________________
૪૬
પ્રતિમાશતક | શ્લોક ૩૫ વ ... મુનિરિવ | કોની જેમ ? દ્રવ્ય આપત્તિને અન્ય સ્થળેથી વિહાર અયોગરૂપ દ્રવ્ય આપત્તિને, વિસ્તરણની ઈચ્છાવાળો, નદી ઊતરવામાં ઉધત મુનિની જેમ (દોષવાળો) નથી.
રૂ.... તુન્યત્વ, અહીંયાં=પ્રસ્તુત કથામાં, ઉક્ત બે સ્થાનો છે, તેમાં શું વૈષમ્ય છે? અર્થાત સમ્યગ્દષ્ટિ ભાવપતિને દૂર કરવા માટે પૂજા કરે છે અને મુનિ દ્રવ્યઆપત્તિને દૂર કરવા માટે નદી ઊતરે છે, એ રૂપ ઉક્ત બે સ્થાનોમાં શું વૈષમ્ય છે? અર્થાત્ વૈષમ્ય નથી; કેમ કે અલ્પવ્યય-બહુલાભ હોતે છતે આજ્ઞાયોગનું અને તે તે (ક્રિયાના) અધિકારીના ઔચિત્ય તુલ્યપણું છે. વિશેષાર્થ:
જેમ નદી ઊતરતાં મુનિને જલવિરાધનારૂપ અલ્પવ્યયથી સંયમની વૃદ્ધિરૂપ બહુલાભ થાય છે, તેમ સમ્યગ્દષ્ટિને ભગવાનની પૂજા દ્વારા અલ્પજીવોના ઉપમદનરૂપ અલ્પવ્યયથી ઘણા લોકોને બીજાધાનરૂપ બહુલાભ થાય છે. અને જેમ મુનિને તથાવિધ સંયોગોમાં નદી ઊતરવાની આજ્ઞાનો યોગ છે, તેમ સમ્યગ્દષ્ટિને પણ ભગવાનની પૂજામાં આજ્ઞાયોગ છે. અને જેમ તથાવિધ આપત્તિમાં મુનિ નદી ઊતરવાનો અધિકારી છે, તેમ મલિનારંભી એવો સમ્યગ્દષ્ટિ ભગવાનની પૂજાનો અધિકારી છે. તેથી અધિકારીના ઔચિત્યનું બંનેમાં તુલ્યપણું છે. ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, નદી ઊતરવાની ક્રિયા તથાવિધ સંયોગોમાં મુનિને ક્યારેક હોય છે, જ્યારે ભગવાનની પૂજાને તો તમે નિત્યકર્તવ્ય માનો છો, તેથી બંનેમાં સમાનતા નથી. આથી જ નદી ઊતરવાનું મુનિને અપવાદ માર્ગે છે. તેથી કહે છે - ટીકાર્ય :
પત્ર ... રૂત્યર્થ | એક ઠેકાણે નિત્યપણું, કારણનું નિત્યપણું હોવાને કારણે છે; અને અન્ય ઠેકાણે નૈમિત્તિકપણું છે, કેમ કે નિમિત્તમાત્રની અપેક્ષા છે. એથી કરીને આની તુલ્યવતી, ઉપપત્તિ છે. તેથી બંનેમાં શું વૈષમ્ય છે ? આ પ્રકારે પથુનુયોગ કરાય છતે હેતુવિકલ એવો પૂર્વપક્ષી પ્રત્યુત્તર આપવામાં અસમર્થ ફક્ત દિગૂઢ ઊભો રહે છે, એ પ્રકારે અર્થ છે. રૂપા વિશેષાર્થઃ
ભગવાનની પૂજામાં નિત્યપણું છે; કેમ કે ભગવાનના વિરહમાં ભગવાનનો વિનય કરવારૂપ કારણ નિત્ય વિદ્યમાન છે. તેથી સમ્યગ્દષ્ટિ ભગવાનની નિત્ય પૂજા કરે છે, અને નદી ઊતરવામાં નૈમિત્તિકપણું છે; કેમ કે ત્યાં નદીને છોડીને અન્યત્ર ભૂમિ આદિથી વિહારરૂપ સામગ્રીના અભાવસ્વરૂપ નિમિત્તમાત્રની અપેક્ષા છે, જેથી કરીને બંનેમાં તુલ્યપણું છે. તેથી ત્યાં શું વિષમતા છે ? આ પ્રકારનો પ્રશ્ન કરાય છતે હતુરહિત એવો પૂર્વપક્ષી પ્રત્યુત્તર આપવામાં અસમર્થ બનેલો કેવલ દિમૂઢ ઊભો રહે છે. રૂપા