________________
૪૯
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૪ ટીકાર્ચ -
વૃતિદોને ..... વિદ્યાનાર્ વૃતિહોમમાં ધૃતિત્યાદિના દેવતાપણાની રક્ષા માટે ગ્રાન્ત- એ પ્રમાણે પદ વસુન્નતા ઈત્યર્થક છે; કેમ કે “થતિઃ સ્વાદા' ઈત્યાદિમાં પ્રથમા જચતુર્થી અર્થે વિધાન છે. વિશેષાર્થ:
દેવતાના લક્ષણમાં જે ચતુર્થ્યન્ત ભાગ છે, ત્યાં ચતુર્મન્તનો અર્થ ‘ચતુર્થ્યન્તતા' કરવાનો છે; અર્થાત્ ભાવમાં ‘તા' પ્રત્યય લગાવવાનો છે. તેથી વૃતિઃ સ્વાહા માં ચતુર્થ્યન્ત પદ નથી, તો પણ પ્રથમ વિભક્તિનું ચતુર્થી અર્થે જ વિધાન છે. તેથી વૃતિઃ સ્વાદ પ્રયોગમાં ચતુર્થ્યન્ત પદ નહિ હોવા છતાં ચતુર્મન્તનો ભાવ છે, તેથી ચતુર્મન્તતા છે. તેથી વૃતિઃ સ્વાદા એ પ્રકારના પ્રયોગથી થતા યજ્ઞમાં ધૃતિ દેવતારૂપે ઘટે છે, તેથી ત્યાં લક્ષણની અવ્યાપ્તિ નથી.
ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી નૈયાયિક મીમાંસકને કહે કે, અચેતન દેવતા કહેવા ઉચિત નથી, પરંતુ દેવતાને ચેતન રૂપે સ્વીકારવા જ ઉચિત છે. તેથી તેની યુક્તિનું અથ થી ઉત્થાન કરીને મીમાંસક નિવારણ કરતાં કહે છે – ટીકાર્ય -
હાથ ..... ચાવ, દેવતાના ઉદ્દેશથી હવિત્યાગ દેવતાનિષ્ઠ કિંચિત્ જનક છે, કેમ કે તસ્વરૂપનું અર્થાત્ દેવતાના સ્વરૂપનું અજનક હોતે છતે તત્ ઉદ્દેશથી અર્થાત્ દેવતાના ઉદ્દેશથી ક્રિયમાણપણું છે. બ્રાહ્મણ ઉદ્દેશ્યક ત્યાગની જેમ..
પ્રસ્તુત અનુમાનમાં દેવતાના ઉદ્દેશથી કરાતો હરિનો ત્યાગ એ પક્ષ છે, દેવતાનિષ્ઠ કિંચિત્ જનકત્વ એ સાધ્ય છે અને તસ્વરૂપનું અજનક હોતે છતે તત્ ઉદ્દેશથી ક્રિયમાણપણું એ હેતુ છે. ઉત્થાન :
અહીં પ્રસ્તુત અનુમાનમાં જે હેતુ છે, તેમાં વિશેષણરૂપ સત્યન્ત પદ . તે મૂકવાનું પ્રયોજન બતાવતાં કહે છે – ટીકાર્ય -
મૃતોદેશે .સત્યન્તમ્ ા વૃતના ઉદ્દેશથી કરાતા દધિમાં વ્યભિચાર વારવા માટે સત્યત પદ છે. ઉત્થાન :
આ પ્રકારના અનુમાનથી સિદ્ધ થયું કે, દેવતાના ઉદ્દેશથી હવિમાં કરાયેલ ત્યાગ દેવતાનિષ્ઠ કાંઈક પેદા કરે છે, ત્યાં કાંઈક શું છે તે બતાવતાં કહે છે –