેથી જ તકમાં કહ્યું છે કે, ઈર્યાપથિકી નદીના પ્રાણિવધને શુદ્ધ કરનારી હોય તો સચિત્તના સ્પર્શવાળા શ્રાવકને પણ તે શુદ્ધ કરી શકે, પરંતુ વસ્તુતઃ શ્રાવકને તે શુદ્ધ કરી શકતી નથી, તેથી નદીના પ્રાણિવધને શુદ્ધ કરનારી ઈરિયાપથિકી ક્રિયા નથી, પરંતુ ઈર્યાપથિકી ક્રિયા સાધુનો કલ્પ છે. અને જે સાધુ પોતાના કલ્પ પ્રમાણે આચરણા કરે તેનાથી જ અપ્રમત્તભાવની વૃદ્ધિ થાય છે, અને તે અપ્રમત્તભાવની વૃદ્ધિને કારણે જ અનાભોગથી જે કાંઈપણ નદીઉત્તરણમાં હિંસા થયેલ હોય તો તર્જન્ય કર્મનો પણ નાશ થાય, અને ન થયેલ હોય તો પણ અપ્રમાદભાવને કારણે ચિત્તની વિશુદ્ધિ થવાથી નિર્જરાની પ્રાપ્તિ થાય છે.
૦ ‘ર્તન થી જે કથન શરૂ કર્યું, તેમાં હેતુ આપીને હેતુને પુષ્ટ કરવા માટે “દ્ધિ ૨ થી તર્ક કર્યો અને તે તર્કને દઢ કરવા માટે ‘ગયા ... કુંવરખેવ' સુધી યુક્તિ આપી, અને તે આખા કથનની સમાપ્તિ અર્થે તિ’ શબ્દ છે, અને તે આખા કથનથી એ પ્રાપ્ત થયું કે, નદીઉત્તરણ પછી ઈરિયાપ્રતિક્રમણ સાધુનો કલ્પ છે, તેમ સર્વવિરતિના અભાવવાળાને ભગવાનના વિનય અર્થે જિનપૂજા કરવી તે કલ્પ છે. એ કથનની સમાપ્તિ તિ' થી થાય છે.
ઉત્થાન :
પૂર્વમાં એ સ્થાપન કર્યું કે, સાધુને નદીઉત્તરણની ક્રિયાની જેમ શ્રાવકને જિનપૂજા કર્તવ્ય છે, ત્યાં પ્રશ્ન થાય કે, જિનપૂજામાં સંખ્યાનો નિયમ નથી, તો સાધુને નદીઉત્તરણમાં સંખ્યાનો નિયમ કેમ છે? તેથી કહે છે – ટીકા :
___ सङ्ख्यानियमोऽपि कल्प एव । द्विवारादिनिषेधे एकश उत्तारविधावपि षड्जीववधपातकस्य तवापरिहार्यत्वाच्छबलत्वनिषेधाय तदादरणस्याप्याज्ञामात्रशरणत्वात् सङ्ख्यानियमेनैव पातकित्वे च सांवत्सरिकप्रतिक्रमणेऽतिप्रसङ्गः ।
ટીકાર્ય :
સંધ્યા ... વિ . સંખ્યા નિયમ પણ કલ્પ જ છે. સદ્ભાનિ મોડનિ અહીં જિ' થી એ કહેવું છે કે, નદી ઊતર્યા પછી ઈર્યાપ્રતિક્રમણ કરવું, એ તો કલ્પ