________________
૪૮૮
પ્રતિમાશતક | શ્લોક: ૩૪ નિર્દેશ્યત્વે દેવતાવેં.તે લક્ષણ ઈંદ્રાદિ પદમાં સંભવે નહિ, તેથી ઈંદ્રાદિ પદથી વિશિષ્ટ એવા ઈંદ્રાદિ ચેતન દેવતા સ્વીકારવા પડે તો પણ દેવતાના વિશેષણરૂપ ઈંદ્રાદિપદઅચેતન છે, તેથી દેવતા અચેતન છે એ પ્રકારનો વ્યવહાર પ્રવર્તે છે, માટે ઈંદ્રાદિ પદો જ દેવતા છે, આ પ્રકારનું સમાધાન મિશ્રોક્ત મીમાંસક મત સ્વીકારનાર કરે છે.
અહીં વિશેષ એ છે કે મીમાંસક મત પ્રમાણે દેવતાનું લક્ષણ દેશનાદેશિત ચતુર્થ્યન્તપદ નિર્દેશ્યત્વ છે, અને મિશ્રોક્ત મીમાંસક મત પ્રમાણે દેશનાદેશિત ચતુર્થ્યન્તપદથી નિર્દેશ્યરૂપે ઈંદ્રાદિ પદ સંગત જણાતું નથી, અને મીમાંસકોના સ્વ સિદ્ધાંતમાં અચેતન દેવતા પ્રસિદ્ધ છે, તેથી મિશ્રમીમાંસકમતવાળા કહે છે કે, વાસ્તવિક રીતે દેશનાદેશિત ચતુર્થ્યન્તપદથી વિશિષ્ટ એવા ઈંદ્રાદિ ચેતન જ દેવતા છે, તો પણ મીમાંસકના મતે અચેતન દેવતાનો જે વ્યવહાર છે, તે દેવતાના વિશેષણરૂપ ઈંદ્રાદિ પદને આશ્રયીને સંગત છે. આ પ્રમાણે મિશ્ર દ્વારા સ્વમતની સંગતિ કરાઈ, તે પૂર્વના નૈયાયિકના કથનથી દૂર થાય છે. તે આ રીતે -
પૂર્વમાં નૈયાયિકે મીમાંસક મતને અસત્ કહીને એ સ્થાપન કરેલ કે, ચતુર્થ્યન્તપદને દેવતારૂપે સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી, અને તેની પુષ્ટિ કર્યા પછી સ્વર્ગમાં રહેલા ઈંદ્રને દેવતારૂપે સ્વીકારવા કેમ ઉચિત છે, તેનું યુક્તિથી અને જૈમિનીય સૂત્રથી સ્થાપન કર્યું, એનાથી જ મિશ્રનો મત દૂર થયેલો જાણવો; કેમ કે ઈંદ્રાદિ પદને દેવતારૂપે સ્વીકારી શકાય નહિ. સ્વર્ગમાં રહેલ ઈંદ્રાદિને દેવતા સ્વીકારી શકાય તેમ સ્થાપન કરવાથી, દેવતાના વિશેષણરૂપ ઈંદ્રાદિ પદનું ગ્રહણ કરીને અચેતન દેવતા સ્થાપન કરવા એ ઉચિત નથી, એમ નૈયાયિકનું કહેવું છે. અને તે જ વાતને દઢ કરવા માટે ‘તદ્રપતિ' પછી જે હેતુ કહ્યો, તેનો ભાવ એ છે કે, મિશ્રના કથન પ્રમાણે જ્યારે વિશેષ્ય જ દેવતા તરીકે સિદ્ધ થતા હોય, તો તે દેવતાના વિશેષણરૂપ જે ઈંદ્રાદિ પદો છે, તેને દેવતા સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. તેથી મિશ્રોક્ત મીમાંસકે કહેલ અચેતન દેવતાનો વ્યવહાર સંગત નથી, અને તેને જ સ્પષ્ટ કરવા માટે કહે છે કે, દેવતાના વિશેષણરૂપ પદોને જ દેવતા સ્વીકારીએ તો દરેક દેવતામાં વિશેષણરૂપ તે તે બીજાક્ષરો અનંત છે, અને તે સર્વ બીજાક્ષરો ચતુર્થ્યન્ત નથી, તેથી ચતુર્થ્યન્તપદ નિર્દેશ્યત્વરૂપ દેવતાત્વ તે પદોમાં ઘટી શકે નહિ. માટે ઈંદ્રાદિ પદોને દેવતા સ્વીકારવાં એ અસંગત છે.
અહીં વિશેષ એ છે કે મિશ્ર મત પ્રમાણે દેશનાદેશિતચતુર્મન્તપદવિશિષ્ટ ઈંદ્રાદિ ચેતન દેવતા છે. હવે કોઈ યજ્ઞમાં ‘રૂદ્રીય વાદી' ને બદલે શક્યાય સ્વાહા' ઈત્યાદિ પ્રયોગ કરવામાં આવે ત્યારે, તાદશ પદથી વિશિષ્ટ શક્ર દેવતા બને. પરંતુ તે ઈંદ્ર અને શક્ર જુદા નથી. તેથી સચેતન દેવતા સ્વીકારીએ તો એક જ સ્વીકારી શકાય. અને દેવતાના વિશેષણરૂપ પદને દેવતા માનીએ તો દેશનાદેશિત ચતુર્થ્યન્તપદરૂપ ઈંદ્ર, શક્ર આદિ પદો અનેક થઈ જાય. તેથી ગૌરવ દોષ આવે. અને તે સર્વ પદો ચતુર્થ્યન્તરૂપ હોતા નથી, જેમ “વૃતિઃ સ્વાહા' એ પદ ચતુર્થ્યન્ત નથી, તેથી તે પદોને દેવતારૂપે સ્વીકારી શકાય નહિ, પરંતુ સચેતન એવા દેવતાને જ દેવતારૂપે સ્વીકારી શકાય. એ પ્રકારનો નૈયાયિકનો અભિપ્રાય છે અને તે બતાવવા જ તૈયાયિકે કહ્યું કે, બીજાક્ષરોનું અનંતપણું છે, અને બધા બીજાક્ષરો ચતુર્થ્યન્તપદવાળા નથી.
ઉત્થાન :
પૂર્વમાં મિશ્રોક્ત મીમાંસક મતને યાયિકે દોષ આપેલો કે અચેતનરૂપ પદને દેવતા માનશો તો તે તે