________________
ver
ઉત્થાન :
પ્રતિમાશતક | શ્લોક : ૩૪
ચતુર્થાંન્ત પદ દેવતા નથી, તે બતાવીને હવે ઈન્દ્રાદિના યજ્ઞમાં સચેતન ઈન્દ્રાદિને દેવતારૂપે સ્વીકારની યુક્તિ બતાવતાં નૈયાયિક કહે છે -
ટીકાર્થ:
ફુન્દ્રા ...... પ્રામાખ્યાત્, ઈંદ્રની ઉપાસના કરવી જોઈએ, એ પ્રમાણે વિધિશેષપણા વડે કરીને અર્થાત્ વિધિના અંગપણા વડે કરીને, સ્વર્ગાર્થિવાદની જેમ અર્થાત્ સ્વર્ગાર્થિવાદના પ્રામાણ્યની જેમ ઈન્દ્ર સહસ્રાક્ષ એ પ્રમાણે અર્થવાદનું પ્રામાણ્ય છે.
વિશેષાર્થ =
ઈંદ્રની ઉપાસના કરવી જોઈએ, એ પ્રકારનાં વેદવચનો છે, અને તેના વિધિના અંગપણા વડે કરીને સ્વર્ગાર્થિવાદનું પ્રામાણ્ય સિદ્ધ થાય છે; અર્થાત્ સ્વર્ગના અર્થીએ ઈંદ્રની ઉપાસના કરવી જોઈએ, એવો સ્વર્ગાર્થિવાદ ‘ફન્દ્રમુપાસીત’ એ પ્રમાણેની વિધિના અંગરૂપે સિદ્ધ થાય છે. તેની જેમ જ ઈંદ્ર સહસ્રાક્ષ છે, એ પ્રકારના લોકમાં પ્રસિદ્ધ અર્થવાદનું પ્રામાણ્ય સ્વીકારવું જોઈએ, અને તેથી જો એનું પ્રામાણ્ય સ્વીકારવામાં આવે તો ઈંદ્રને ચેતન દેવતારૂપે જ સ્વીકારી શકાય, પરંતુ પદમય અચેતન દેવતા સ્વીકારી શકાય નહિ.
અહીં વિશેષ એ છે કે, મીમાંસક ઈંદ્રના યજ્ઞમાં દેવતા તરીકે ઈંદ્રપદને સ્વીકારે છે, તેને નૈયાયિક કહે છે કે, ઈંદ્ર સહસ્રાક્ષ છે, એ પ્રકા૨નો અર્થવાદ પ્રમાણ છે, અને એ અર્થવાદને પ્રમાણ તરીકે સ્વીકારીએ તો યજ્ઞમાં ઉપાસ્ય તરીકે ઈંદ્રપદ ગ્રહણ થઈ શકે નહિ; કેમ કે ઈંદ્રપદ એ કાંઈ સહસ્રાક્ષ નથી, પરંતુ સ્વર્ગમાં રહેલ ઈંદ્ર એ સહસ્રાક્ષ છે. અને એ પ્રકારના અર્થવાદને પ્રમાણ સ્વીકારીને જ્યારે ઈંદ્રનો યજ્ઞ ક૨વામાં આવે ત્યારે તે યજ્ઞનો દેવતા સહસ્રાક્ષ દેવ જ માનવો પડે, પણ ઈંદ્રપદ નહિ.
ઉત્થાન :
ઈંદ્ર સહસ્રાક્ષ છે એ અર્થવાદના પ્રમાણથી ઈંદ્ર દેવતા છે એમ સ્થાપન કરીને, નૈયાયિક ‘રૂન્દ્રાય સ્વાહા' એ વચનપ્રયોગથી પણ સ્વર્ગમાં વર્તતા ઈંદ્રને જ દેવતારૂપે સ્થાપન ક૨વા અર્થે કહે છે -
ટીકાર્ય :
इन्द्राय વયસિદ્ધાત્, ‘કૃન્દ્રાય' ઇત્યાદિમાં શ્રુતપદથી જ=સંભળાયેલા પદથી જ, ત્યાગની ફળહેતુતાનું વચનસિદ્ધપણું છે.
વિશેષાર્થ:
.....
‘રૂન્દ્રાય’ ઈત્યાદિમાં ‘આદિ' પદથી સ્વાહાનું ગ્રહણ કરવાનું છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે, યજ્ઞમાં‘ફેંકાય સ્વાહા’ એ પ્રકારનાં વચનો બોલાય છે, તે સંભળાયેલા પદ વડે કરીને જ એ અર્થ પ્રાપ્ત થાય છે કે, ‘સ્વાહા’