________________
૪૨
પ્રતિમાશતક બ્લોકઃ ૩૪ ઉત્થાન :
અહીં નૈયાયિક કહે છે કે - વેદમાં ‘શિવાય જ ઘા એ પ્રકારનું વચન છે, અને ‘ા' ધાતુ આપવાના અર્થમાં છે, તેથી શિવને ગાયના સ્વામિત્વની પ્રાપ્તિને સ્પષ્ટ બતાવનાર તે વચન છે. તેથી જેમ શિવને ગાય આપવાથી તેનું સ્વામિત્વ પ્રાપ્ત થાય છે, તે રીતે જ ઈંદ્ર માટે જે હવિ આદિનો ત્યાગ કરાય છે, તેનો સ્વામી ઈંદ્રને માનવો ઉચિત છે. અને જો તેમ નહિ માનો તો તમારા મત પ્રમાણે શિવાય નાં વધતુ” એ પ્રકારના પ્રયોગની અનુપપત્તિ થશે. એથી કરીને મીમાંસક કહે છે - ટીકાર્ય :
શિવાય .... ત્યાર ‘શિવાય : વા'=શિવને ગાય આપો, ઈત્યાદિ પ્રયોગમાં વળી ઉદ્દેશ્યત્વપણામાં ગૌણ ચતુર્થી છે, અર્થાત્ “શિવાય...” એ પ્રયોગમાં ઉદ્દેશ્યદર્શક જે ચતુર્થી છે, તે લક્ષણારૂપ ભાક્તા ચતુર્થી છે અને સ્થાન પ્રયોગથી ધોતિત જે ફાતિ’ પદ છે તે ત્યાગમાત્રપર છે. એથી કરીને કોઈ અનુપપત્તિ નથી, એ પ્રમાણે મીમાંસક કહે છે.
છે અહીં ફ્લાદ - માં ‘ત્તિ’ શબ્દ મીમાં વસ્તુ થી નાનુપત્તા, સુધીના કથનનો પરામર્શક છે.
છે ત્યા માત્ર પછી ‘તિ’ શબ્દ છે, તે શિવાજ થી ત્યા માત્રપુર સુધીના કથનનો પરામર્શક છે. વિશેષાર્થ:
રા' ધાતુના યોગમાં જે ચતુર્થી વિભક્તિ છે, તે ઉદ્દેશ્યત્વને બતાવે છે. જેમ “બ્રાહ્મણ રાતિ એ પ્રયોગમાં બ્રાહ્મણને ઉદ્દેશીને ત્યાગ કરવામાં આવે છે, ત્યાં ચતુર્થી વિભક્તિ ઉદ્દેશ્યત્વના અર્થમાં છે, અને તેનાથી સ્વામિત્વની સિદ્ધિ થાય છે. પરંતુ ત્યાં મુખ્ય ચતુર્થી છે, ભાક્તા ચતુર્થી નથી. જ્યારે ‘શિવાય નાં વદ્ય' એ પ્રયોગમાં શિવને ઉદ્દેશીને ગાયનો જે ત્યાગ કરવામાં આવે છે, તેનું ફળ પોતાને જ પ્રાપ્ત થાય છે, શિવને પ્રાપ્ત થતું નથી, તેથી ભાક્તા ચતુર્થી છે અર્થાત્ જેમ ગયાં પોષઃ એ પ્રયોગમાં ગંગાપદનો અર્થ પ્રવાહને બતાવે છે, પરંતુ પ્રવાહમાં ઘોષનોકગાયના વાડાનો, સંભવ નહિ હોવાથી લક્ષણાથી ગંગાનો અર્થ ગંગાતીર કરવામાં આવે છે. તેથી ત્યાં અધિકરણ અર્થક સપ્તમી ભાક્તા છે; અર્થાત્ ગંગાનો પ્રવાહ તેનું અધિકરણ નથી, પરંતુ અધિકરણ ગંગાને તીર છે. તેમ શિવાય નાં ફા” એ પ્રયોગમાં ઉદ્દેશ્યત્વને બતાવનાર ચતુર્થી શિવને ઉદ્દેશ્યરૂપે બતાવતી નથી, પરંતુ સ્વનિષ્ઠ ફલને ઉદ્દેશીને છે; કેમ કે શિવને ફળપ્રાપ્તિનો સંભવ નથી, તેથી લક્ષણાથી સ્વનિષ્ઠફળપ્રાપ્તિને જ બતાવનાર છે. એથી જયાં ઘોષ' પ્રયોગમાં અધિકરણાર્થક સપ્તમી જેમ ભાક્તા છે, તેમ પ્રસ્તુતમાં ઉદ્દેશ્ય અર્થક ચતુર્થી ભાક્તા છે; અને ‘ઢવાતિ' પદ એ ત્યાગમાત્ર બતાવે છે, પરંતુ સામેનાને આપે છે, તેનો અર્થ બતાવતું નથી. તેથી તે ત્યાગના ફળનો સ્વામી શિવ બનતો નથી, પરંતુ યજ્ઞ કરનારને જ ફળ મળે છે. ‘શિવાય ઘા એ પ્રયોગમાં જેમ સ્વનિષ્ઠ ફળ મળે છે, તેમ ઈન્દ્રને ઉદ્દેશીને કરાતા યજ્ઞમાં પણ સ્વનિષ્ઠ ફળ જ પ્રાપ્ત થાય છે. માટે અચેતન રૂ૫ ઈન્દ્રાદિ પદને દેવતા સ્વીકારવામાં કોઈ અનુપપત્તિ નથી, એ પ્રમાણે મીમાંસક કહે છે.