________________
૪૬૨
પ્રતિમાશતક | શ્લોક: ૩૪ વિશેષાર્થ :
વીતરાગ એવા દેવતાને ઉદ્દેશીને તેમની ભક્તિ અર્થે જ્યારે જિનભવનાદિ કરાવાય છે, ત્યારે જે સ્વ સંપત્તિનો ત્યાગ છે તે નિશ્ચયથી આત્મઉદ્દેશથી જ છે; કેમ કે જેમ અન્ય લોકો માને છે કે, દેવતાને ઉદ્દેશીને જે યજ્ઞ કરાવાય છે, તે યજ્ઞમાં આહુતિ દ્વારા અર્પણ કરાયેલ વસ્તુ તે દેવતાને પ્રાપ્ત થાય છે, અને તેનાથી ખુશ થઈને તે દેવ આપણા ઈચ્છિતની સિદ્ધિ કરે છે, પરંતુ વીતરાગ દેવમાં આવું સંભવે નહિ. વીતરાગ દેવમાં જે દેવતાપણું છે તે વીતરાગપણારૂપ છે. આથી કરીને જે વ્યક્તિ વીતરાગની ભક્તિના ઉદ્દેશથી ત્યાગ કરે છે, ત્યારે તેને વીતરાગપણા પ્રત્યે બહુમાનભાવ વૃદ્ધિ પામે છે અને તેનાથી ધ્યાન પ્રગટે છે, અને ધ્યાનની અતિશયતા થવાથી સમાપત્તિ પ્રગટે છે. અને જ્યારે વીતરાગની સાથે સમાપત્તિ થાય છે, ત્યારે પોતે વીતરાગરૂપ છે, એ પ્રકારની પ્રતીતિ થાય છે. તેથી વીતરાગપણાનું સ્વાત્મામાં ઉન્નયન થાય છે. તેથી વીતરાગ દેવતાને ઉદ્દેશીને પૂજામાં કરાયેલ ત્યાગ તે પરંપરાએ સ્વની પરમાત્મા સાથે સમાપત્તિ માટે કરાય છે. તેથી પરમાર્થથી આત્મોદ્દેશન જ તે ત્યાગ છે.
અહીં વિશેપ એ છે કે, લૌકિક યાગાદિ સંસારના આશયને ઉદ્દેશીને કરવામાં આવે છે, અને દ્રવ્યસ્તવ એ વીતરાગને ઉદ્દેશીને વ્યવહારનયથી થાય છે, પરંતુ નિશ્ચયનયથી તો વીતરાગપણારૂપ આત્માના ભાવને ઉદ્દેશીને જ કરાય છે. અને તેનાથી એ પ્રાપ્ત થાય છે, આત્માનો વીતરાગપણારૂપ જે ભાવ છે, તેને પ્રગટ કરવા માટે વ્યવહારનયથી આત્માથી ભિન્ન એવા વીતરાગને પૂજીને આત્માના વીતરાગપણાનાં પ્રતિબંધક એવાં કર્મોનો નાશ કરવા માટે દ્રવ્યસ્તવ કરવામાં આવે છે. તેથી લૌકિક યાગમાં અગ્નિમાં હવિષ આદિનો પ્રક્ષેપ કરાય છે, તેમ અહીંયાં વીતરાગપણાની અભિમુખ એવા આત્માના ભાવરૂપ અગ્નિમાં કર્મરૂપ ઇંધનનો પ્રક્ષેપ કરવામાં આવે છે, તેથી તેને ભાવયજ્ઞ કહેવાય છે. કેમ કે દ્રવ્યયાગમાં જેમ દ્રવ્ય અગ્નિ હોય છે, તેમ અહીંયાં ભાવયાગમાં આત્માના વિશુદ્ધ ભાવરૂપ અગ્નિ છે, તે બતાવવા માટે દ્રવ્યસ્તવને ભાવયજ્ઞ કહેલ છે. તેથી ’ થી પૂર્વપક્ષીએ જે કહેલ કે, લૌકિક યાગને દ્રવ્યયજ્ઞ અને દ્રવ્યસ્તવને ભાવયજ્ઞ કહીશું, તેના કરતાં ગ્રંથકારના સમાધાનમાં ભેદ પડે છે. કેમ કે કેવલ લૌકિક યાગને દ્રવ્યયજ્ઞ અને ભગવાનની પૂજાને ભાવયજ્ઞ કહીએ, તો તે રીતે સ્તુતિ સામાન્યને દ્રવ્યસ્તવ અને ભગવાનની પૂજાને ભાવસ્તવ કહેવાની આપત્તિ આવે. પરંતુ તે અર્થમાં દ્રવ્યસ્તવને ભાવયજ્ઞ કહેલ નથી, પણ આત્માના કર્મરૂપ ઇંધનને બાળે છે, તે બતાવવા માટે ભાવયજ્ઞ કહેલ છે.
નિયાયિકો દેવતાનું લક્ષણ કરે છે, તે બતાવતાં કહે છે -
ટીકા -
योगास्तु 'देवतात्वं मन्त्रकरणकहविनिष्ठफलभागित्वेनोद्देश्यत्वम् । अतश्चतुर्थी विनापीन्द्रादेदेवतात्वम्, हविर्निष्ठफलं स्वत्वम् अतो न त्यागजन्यस्वर्गरूपफलाश्रयकर्त्तर्यतिव्याप्तिः । न च मन्त्रं विनेन्द्राय स्वाहेत्यनेन त्यागे देवतात्वं न स्यादिति वाच्यम्, मन्त्रकरणकत्यागान्तरमादाय देवतात्वात्, स्वाहास्वधान्यतरस्यैव प्रकृते मन्त्रत्वाच्च । पित्रादीनां स्वधया त्यागे देवतात्वं न तु प्रेतस्य, नम:पदेनैव