________________
૫૦૪
પ્રતિમાશતક| શ્લોકઃ ૩૬, અહીં વિશેષ એ છે કે, સાધુના નદીઉત્તરણમાં અને શ્રાવકના દ્રવ્યસ્તવમાં અશક્યપરિહારપણું તુલ્ય હોવાથી જ જિનપૂજાની કર્તવ્યતા સિદ્ધ થાય છે. તેથી નદીઉત્તરણમાં ઈર્યાપ્રતિક્રમણ અને જિનપૂજામાં ઈર્યાપ્રતિક્રમણના અભાવરૂપ વૈષમ્ય માત્રથી જિનપૂજાની શ્રાવકને અકર્તવ્યતા સિદ્ધ થઈ શકે નહિ; એ બતાવવા અર્થે જ તેન... નિરક્ત એમ કહેલ છે. પરંતુ સાધુને નદીઉત્તરણમાં ઈર્યાપ્રતિક્રમણ અને ગૃહસ્થને જિનપૂજામાં ઈર્યાપ્રતિક્રમણનો અભાવ, એ રૂપ વૈષમ્ય તો ગ્રંથકારને માન્ય જ છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, નદી ઊતર્યા પછી ઈર્યાપ્રતિક્રમણ છે, તે બતાવે છે કે નદી ઊતરવાની ક્રિયા હિંસારૂપ છે, તેથી જ તે હિંસાના પાપની શુદ્ધિ અર્થે ઈર્યાપ્રતિક્રમણની શાસ્ત્રમાં વિધિ છે. અને તેમ સ્વીકારીએ તો નદી શતરવાના દૃષ્ટાંતથી જિનપૂજા કર્તવ્યરૂપે સિદ્ધ થઈ શકે નહિ. તેના નિરાકરણ માટે નદીઉત્તરણ પછી નદીમાં થતી જીવહિંસાને કારણે ઈર્યાપ્રતિક્રમણ નથી, પરંતુ તે સાધુનો કલ્પ છે, તે બતાવવા અર્થે ગ્રંથકાર કહે છે -
ટીકાર્થ :
નથુત્તર ... તત્સિદ્ધર નદી ઊતર્યા પછી ઈર્યાપ્રતિક્રમણનું સાધુનું કલ્પપણું છે, કેમ કે સંતરને પડેવમડુ એ પ્રકારના આગમ વડે તેની=સાધુના કલ્પતી, સિદ્ધિ છે. વિશેષાર્થ :
સમ્યગુ યતનાપૂર્વક શાસ્ત્રોક્ત વિધિનું સ્મરણ કરીને મુનિ જ્યારે નદી ઊતરે છે, ત્યારે પણ યદ્યપિ જલના જીવોની વિરાધના થાય છે, તો પણ ત્યાં લેશ પણ કર્મબંધ નથી; કેમ કે પુષ્ટાલંબનક હોવાથી નદીઉત્તરણ જ્ઞાનાદિ વૃદ્ધિનું જ કારણ બને છે. આમ છતાં, અનાભોગ કે સહસાત્કારથી યતનામાં કાંઈક સ્લાનિ થઈ હોય તેના નિવારણ અર્થે નદી ઊતર્યા પછી ઈર્યાપ્રતિક્રમણનું શાસ્ત્રમાં વિધાન છે, પરંતુ નદી ઊતરવાથી કોઈ પાપનું સેવન થયું છે, તેના નિવારણ અર્થે ઈર્યાપથિક પ્રતિક્રમણ નથી. તેથી જ નદી ઊતર્યા પછી ઈર્યાપથિક પ્રતિક્રમણને સાધુના કલ્પરૂપે આગમમાં કહેલ છે. અને આનાથી એ ફલિત થયું કે, જેમ પુષ્ટાલંબનક નદીઉત્તરણ એ સાધુને માટે સંયમની વૃદ્ધિનું કારણ છે, તેમ જિનપૂજા પણ સમ્યગ્દષ્ટિને પરિણામની વૃદ્ધિનું કારણ છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, નદી ઊતર્યા પછી ઈર્યાપ્રતિક્રમણ સાધુનો કલ્પ છે, તેને જ પુષ્ટ કરવા અર્થે તર્ક કરતાં કહે છે –
ટીકાર્ય :
યદિ ... પિન્ટરનેતિ | અને જો અધિકાર અને આજ્ઞાનિરપેક્ષ એવી ઈર્યાપથિકી ક્રિયા જ