________________
પ્રતિમાશતક | શ્લોક : ૩૪ વિશેષાર્થ :
૪૬૯
મૃતપત્નીને ઉદ્દેશીને કરાતા યજ્ઞમાં પત્ની અને અન્ય કોઈ અભિમત દેવતા ઉદ્દેશ્ય તરીકે છે, અને ઉદ્દેશ્યતા પત્ની અને અન્ય કોઈ અભિમત દેવતા બંનેમાં છે. અને ઉદ્દેશ્યતાવચ્છેદકથી અવિચ્છિન્ન ઉદ્દેશ્યત્વ ગ્રહણ કરીએ તો પ્રસ્તુત યજ્ઞમાં પત્ની અને અન્ય દેવતા બંને ઉદ્દેશ્યરૂપે સિદ્ધ થાય. તેથી કેવલ પત્નીના દેવતાપણાનું વારણ થાય છે; અર્થાત્ પ્રસ્તુત યજ્ઞમાં માત્ર પત્ની દેવતારૂપે સિદ્ધ થતી નથી, પરંતુ પત્ની અને અન્ય દેવતા બંને દેવતારૂપે સિદ્ધ થાય છે.
અહીં વિશિષ્ટત્યેન ઉદ્દેશ્યપણું કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, ઉદ્દેશ્યતાવચ્છેદકાવચ્છિન્ન એવું ઉદ્દેશ્ય ગ્રહણ કરવાનું છે. તેથી ઉદ્દેશ્યતાવચ્છેદકાવચ્છિન્નત્વ એ વિશેષણ બન્યું અને તે વિશેષણથી વિશિષ્ટ એવું ઉદ્દેશ્ય બન્યું. અહીં વિશિષ્ટનું દેવતાપણું છે એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, કેવલ પત્નીનું દેવતાપણું નથી, અને કોઈ અન્ય દેવતાનું પણ દેવતાપણું નથી, પરંતુ ઉદ્દેશ્યતાવચ્છેદકાવચ્છિન્ન એવા વિશેષણથી વિશિષ્ટનું જ દેવતાપણું છે; અર્થાત્ પત્ની અને અન્ય કોઈ દેવતા એમ ઉભયરૂપ વિશિષ્ટનું અર્થાત્ ઉભયનું જ દેવતાપણું છે.
એ પ્રમાણે=પૂર્વમાં દેવતાનું લક્ષણ કર્યું અને પછી ત્યાં આવતા દોષોનું વારણ કરીને જે દેવતાનું લક્ષણ કર્યું એ પ્રમાણે, નૈયાયિકો કહે છે તે બાલચેષ્ટામાત્ર છે.
કહેવાનો આશય એ છે કે, નૈયાયિકના મતમાં દેવતાનું લક્ષણ ‘મંત્રજરાજ વિનિઘ્યમાશિત્વેનોદેશ્યત્વમ્’ અર્થાત્ મંત્ર જેમાં કરણરૂપ છે એવી હોમની ક્રિયાથી જે હોમ-હવન કરાય છે, તેમાં રહેલું ફળ જે દેવતાને પ્રાપ્ત થાય છે, તે દેવતા તે ફળના ભાગી છે; અને તે રીતે દેવતાને ઉદ્દેશ્ય બનાવીને જે યજ્ઞ કરાય છે, તેમાં રહેલું જે ઉદ્દેશ્યત્વ છે, તે જ દેવતાપણું છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, મંત્રપૂર્વક હોમ કરવાથી તે હોમમાં નંખાતી વસ્તુઓ તે દેવતાને પ્રાપ્ત થાય છે, તેથી તે દેવતા તુષ્ટ થઈને ભક્તિ કરનારને વાંછિત ફળ આપે છે, એ પ્રમાણે નૈયાયિકો કહે છે તે તેઓની બાલચેષ્ટામાત્ર છે. કેમ કે યોગીઓને ઉપાસનીય એવા વીતરાગદેવની પ્રસિદ્ધિ હોવાથી વીતરાગનિરૂપિત અહંકારમમકારાત્મક સ્વત્વનું પ્રતિષ્ઠાદિ કોઈ પણ ક્રિયાથી ક્યાંય પણ આધાનનો અસંભવ છે.
કહેવાનો ભાવ એ છે કે, યોગીઓ યોગની સાધના કરનારા હોય છે, અને તેમનું પ્રયોજન સંસારથી અતીત અવસ્થા પ્રાપ્ત ક૨વાનું હોય છે. અને તેવી અવસ્થા પ્રાપ્ત કરવાનો ઉપાય વીતરાગભાવ છે, તે સર્વદર્શનસિદ્ધ પદાર્થ છે, તેથી સર્વદર્શનવર્તી યોગીઓને ઉપાસનીય વીતરાગદેવ છે. અને જે વીતરાગ હોય તેમને અહંકાર-મમકારાત્મક સ્વત્વ થઈ શકે નહિ, તેથી પ્રતિષ્ઠાદિ ક્રિયાથી કે અન્ય યજ્ઞાદિ ક્રિયાથી કોઈ પણ વીતરાગદેવની પ્રતિમામાં અહંકાર કે મમકારાત્મક સ્વત્વનું આધાન સંભવે નહિ; અર્થાત્ આ પ્રતિમા એ હું છું અને તેની આગળ જે વસ્તુઓ ધરાય છે તે મને પ્રાપ્ત થાય છે, તસ્વરૂપ અહંકાર અને મમકાર વીતરાગદેવને થતાં નથી. તેથી મંત્રકરણકહવિર્નિષ્ઠ ફળભાગી તેઓ બની શકે નહિ. તેથી ‘મંત્રરાજવિનિષ્ઠતાત્વેિનોદેશ્યત્વમ્’ એવું દેવતાનું લક્ષણ બાળચેષ્ટામાત્ર છે.
અહીં પ્રશ્ન થાય કે, વીતરાગદેવને ભલે અહંકાર-મમકાર ન થાય, પરંતુ જેઓ સરાગદેવ છે,
Q-૧૦