________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૬
Чоз ટીકાર્ય :
સાધુના ..... તુચકુલાદિ અપ્રતિબદ્ધ એવા સાધુએ અવશ્ય વિહાર કરવો જોઈએ, અને તેનું વિહાર, નદી ઊતર્યા વગર સંભવતો નથી. એથી અનન્ય ગતિથી જ(સાધુ) નદી ઊતરે છે. આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકાર કહે છે કે, સાધુધર્મ માટે અશક્ત એવા શ્રાવકને અવશ્ય કર્તવ્ય એવી ભગવદ્ ભક્તિ પ્રતિમાના અર્ચન વિના સંભવતી નથી. એથી કરીને અહીંયાં પણ શ્રાવકની ભગવદ્ ભક્તિમાં પણ, અતવ્યગતિપણું તુલ્ય છે. ટીકા -
एतेन एकत्र इर्याप्रतिक्रमणमन्यत्र न इति वैषम्यमिति निरस्तम् नद्युत्तारानन्तरमीर्याप्रतिक्रमणस्य साधुकल्पत्वात् 'नईसंतरणे पडिक्कमइ' इत्यागमेन तत्सिद्धेः । यदि चाधिकाराज्ञानिरपेक्षा ईर्यापथिक्येव नदीप्राणिवधशोधिकरी स्यात्, तदा साधुदानोद्यतः श्राद्धोऽनाभोगादिना सचित्तस्पर्शमात्रेणाशुद्धोऽपि तां प्रतिक्रम्य शुद्धः स्यात्, यया प्रत्याख्यातसर्वसावद्यानां साधूनां ज्ञात्वा नदीगतानेकजलादिजन्तुघातोत्पन्नं पातकमपाक्रियते, तया गृहिणोऽनाभोगतः सचित्तस्पर्शमात्रजन्यपातकापकरणमीषत्करमेवेति । ટીકાર્ચ -
ર્તન ... નિરસ્તમ, આના વડે-પૂર્વમાં કહ્યું કે, નદીઉત્તરણ અને પ્રતિમાઅર્ચનમાં અનન્યગતિ પણ તુલ્ય છે એના વડે, પૂર્વપક્ષીનું વક્ષ્યમાણ કથન નિરસ્ત જાણવું.
પૂર્વપક્ષીનું વક્ષ્યમાણ કથન આ પ્રમાણે છે –
એક ઠેકાણે સાધુને નદી ઊતરવામાં, ઈર્યાપથિક પ્રતિક્રમણ છે અને અન્યત્ર-શ્રાવકને દ્રવ્યસ્તવમાં ઈથપથિક પ્રતિક્રમણ નથી, એ પ્રમાણે વૈષય છે. વિશેષાર્થ –
સાધુને નદી ઊતર્યા પછી ઈર્યાપથિક પ્રતિક્રમણ છે, અને શ્રાવકને જિનપૂજામાં ઈર્યાપથિક પ્રતિક્રમણ નથી, તેથી એ પ્રાપ્ત થાય છે, સાધુને નદી ઊતરવામાં જીવવિરાધનારૂપ દોષ છે, તેથી ઈર્યાપથિક પ્રતિક્રમણ છે, અને જિનપૂજામાં તમારા મંતવ્ય પ્રમાણે ઈર્યાપથિક પ્રતિક્રમણ નથી, તેથી તમે દ્રવ્યસ્તવને દોષરૂપ માનતા નથી. માટે સાધુના નદી ઊતરવાના દષ્ટાંતથી જિનપૂજા શ્રાવકને કર્તવ્ય છે, એમ સ્થાપન થઈ શકે નહિ; કેમ કે દષ્ટાંત-દાષ્ટ્રતિકભાવનું વૈષમ્ય છે. આ પ્રમાણે પૂર્વપક્ષીનો આશય તેન... થી આ પ્રમાણે નિરસ્ત છે –
નદીઉત્તરણ અને જિનપૂજા એ બેમાં અનન્યગતિપણું તુલ્ય છે, એ રૂપ સામ્યથી દૃષ્ટાંત-દાષ્ટ્રતિકભાવ છે, તેથી કોઈ દોષ નથી.