________________
પ૦૦
પ્રતિમાશતક શ્લોક: ૩૬ દૃષ્ટાંતથી ભગવાનની પૂજા શ્રાદ્ધને દુષ્ટ છે, એમ કહી શકાય નહિ; પરંતુ પુષ્ટાલંબનક નદીઉત્તરણના દષ્ટાંતથી ભગવાનની પૂજા અદુષ્ટ છે, એમ સિદ્ધ કરી શકાય. ઉત્થાન -
પૂર્વમાં કહ્યું કે, પુણાલંબનક નદીઉત્તરણ નિયમિત નથી. તેની જ પુષ્ટિ કરવા અર્થે કહે છે - ટીકાર્ય :
પુષ્ટાર્તવન ... વેલાવવ્યવેરાયા, ત્તિ વળી વર્ષોમાં પણ પુષ્ટાલંબરૂપ ગ્રામાનુગ્રામ વિહારકરણ પણ અનુજ્ઞાત છે. એથી કરીને ત્યાં પુણલંબતક નદીઉત્તરણમાં સંખ્યાનો નિયમ ક્યાંથી હોય ? અર્થાત્ ન હોય. ‘તથા ઘર અને તે રીતે પુષ્ટાલંબને વર્ષાઋતુમાં પણ વિહારકરણ અનુજ્ઞાત છે, તે રીતે, સ્થાનાંગસૂત્રમાં છે -
સ્થાનાંગસૂત્રનો અર્થ આ પ્રમાણે છે - વાસવાd ... gિ | વર્ષાવાસમાં રહેલા સાધુ અથવા સાધ્વીજીને એક ગામથી બીજે ગામ વિહાર કરવો કપે નહિ, પરંતુ પાંચ સ્થાનોથી કહ્યું છે.
(૧) જ્ઞાનના માટે, (૨) દર્શન માટે (સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે), (૩) ચારિત્ર માટે, (૪) આચાર્ય કે ઉપાધ્યાય કાળ કરી જાય તો અને (૫) બહાર આચાર્ય કે ઉપાધ્યાયની વૈયાવચ્ચ કરવાનો પ્રસંગ હોય તો વર્ષાઋતુમાં પણ વિહારકરણ અનુજ્ઞાત છે.
તિ' શબ્દ સ્થાનાંગસૂત્રના કથનની સમાપ્તિસૂચક છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, પુષ્ટાલંબનક નદીઉત્તરણમાં સંખ્યાનો નિયમ ક્યાંથી હોય? અર્થાતું ન હોય. એ જ વાત અનુભવના બળથી બતાવે છે – ટીકાર્ચ -
તત્ર ઘ .... સંભવતીતિ અને ત્યાં=જ્ઞાનાદિકારણમાં, માલવાદિમાં એક દિવસમાં ઘણી વખત નદીઉત્તરણ સંભવે છે. એથી પુણલંબનમાં સંખ્યાનો નિયમ ક્યાંથી હોય? અર્થાત્ ન હોય. તિ શબ્દ પુષ્ટાલંબનક નદીઉત્તરણ નિયમિત નથી, એ કથનની પુષ્ટિ અર્થે જે વક્તવ્ય છે, તેની સમાપ્તિર્થિક છે. વિશેષાર્થ :
ચોમાસામાં સાધુને વિહારનો નિષેધ છે; આમ છતાં, પુષ્ટાલંબનમાં અનુજ્ઞાત છે. તે જ રીતે પુષ્ટ આલંબનમાં નદી ઊતરવાની પણ અનુજ્ઞા છે. તેથી ત્યાં સંખ્યાનિયમ ન હોય.
અહીં કોઈને શંકા થાય કે, પુષ્ટાલંબનમાં નદી ઊતરવાની અનુજ્ઞા હોવા છતાં મહિનામાં બે-ત્રણ વારથી વધારે વાર નદી ન ઊતરવી, એ પ્રમાણે સંખ્યાનો નિયમ સ્વીકારીએ તો શું વાંધો છે ? તેથી કહે છે -