________________
૪૭૮
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૪ વાક્યાથે પૂર્વમાં કર્યો, ત્યાં ઈંદ્રપદ સ્વપર છે; અર્થાત્ ઈંદ્રપદ ઈંદ્રપદનું જ વાચક છે, જેથી કરીને અચેતન જ દેવતા છે.
છે “રૂતિ વેતનૈવ વૈવતા' અહીં ‘તિ' શબ્દ ‘ન્દ્રીય સ્વાહા' થી માંડીને પર્યાયાન્તરે [[પ એ સંપૂર્ણ અર્થનો પરામર્શક છે. કેમ કે એનાથી એ પ્રાપ્ત થયું કે, “ફુન્દ્રીય સ્વાહા' આદિ પ્રયોગમાં ઈન્દ્રાદિ પદો ઈંદ્રાદિ પદના જ વાચક છે, પરંતુ ઈંદ્રાદિ દેવતાના નહિ. આથી કરીને ઈંદ્રાદિ પદોરૂપ અચેતના જ દેવતા છે.
ઉત્થાન :
મીમાંસકમતે અગ્નિ પ્રજાપતિ માટે કોઈ યજ્ઞ કરવાનું પ્રસિદ્ધ છે, જેમ હેન્દ્ર ધિ મવતિ ઈંદ્ર સંબંધી દધિયજ્ઞ થાય છે, તેમ અગ્નિ પ્રજાપતિ માટે પણ કોઈ યજ્ઞ થાય છે. ત્યાં ‘મન, કનીપતયે' એ પ્રમાણે પ્રયોગ ન કરતાં ન પ્રનાપતિમ્યાં સ્વાહા એ પ્રમાણે પ્રયોગ કેમ થાય છે ? તે બતાવવા અર્થે કહે છે - ટીકાઃ
ય ....... કયો . જે કારણથી અગ્નિ અને પ્રજાપતિ માટે (કોઈક યજ્ઞ કરાવવો જોઈએ, આ વાક્ય અધ્યાહાર છે) ઈત્યાદિ પ્રયોગમાં દેવતાઢય કલ્પનામાં ગૌરવ થવાથી અને વાક્યભેદનો પ્રસંગ આવવાથી અને કારના બલથી વિશિષ્ટતું જ દેવતાપણું છે, તે કારણથી ‘ન નાપતિમ્યાં સ્વાદા' એ પ્રકારે જ પ્રયોગ થાય છે. વિશેષાર્થ :
અગ્નિ અને પ્રજાપતિ માટે કોઈક યજ્ઞ છે, એ પ્રકારના વાક્યપ્રયોગમાં અગ્નિપદ અને પ્રજાપતિપદરૂપ બે દેવતાની કલ્પના કરવામાં ગૌરવદોષ પ્રાપ્ત થાય છે, અને નયે સ્વાદ પ્રજ્ઞાપતયે વાહ આ રીતે વાક્યભેદનો પ્રસંગ આવે છે; અર્થાત્ બે વાક્ય કરવાનો પ્રસંગ આવે છે. તેથી અહીં ચકારના બળથી= ‘કન પ્રજ્ઞાપતયે વ' એ વાક્યમાં રહેલા ‘' શબ્દના બળથી વિશિષ્ટનું જ દેવતાપણું છે; અર્થાત્ અગ્નિ અને પ્રજાપતિ ઉભયવિશિષ્ટનું જ દેવતાપણું છે; અર્થાત્ અગ્નિ અને પ્રજાપતિપદરૂપ એક દેવતા છે, અને એ કારણથી તે યજ્ઞમાં ન સ્વાદી, પ્રજ્ઞાપતયે ચાહીં એ પ્રકારનો પ્રયોગ થતો નથી, પરંતુ નિપ્રનાતિમ્યાં સ્વાદ એ જ પ્રયોગ થાય છે. ઉત્થાન :
મીમાંસકે દેવતાનું લક્ષણ દેશનાદેશિત ચતુર્મન્તપદનિર્દેશ્યત્વ કર્યું, તેથી ધૃતિહોમમાં લક્ષણની અવ્યાપ્તિ થાય છે; કેમ કે ધૃતિહોમમાં ધૃતિઃ સ્વાદ એ પ્રકારનો પ્રયોગ થાય છે. તેથી ત્યાં ચતુર્થ્યન્તપદ નહિ હોવાને કારણે ચતુર્થ્યન્તપદ નિર્દેશ્યત્વ નથી. તેથી લક્ષ્યમાં લક્ષણની અવ્યાપ્તિ દોષના નિવારણ અર્થે લક્ષણનો પરિષ્કાર કરે છે –