________________
४७०
પ્રતિમાશતક | શ્લોક : ૩૪ 1 તેઓની પ્રતિષ્ઠા તેમની મૂર્તિમાં કરવામાં આવે તો તેનાથી કોઈ સ્થાને આ પ્રતિમારૂપ હું છું, અને તેમને અપાતી વસ્તુ મને (સરાગદેવને) પ્રાપ્ત થાય છે, તેવી બુદ્ધિ થાય છે. તેથી તેઓમાં ‘મંત્રરાઇવિનિષ્ઠનમાળિત્ત્વનોદ્દેશ્યત્વમ્’ આ દેવતાનું લક્ષણ જશે, તેથી તેઓ દેવતા કહેવાશે. તેથી કહે છે કે રાગવિડંબિતોએ જ સરાગદેવતાને દેવ તરીકે સ્વીકા૨વા યોગ્ય છે, રાગદશાથી પર થવાની ઈચ્છાવાળા યોગીઓ તેવા દેવતાને દેવતારૂપે સ્વીકારતા નથી.
આથી તૈયાયિકોએ કરેલ દેવતાનું લક્ષણ બાલચેષ્ટારૂપ છે; કેમ કે યોગીઓને પૂજનીય એવા સાચા દેવતામાં એ લક્ષણ જતું નથી, અને તુચ્છ એવા સરાગી દેવતામાં જાય તેવું લક્ષણ કરીને નૈયાયિકે પોતાની મૂર્ખતાનું જ પ્રદર્શન કર્યું છે.
અહીં વિશેષ એ છે કે, પૂર્વમાં નૈયાયિકે જે દેવતાનું લક્ષણ કર્યું, તે બાલચેષ્ટારૂપ છે, અને તેમાં યોગીનાં ...થી... અમ્યુવનન્તુમર્હત્વાર્ । સુધી હેતુ છે, અને આ રીતે ઉપાસક આત્માને દેવતારૂપે ઉપાસનીય વીતરાગ જ બની શકે. અને નૈયાયિકે જે લક્ષણ કર્યું, તેમાં વિર્નિષ્ઠ ફળ સ્વત્વ છે તેમ કહ્યું, તેનાથી નક્કી થાય છે કે જે દેવતાને ઉદ્દેશીને હોમ કરાય છે, તે દેવતાને ત્યાં સ્વત્વની બુદ્ધિ થાય છે, અને નૈયાયિક તે દેવને જ દેવતા કહે છે. પરંતુ વીતરાગને કોઈ તેમના નિમિત્તે યજ્ઞ કરે તેમાં સ્વત્વ બુદ્ધિ સંભવી શકે નહિ, તેથી કરીને નૈયાયિકનું લક્ષણ વીતરાગદેવતામાં ઘટે નહિ, પરંતુ સરાગદેવતામાં જ સંભવી શકે. અને જે લોકો સંસારમાં ભૌતિક પદાર્થના અર્થી છે, તેવા રાગથી વિડંબિત જીવો જ એવા સરાગદેવતાની ઉપાસના કરે; પરંતુ યોગીઓ કરે નહિ. તેથી તૈયાયિકનું તે લક્ષણ અનુચિત ચેષ્ટારૂપ છે, એ પ્રકારનો આશય છે.
ઉત્થાન :
નૈયાયિકના દેવતાના લક્ષણના કથન પૂર્વે તેવતાત્વ વીતરાપત્યું' એ કથનથી નિશ્ચયનયને આશ્રયીને વીતરાગને દેવતારૂપે ગ્રંથકારે સ્થાપન કરેલ. હવે નૈયાયિકે કરેલ લક્ષણમાં અસંગતિ બતાવીને તેની સદશ વીતરાગદેવમાં ઘટે તેવું લક્ષણ વ્યવહારનયને આશ્રયીને બતાવતાં કહે છે -
અથવા
શાસ્ત્રમાં ભગવાનની પૂજા કરતી વખતે મંત્રપૂર્વક ફળ-નૈવેદ્ય આદિ ધરાવવાની વિધિ છે, અને મંત્રપૂર્વક કરાતી ત્યાગની ક્રિયામાં વિશેષ ફળ પ્રાપ્ત થાય છે, તેને સામે રાખીને દેવતાનું લક્ષણ વ્યવહારનયથી બતાવતાં કહે છે –
ટીકા ઃ
वीतरागोद्देशेन कृतात्समन्त्रात्कर्मणोऽध्यवसायानुरोधिफलाभ्युपगमे तु मन्त्रकरणकोपासनेतिकर्त्तव्यतालम्बनत्वमेव देवतात्वमिति युक्तम् । संसारिदेवत्वं च देवगतिनामकर्मोदयवत्त्वम्, संसारिषु संसारगामिनामितरेषु चेतरेषां भक्तिः स्वरससिद्धेति योगतन्त्रप्रसिद्धम् । तदुक्तं योगदृष्टिसमुच्चये -