________________
૪૯૮
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૬ न नियमितम्, किन्तु श्रुते सिद्धान्ते, राग-रागप्राप्तम्, इत्थमेव नखनिर्दलनप्राप्तोपघातनिषेधार्थं प्रोक्षणविधेरिव रागप्राप्तनद्युत्तरणनिषेधार्थ प्रकृतस्य नियमविधित्वोपपत्तेः । द्रव्यस्तवविधिस्तु गृहिणोऽपूर्व एवेति साम्यायोगात् । पुष्टालम्बनं तु वर्षास्वपि ग्रामानुग्रामविहारकरणमप्यनुज्ञातमिति कस्तत्र सङ्ख्यानियम: ? तथा च स्थानाङ्गसूत्रम्,' - “वासावासं पज्जोसवियाणं णो कप्पइ निग्गंथाणं वा निग्गंथिणं वा गामाणुगामं दूइज्जिसए । पंचहिं ठाणेहिं कप्पइ, तं० णाणट्ठयाए, दंसणट्ठयाए, चरित्तट्ठयाए, आयरियउवज्झाए वा से वीसुंभेज्जा, आयरियठवज्झायाणं वा बहिया वेयावच्चकरणयाए" त्ति । तत्र च मालवादावेकदिनमध्येऽपि बहुशो नद्युत्तरणं संभवतीति । ટીકાર્ય :
મુને પ્રાપન, મુનિને નદી ઊતરવામાં સંખ્યા-નિયમનનું અભિધાન હોવાથી અને શ્રાદ્ધને પૂજામાં તેનો અભાવ હોવાથી વેષ ઈષ્ટ છે, એ પ્રમાણે ન જ કહેવું; જે કારણથી તેeતદીઉત્તરણ અથતિ મુનિનું નદીઉત્તરણ, પુણબિનક જ્ઞાનાદિ લાભ કારણવાળું નિયમિત નથી, પરંતુ સિદ્ધાંતમાં રાગ પ્રાપ્ત નદીઉત્તરણ નિયમિત છે. વિશેષાર્થ:
પૂર્વપક્ષીને એ કહેવું છે કે, મુનિને નદી ઊતરવામાં સંખ્યાના નિયમનું અભિધાન હોવાથી મુનિને નદી ઊતરવાની ક્રિયા જીવહિંસારૂપ છે, તેથી અનન્ય ઉપાયરૂપે તે અભિમત છે; અર્થાતુ નદી ઊતર્યા સિવાય ઈષ્ટ સ્થાનની પ્રાપ્તિ નહિ હોવાથી તે અભિમત છે. તેથી જ નદી ઊતરવામાં સંખ્યાનું નિયમન કરેલ છે. જ્યારે શ્રાદ્ધની ભગવાનની પૂજામાં સંખ્યાના નિયમનનો અભાવ હોવાથી મુનિના નદીઉત્તરણ સદશ પૂજાની ક્રિયા છે, તેમ તમે કહી શકશો નહિ; કેમ કે બેમાં વૈષમ્ય તમને પણ સંમત છે. તેથી નદીઉત્તરણના દૃષ્ટાંતથી શ્રાદ્ધને પૂજા દુષ્ટ નથી, એ પ્રકારનું કથન તમે સ્થાપન કરી શકશો નહિ. એ પ્રમાણેના પૂર્વપક્ષીના આશય સામે સિદ્ધાંતકાર કહે છે કે, એ પ્રમાણે ન કહેવું. કેમ કે પુષ્ટાલંબનક નદીઉત્તરણ નિયમિત નથી, પરંતુ રાગ પ્રાપ્ત નદીઉત્તર નિયમિત છે. તેથી જેમ પુષ્ટાલંબનથી નદી ઊતરવામાં નિયમ નથી, તેમ ભગવાનની પૂજામાં પણ નિયમ નથી. માટે શ્રેષ્ઠત-દાષ્ટ્રતિક ભાવ સંગત થશે; કેમ કે એમાં વૈષમ્ય નથી.
સિદ્ધાંતમાં રાગ પ્રાપ્ત નદીઉત્તરણનું નિયમન છે, એમ કહ્યું તેનો ભાવ એ છે કે, મુનિને નદી ઊંતર્યા વગર અન્યત્ર જવું હોય અને અતિ ફરીને જવું પડતું હોય, તેથી તે રીતે જવામાં પ્રમાદ વર્તતો હોય ત્યારે તે નદી ઊંતરે તે રાગ પ્રાપ્ત નદીઉત્તરણ કહેવાય. યદ્યપિ એ રીતે નદીઉત્તરણ એ સંયમના માલિચનું આપાદક છે તેથી તેનો નિષેધ જ હોવો જોઈએ, પરંતુ સંખ્યા નિયમન નહિ; આમ છતાં, ક્વચિત્ પ્રમાદના કારણે કોઈ મુનિ તે રીતે નદી ઊતરતો હોય તો પણ અધિકાર ન ઊતરવી જોઈએ, એમ કહીને અધિકવાર નદી ઊતરવાના વર્જન અર્થે પ્રસ્તુત સંખ્યાનિયમનનો વિધિ છે.