________________
૪૮૧
પ્રતિમાશતક/ શ્લોકઃ ૩૪ પરિણમન પામે છે, માટે તસ્વરૂપ અજનક– સતિ એમ કહેવાથી આ હેતુ દહીંમાં જશે નહિ; કેમ કે દહીં, ઘીના ઉદ્દેશથી કરાતું હોવા છતાં ઘીના સ્વરૂપનું જનક છે, અજનક નથી. માટે પ્રસ્તુત અનુમાનમાં કરાયેલા હેતુને અલક્ષ્યરૂપ દહીંમાં જવાની આપત્તિના નિવારણ અર્થે તસ્વરૂપ અજનકત્વરૂપ વિશેષણ આપેલ છે. અને પ્રસ્તુતમાં જે દેવતાના ઉદ્દેશથી હરિનો ત્યાગ કરાય છે, તે, દહીં જેમ ઘીસ્વરૂપે પરિણમન પામે છે, તેમ કવિ પોતે દેવતારૂપે પરિણમન પામતું નથી, તેથી તે પવિત્યાગ દેવતાના સ્વરૂપનું અજનક છે. અને દેવતાના ઉદ્દેશથી જે હવિત્યાગ કરાય છે તે પવિત્યાગ દેવતાની અંદરમાં સ્વામિત્વાદિ પરિણામરૂપ કાંઈક ભાવ પેદા કરે છે; કેમ કે દેવતાને ઉદ્દેશીને કરાયેલ વસ્તુ દેવતાને કાંઈ ન કરતી હોય તો તે કરવાનું કોઈ પ્રયોજન નથી.
તે જ વાત દૃષ્ટાંતથી બતાવે છે કે, જેમ બ્રાહ્મણને ઉદ્દેશીને ગોદાનાદિ કાંઈક ત્યાગ કરાય છે, તે ગાયનું સ્વામિત્વ બ્રાહ્મણને પ્રાપ્ત થાય છે, તે સાક્ષાત્ પ્રત્યક્ષ દેખાય છે; જ્યારે દેવતાને ઉદ્દેશીને કાંઈક ત્યાગ કરાય છે, ત્યારે દેવતા પ્રત્યક્ષ નહિ હોવાથી તેને પ્રાપ્ત થતા સ્વામિત્વાદિ ફળને અનુમાનથી જાણી શકાય છે. તેથી જ તૈયાયિકે પ્રસ્તુત અનુમાન કરેલ છે; અને તે અનુમાનમાં દેવતાનિષ્ઠ કિંચિત્ જનક છે, એમ જે સિદ્ધ કર્યું, તે શું હોઈ શકે, તે બતાવતાં કહે છે કે, ત્યાગના ફળનો જે સ્વામી હોય તે જડ પદાર્થ સંભવી શકે નહિ; જેમ ગોત્યાગના ફળનો સ્વામી બ્રાહ્મણ છે, તે જેમ ચેતન સ્વરૂપ છે, તેમ હવિત્યાગના ફળનો સ્વામી જે ઈંદ્રાદિ છે, તે ચેતન સ્વરૂપ જ માનવો પડે, પણ જડસ્વરૂપ ઈંદ્રપદ ગ્રહણ થઈ શકે નહિ. એથી કરીને દેવતાચૈતન્ય સિદ્ધ થાય છે.
આ રીતે થી નૈયાયિકે દેવતાચૈતન્ય સિદ્ધ કર્યું, ત્યાં મીમાંસક તૈયાયિકને કહે છે કે, તારો હેતુ અપ્રયોજક છે; અને અપ્રયોજક હેતુ એ કહેવાય કે, પૂર્વપક્ષને પક્ષમાં હેતુ માન્ય હોય, પરંતુ એ હેતુ સાધ્યનો ગમક ન હોય. અને પ્રસ્તુતમાં ઈંદ્રાદિને ઉદ્દેશીને થતા યજ્ઞમાં તસ્વરૂપનો અજનક હોતે છતે તદ્ ઉદ્દેશથી ક્રિયમાણપણારૂપ હેતુ મીમાંસકને માન્ય છે, પરંતુ દેવતાનિષ્ઠસ્વામિત્વરૂપ ફલજનકપણે તેને માન્ય નથી. તેથી મીમાંસક તૈયાયિકને કહે છે કે, તારો હેતુ સાધ્યને સાધવા માટે અપ્રયોજક છે. અને એમ કહીને મીમાંસકને એ કહેવું છે કે, જેમ કોઈ વ્યક્તિ કોઈને ઉદ્દેશીને ત્યાગ કરે, તે ત્યાગનું ફળ તેને મળે એવો નિયમ નથી, જેમ જૈનમત પ્રમાણે ભગવાનને ઉદ્દેશીને પૂજાદિમાં જે ત્યાગ કરાય છે, તેનું સ્વામીપણું ભગવાનને પ્રાપ્ત થતું નથી. તેવી રીતે મીમાંસકના મતે ઈંદ્રાદિને ઉદ્દેશીને યજ્ઞમાં કરાતા ત્યાગના ફળનું સ્વામિત્વ ઈંદ્રરૂપ ચેતન વ્યક્તિને મળતું નથી. તેથી તારો હેતુ સાધ્ય સાધવા માટે અપ્રયોજક છે.
આ રીતે હેતુને અપ્રયોજક કહેવાથી પ્રશ્ન થાય કે, વેદમાં બતાવેલ યજ્ઞ તો દેવતાનિષ્ઠ કાંઈક પેદા કરવા માટે જ કહેલ છે, તો એ વાત કઈ રીતે સંગત થાય ? તેથી કહે છે કે, વેદમાં કહેલા યજ્ઞથી દેવતાનિષ્ઠ કાંઈક પેદા કરવા માટે ક્રિયમાણત્વનું કથન છે તે ઔપાધિક છે; અર્થાત્ વાસ્તવિક રીતે તે હવિનિષ્ઠ ત્યાગ દેવતાનિષ્ઠ કાંઈક ફળના ઉદ્દેશથી કરાતો નથી, પરંતુ સ્વનિષ્ઠ સ્વર્ગાદિ ફળને ઉદ્દેશીને કરાય છે. આમ છતાં, આ યજ્ઞ દ્વારા “સ્વાહા' આદિનો પ્રયોગ કરીને જે અગ્નિમાં આહુતિ અપાય છે, તે દેવતાને અર્પણ કરાય છે, એ પ્રકારનો ઉપચારમાત્ર છે. તેથી તે કથન ઔપાધિક છે.