________________
૪૮૫
પ્રતિમાશતક / બ્લોક: ૩૪ શબ્દ ત્યાગને બતાવે છે, અને રૂદ્રાય’ શબ્દ એ ત્યાગ ઈંદ્ર માટે છે, એ અર્થને બતાવે છે. તેથી‘સ્વાદ' થી કરાતા ત્યાગના ફળની હેતતા ઈંદ્રમાં સિદ્ધ થાય છે. તેથી ફંદ્રાય વાદી’ એ વચનપ્રયોગથી જ સિદ્ધ થાય છે કે, તે ત્યાગનું ફળ ઈંદ્રને મળે છે. તેથી પદને દેવતા સ્વીકારીએ તો ઈંદ્રપદને તે ફળ મળે છે, એમ માનવું પડે. અને અચેતન એવા ઈંદ્રપદને તે ફળ સ્વીકારી શકાય નહિ, તેથી સચેતન દેવતાને જ એ ફળ મળે છે, તેમ માનવું જોઈએ. આમ કહીને તૈયાયિક ફંદ્રાય સ્વાહા' એ પ્રયોગથી પણ સચેતન દેવતાને દેવતારૂપે સ્થાપન કરે છે.
છે ત્યાગની ફળહેતુતાસ્વાહાથી જે ત્યાગ કરવાનો છે, તેનો હેતુ ઈંદ્ર છે, તેથી ઈંદ્રમાં હેતતા છે; અને યજ્ઞમાં જે અપાય છે, તે વસ્તુ ઈન્દ્રને મળો, એ આશય છે, તેથી તે ફળ ઈંદ્રને આપવાના હેતુથી યજ્ઞ કરાય છે, માટે તે ફળ હેતતા ઈન્દ્રમાં છે. ઉત્થાન :
જૈમિનીય સૂત્રના બળથી દેવતાચૈતન્યને સિદ્ધ કરવા અર્થે નૈયાયિક કહે છે – ટીકાર્ય :
તિર્ય... અનધિત્યાન્ ! “તિર્થવિચાર્યેવતાનામધાર' આ પ્રમાણેના જૈમિનીય સૂત્રનું જ દેવતાચૈતન્યનું સાધકપણું છે, કેમ કે અચૈતન્યમાં અધિકારની અપ્રસક્તિ હોવાને કારણે તષેિધનું= અચેતવ્યના વિષેધનું, અનૌચિત્યપણું છે. વિશેષાર્થ:
કોઈક યજ્ઞમાં અગ્નિ દેવતાનો અધિકાર છે, અન્ય દેવતાનો અધિકાર નથી, તે બતાવવા માટે જૈમિનીય સૂત્ર પ્રવૃત્ત છે; અને તે સૂત્ર મીમાંસકને માન્ય છે, અને તે સૂત્ર જ દેવતાચૈતન્યનું સાધક છે; કેમ કે અગ્નિ દેવતાનો અધિકાર છે, એમ કહીને ઈંદ્રાદિ દેવતાનો અધિકાર નથી, એમ એ સૂત્રથી સ્થાપન થાય છે. અને જો ઈંદ્રાદિ દેવતા અચેતનપદરૂપ હોય તો અચેતનમાં અધિકારની જ પ્રાપ્તિ નહિ હોવાથી પ્રસ્તુત જૈમિનીય સૂત્ર દ્વારા તેના નિષેધનું અર્થાત્ અચૈતન્યનિષેધનું અનુચિતપણું છે; અને જૈમિનીય સૂત્રને તેનો નિષેધ કરીને એ બતાવવું છે કે, પ્રસ્તુત યજ્ઞમાં ઈંદ્રાદિ દેવતાનો અધિકાર નથી, પરંતુ અગ્નિ દેવતાનો જ અધિકાર છે. અને તે અગ્નિ દેવતાને બતાવવા માટે જ તિર્યપંગવિત્યાદિ દેવતાનો અધિકાર છે તેમ કહ્યું, અને અધિકાર હંમેશાં ચેતનનો જ હોઈ શકે, અચેતનનો ન હોઈ શકે. તેથી તે સૂત્રથી દેવતાચૈતન્યની સિદ્ધિ થાય છે, એ પ્રકારનો નૈયાયિકનો આશય છે. ટીકાર્થ:
સૂત્રાર્થશૈવમ્ ..... વિચાર્વેયાન્, જૈમિનીય સૂત્રનો મૂળ અર્થ આ પ્રમાણે છે -
તિર્યક, પંગુ અને વિમુખ્ય છે ત્રણ આર્ષેય જેમને એવા દેવતાઓનો અધિકાર છે, અને તે સૂત્રના અર્થને તાત્પર્ય, બતાવતાં કહે છે કે, સૂત્રાર્થ આ પ્રમાણે છે –
-૧૧