________________
પ્રતિમાશતક | શ્લોક : ૩૬
૫૦૧
માલવાદિ દેશમાં એક દિવસમાં પણ પુષ્ટાલંબનથી અનેકવાર નદી ઊતરવાનો સંભવ છે. તેથી જો ત્યાં સંખ્યાનિયમ હોય તો જ્ઞાનાદિની વૃદ્ધિમાં એ સંખ્યાનિયમ વિઘ્નભૂત થાય, અને તેવી ભગવાનની આજ્ઞા હોઈ શકે નહિ. માટે પુષ્ટાલંબનમાં સંખ્યાનિયમ નથી, પણ રાગાદિપ્રાપ્ત નદી ઊતરવામાં જ સંખ્યા નિયમ છે. ટીકાઃ–
अशक्यपरिहारसमाधिमाश्रित्याह- 'अस्मिन्= नद्युत्तरणे सत्त्ववधे जलादिजीवोपमर्दे येऽशक्यप्रतीकारतां वदन्ति, तैः अम्भो जलं निन्दामि पिबामि चे 'ति न्यायः कृतार्थः कृतः । सत्त्ववधमात्रस्य निन्दनावू नद्युत्तरणसंभविनश्च तस्याश्रयणात् । शक्यं हि एवं प्रतिमार्चनेऽपि वक्तुम् ।
ઉત્થાન -
અહીં પૂર્વપક્ષી કહે કે, તથાવિધ સંયોગને કારણે સાધુને નદી ઊતર્યા વગર ચાલે તેમ નથી, અને નદી ઊતરવામાં જીવોના વધનો પરિહાર અશક્ય છે, જ્યારે શ્રાવક જિનપૂજા ન કરે તો જીવવધનો પરિહાર શક્ય છે, માટે સાધુના નદીઉત્તરણના દૃષ્ટાંતથી જિનપૂજા નિર્દોષ છે, તેમ સિદ્ધ કરી શકાય નહિ. એ પ્રકારના પૂર્વપક્ષીના આશયને સામે રાખીને કહેલ છે કે - અશક્યપરિહારસમાધિને આશ્રયીને ગ્રંથકાર કહે છે –
સાધુને સંયમ માટે નદી ઊતરતાં જીવહિંસાનો પરિહાર અશક્ય છે, માટે દોષ નથી એ પ્રકારનું સમાધાન પૂર્વપક્ષી કરે છે. તેને આશ્રયીને ગ્રંથકાર કહે છે –
ટીકાર્થ ઃ
સ્મિન્ . ગાશ્રયળાત્ | આમાં=નદીઉત્તરણમાં, થતા જલાદિ જીવના ઉપમર્ધનરૂપ સત્ત્વવધના વિષયમાં જેઓ અશક્ય પ્રતિકારતાને કહે છે, તેઓ વડે જલતી નિંદા કરું છું અને પીઉં છું, એ પ્રકારનો ન્યાય કૃતાર્થ કરાયો છે. કેમ કે સત્ત્વવધમાત્રનું નિંદન કરે છે, અને નદીઉત્તરણ સંભવી એવા તેનું= સત્ત્વવધવું, આશ્રયણ કરે છે.
વિશેષાર્થ
:
જેમ કોઈ જીવ આ પાણી ખરાબ છે, એમ નિંદા કરતો હોય, અને તે જ પાણીને પીતો હોય તો તેનું તે કથન ઉપહાસને પામે છે. તેમ લુંપાક કહે છે કે, સાધુઓને નદી ઊતરવામાં થતી જીવહિંસા એ ખરેખર ઈષ્ટ નથી; પરંતુ જીવરક્ષણનો કોઈ ઉપાય નહિ હોવાથી થાય છે, એ કથન અસમંજસ છે. કેમ કે જો નદી ઊતરવામાં થતો પ્રાણીનો વધ સંયમનું કારણ ન હોય તો સાધુએ નદી ઊતરવી જોઈએ નહિ.
સંયમની વૃદ્ધિના કારણીભૂત નદી ઊતરવાની ક્રિયા પાપરૂપ છે તેમ કહેવું, અને સંયમની વૃદ્ધિ અર્થે સાધુ નદી ઊતરવાની ક્રિયા કરે તે ઉચિત છે તેમ કહેવું, એ જલની નિંદા કરવી અને જલને પીવું એના તુલ્ય છે. વાસ્તવિક રીતે તો સંયમની વૃદ્ધિ અર્થે નદી ઊતરવાની ક્રિયા એ ધર્માનુષ્ઠાનરૂપ છે, માટે તે અનુષ્ઠાન હિંસારૂપ છે, એમ કહી શકાય નહિ.
૭-૧૨