________________
૪૮૦
ટીકાર્ય :
પ્રતિમાશતક | શ્લોક : ૩૪
तच्च ગપ્રયોગ ત્વાત્, અને તે પરિશેષથી સ્વામિત્વાદિરૂપ છે. એથી કરીને=‘થ' થી તૈયાયિકે જે અનુમાન કર્યું એથી કરીને, દેવતાચૈતન્ય સિદ્ધ થાય છે અર્થાત્ ચેતન દેવતા સિદ્ધ થાય છે. એ પ્રમાણે તૈયાયિક કહે તો તેનો ઉત્તર આપતાં મીમાંસક કહે છે કે, એમ ન કહેવું. કેમ કે તારો હેતુ (નૈયાયિકનો હેતુ) અપ્રયોજક છે.
ઉત્થાન ઃ
અહીં પૂર્વપક્ષી કહે કે, ઈંદ્રાદિને ઉદ્દેશીને ત્યાગ કરવાનું વેદમાં કહેલ હોવાથી, અને વેદ નિરર્થક ચેષ્ટાનો ઉપદેશ આપે નહિ તેથી, તે ત્યાગનું ફળ દેવતાને કાંઈક મળે છે તેમ સ્વીકારવું ઉચિત છે. એ પ્રકારની શંકાને સામે રાખીને મીમાંસક બીજો હેતુ કહે છે -
ટીકાર્ય ઃ
.....
तन्निष्ठ • ઉદ્દેશેન । તન્નિષ્ઠ=દેવતાનિષ્ઠ, કાંઈક જનન માટે કરાતા યજ્ઞનું ઔપાધિકપણું છે, જે કારણથી હવિનો ત્યાગ દેવતાનિષ્ઠ કિંચિત્ ઉદ્દેશથી કરાતો નથી, પરંતુ સ્વનિષ્ઠ ફળના ઉદ્દેશથી કરાય છે. વિશેષાર્થ :
‘ઝથ’ થી તૈયાયિક અનુમાન કરે છે કે, યજ્ઞમાં દેવતાને ઉદ્દેશીને જે ત્યાગ કરવામાં આવે છે, તેનાથી દેવતાને કાંઈક પ્રાપ્ત થાય છે. અને તેમાં હેતુ કહે છે કે, દેવતાને ઉદ્દેશીને કરાયેલ ત્યાગ દેવતાના સ્વરૂપનો અજનક હોતે છતે, દેવતાને કાંઈક પ્રાપ્ત થાય એ પ્રકારના ઉદ્દેશથી કરાય છે. અને તેમાં દૃષ્ટાંત આપ્યું કે, બ્રાહ્મણના ઉદ્દેશથી જેમ ત્યાગ કરવામાં આવે છે, તેમ
આનાથી એ ફલિત થયું કે, બ્રાહ્મણના ઉદ્દેશથી જે ત્યાગ કરાય છે, તેનાથી બ્રાહ્મણને કાંઈક પ્રાપ્ત થાય છે. તે જ રીતે યજ્ઞમાં જે પદાર્થોની આહુતિ આપવામાં આવે છે, તે આહુતિઓ દેવતાના સ્વરૂપરૂપે બની જતી નથી, પરંતુ દેવતાને કાંઈક પ્રાપ્ત થાય તે ઉદ્દેશથી આપવામાં આવે છે.
અહીં પ્રશ્ન થાય કે, દેવતાને શું પ્રાપ્ત થઈ શકે ? તેથી કહે છે કે, યજ્ઞમાં અપાયેલ આહુતિઓ દેવતાના સ્વરૂપરૂપે થતી નથી. તેથી પરિશેષથી એ નક્કી થાય છે કે, આ યજ્ઞનો સ્વામી દેવતા છે, તેથી દેવતાને તે યજ્ઞના સ્વામિત્વની પ્રાપ્તિ થાય છે. અને ‘સ્વામિત્વવિ’ કહ્યું, ત્યાં ‘આદિ’ પદથી દેવતાને તે યજ્ઞમાં મમકાર થાય છે, અર્થાત્ ‘આ યજ્ઞનો હું સ્વામી છું અને આ યજ્ઞ મારો છે', એ પ્રકારનો પરિણામ થાય છે. તેથી એ સિદ્ધ થાય કે, આવો દેવતા અચૈતન્ય પદ હોઈ ન શકે, માટે દેવતાચૈતન્ય છે એમ સિદ્ધ થાય છે. એ પ્રકારે નૈયાયિકનું કહેવું છે.
અહીં નૈયાયિકે જે પ્રસ્તુત અનુમાન કર્યું, તેમાં હેતુના વિશેષણરૂપે સત્યન્ત પદ કહેલ છે, અને તે કહેવાથી દહીંમાં વ્યભિચાર દોષનું વારણ થાય છે; કેમ કે દહીં પણ ઘીના ઉદ્દેશથી કરાય છે, પરંતુ દહીં ઘીસ્વરૂપે