________________
૪૮૬
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૪ જૈમિનીય સૂત્રમાં અગ્નિદેવતાને તિર્યફ એટલા માટે કહેલ છે કે વિશિષ્ટ અંતઃસંજ્ઞાનો વિરહ છે, અને પંગુ એટલા માટે કહેલ છે કે પ્રચરણનો અભાવ છે, અને તે દેવતા વિઠ્યાર્ષેય છે, તેનો અર્થ કરતાં કહે છે કે, ત્રણ દષ્ટિ, શ્રુતિ અને વાણી, આર્ષેય ઋત્વિમ્ યોગ્ય સ્થાને યોગ્ય, વિમુખ્ય છે જેઓને તે વિદ્યાર્ષેય છે. અને યજ્ઞમાં અગ્નિદેવતાને ચક્ષુ નથી, કાન નથી અને વાણી નથી, તેથી તે અંધ છે, બધિર છે અને મૂક છે, તેને કારણે અગ્નિદેવતા દર્શન, શ્રવણ અને ઉચ્ચારણને અસમર્થ છે. એથી કરીને અગ્નિદેવતાને વિચાર્ષેય કહેલ છે. વિશેષાર્થ:
જૈમિનીય સૂત્ર પ્રમાણે ત્રણ શિખાવાળો અગ્નિ યજ્ઞમાં કરવામાં આવે છે, અને તે અગ્નિ યજ્ઞને માટે થાય છે તેથી તેને ઋત્વિગુ યોગ્ય કહેલ છે. અને તે અગ્નિને ચહ્યું નથી, કાન નથી અને જીભ નથી, તે બતાવવા અર્થે ત્રણ આર્ષેય વિમુખ્ય છે જેમને એમ કહેલ છે, અને તેવા દેવતાઓનો અહીં અધિકાર છે, અન્ય દેવતાઓનો નહિ, એ પ્રકારે જૈમિનીય સૂત્રનો ભાવ છે. ટીકાર્ચ -
ત્તિ . તેવતાના, એથી કરીને અથત આવા પ્રકારનું અગ્નિનું સ્વરૂપ છે એથી કરીને, ત્રણ પ્રવરોનો જ અધિકાર છે અર્થાત્ તિર્થક, પંગુ અને વિદ્યાર્ષેયરૂપ ત્રણ પ્રવરોનો જ પ્રસ્તુત યજ્ઞમાં અધિકાર છે; અર્થાત્ જૈમિનીય સૂત્ર જે યજ્ઞને ઉદ્દેશીને અધિકાર બતાવવા માટે પ્રવૃત્ત છે, તે યજ્ઞમાં ત્રણ પ્રવરનો જ અધિકાર છે, પરંતુ એક-બે કે ચાર પ્રવરવાળા દેવતાઓનો અધિકાર નથી. આનાથી એ પ્રાપ્ત થયું કે, ત્રણ પ્રવરવાળા અગ્નિદેવતા છે, બીજા દેવતાઓ કોઈ એક પ્રવરદિવાળા છે, તેઓનો અહીં અધિકાર નથી. ઉત્થાન :
એક પ્રવરાશિવાળા દેવતાઓનો અધિકાર કેમ નથી ? તે બતાવતાં કહે છે - ટીકાર્ચ -
કવેર .. કયોર્ . અભેદપણા વડે સંપ્રદાતત્વનો અયોગ હોવાથી અનધિકાર છે. વિશેષાર્થ :
અગ્નિમાં હોમ કરવાથી તે ત્યાગ કરાયેલ વસ્તુનું અભેદપણાથી સંપ્રદાન થાય છે, માટે પ્રસ્તુત યજ્ઞમાં તેનો અધિકાર છે. અને એક પ્રવરાદિવાળા દેવતાઓ માટે ત્યાગ કરવામાં આવે તો તે ત્યાગનું અભેદથી સંપ્રદાન સંભવે નહિ, માટે તેમનો અધિકાર નથી.
અહીં વિશેષ એ છે કે, અગ્નિમાં જે હવિષ નાંખવામાં આવે છે, તે સ્વયં અગ્નિરૂપે પરિણમન પામે છે, તેથી તે હવિષ્યનું અગ્નિરૂપ દેવતાને અભેદથી સંપ્રદાન થાય છે, તેથી તેનો પ્રસ્તુત યજ્ઞમાં અધિકાર છે.