________________
૪૭
પ્રતિમાશતક શ્લોકઃ ૩૬ અવતરણિકા :
- વૈષચતુમાશ નિરાવરતિ - અવતરણિયાર્થ:
વષગહેતુની આશંકા કરીને નિરાકરણ કરે છે - વિશેષાર્થ :
પૂર્વશ્લોકમાં મુનિના નદીઉત્તરણની જેમ સમ્યગ્દષ્ટિની ભગવાનની પૂજા દુષ્ટ નથી તે સિદ્ધ કર્યું, ત્યાં વૈષમ્ય હેતુની આશંકા કરીને નિરાકરણ કરે છે; અર્થાત્ મુનિની નદીઉત્તરણરૂપ ક્રિયાના દૃષ્ટાંતમાં અને ભગવાનની પૂજારૂપ દાષ્ટ્રતિકમાં વૈષમ્યરૂપ હેતુની આશંકા કરીને નિરાકરણ કરે છે. મુનિનું નદીઉત્તરણ અનન્ય ઉપાયથી કરવું પડે છે, પરંતુ તે હિંસારૂપ હોવાથી ઈષ્ટ નથી, તેથી ત્યાં સંખ્યાનું નિયમન કરેલ છે. અને તમારા સિદ્ધાંત પ્રમાણે પૂજા તમને અનન્યરૂપે નહિ પરંતુ ઈષ્ટ ઉપાયરૂપે ભાસે છે, તેથી ત્યાં સંખ્યાનો નિયમ નથી, એ રૂપ વૈષમ્ય હેતુની આશંકા કરીને ગ્રંથકારશ્રી નિરાકરણ કરે છે. અર્થાત્ નદી ઊતરવાનું પ્રયોજન જુદા પ્રકારનું છે અને પૂજાનું પ્રયોજન જુદા પ્રકારનું છે, માટે બેના હેતુનું વૈષમ્ય છે, એ પ્રકારની પૂર્વપક્ષીની આશંકાનું ગ્રંથકારશ્રી નિરાકરણ કરે છે - શ્લોક :
नो नद्युत्तरणे मुनेनियमनाद्वैषम्यमिष्टं यतः, पुष्टालम्बनकं न तन्नियमितं किन्तु श्रुते रागजम् । अस्मिन् सत्त्ववधे वदन्ति किल येऽशक्यप्रतीकारताम्,
तैर्निन्दामि पिबामि चाम्भ इति हि न्यायः कृतार्थः कृतः ।।३६।। શ્લોકાર્ચ -
મુનિને નદી ઊતરવામાં (સંખ્યાનું) નિયમન હોવાથી વૈષમ્ય ઈષ્ટ છે, એમ ન કહેવું; જે કારણથી પુષ્ટ આલંબનક નદીઉત્તરણ નિયમિત નથી, પરંતુ સિદ્ધાંતમાં રાગપ્રાપ્ત નદીઉત્તરણ નિયમિત છે. આમાં નદીઉત્તરણમાં, સત્ત્વવઘમાં જેઓ અશક્ય પ્રતિકારપણાને કહે છે, તેઓ વડે હું પાણીને નિંદું છું અને પીઉં છું, એ પ્રમાણે ન્યાય કૃતાર્થ કરાયેલ છે. ૩ ટીકા :
'नो नद्युत्तरणे' इति :- मुनेः नद्युत्तरणे नियमनात् संख्यानियमाभिधानात्, श्राद्धस्य पूजायां तदभावाद् वैषम्यमिष्टम् इति नो नैव वाच्यम, यतः तत्रद्युत्तरणं पुष्टालम्बनकं ज्ञानादिलाभकारणं