________________
૪૬૭
પ્રતિમાશતક | શ્લોક: ૩૪ વિશેષાર્થ:
ઈંદ્રાદિ દેવતાને ઉદ્દેશીને જ્યારે યજ્ઞ કરાય છે, ત્યારે ઈંદ્રને તે યજ્ઞમાં સ્વત્વની બુદ્ધિ થાય છે, પરંતુ તે જ યજ્ઞમાં પ્રાંતમાં બ્રાહ્મણો સ્વાદા' આ પ્રકારના પ્રયોગથી પણ આહુતિઓ અપાય છે, ત્યારે તે આહુતિથી બ્રાહ્મણને આ યજ્ઞ મારો છે, એ પ્રમાણે સ્વત્વ બુદ્ધિ થતી નથી. કેમ કે ‘ઘાદાબાય સ્વાહ' - આ પ્રકારના પ્રયોગ વગર પણ તે બ્રાહ્મણ દ્વારા કરાયેલા યજ્ઞમાં મુકાયેલી વસ્તુના પ્રતિગ્રહ માત્રથી જ= યજ્ઞમાં અર્પણ કરાયેલા દ્રવ્યોના ગ્રહણ માત્રથી જ બ્રાહ્મણને આ યજ્ઞ મેં કરાવ્યો છે, માટે મારો યજ્ઞ છે એ પ્રકારે સ્વત્વનો સંભવ છે.
પરંતુ દેવતાનું લક્ષણ મર્જરવર્નિઝનમાā=મંત્રકરણકતવિર્નિષ્ઠ ફળભાગી છે, અને આવું સ્વત્વ બ્રાહ્મણને નથી, તેથી તે યજ્ઞનો દેવતા બ્રાહ્મણ થઈ શકે નહિ. કેમ કે મંત્રપ્રયોગ વગર પણ યજ્ઞમાં અર્પણ કરાયેલ દ્રવ્યના ગ્રહણથી જ તેને સ્વત્વ થયેલ છે.
ઉત્થાન :
પૂર્વમાં દેવતાના લક્ષણમાં આવતી અવ્યાપ્તિના નિવારણ માટે કહ્યું કે, “સ્વાહા” અને “સ્વધા” અન્યતરનું જ પ્રકૃતિમાં મંત્રપણું છે, માટે બ્રાહ્મણમાં દેવતાપણું નહિ હોવા છતાં દેવતાનું લક્ષણ ઘટે છે. તેના નિવારણ માટે પૂર્વમાં સમાધાન કર્યું. હવે તે સમાધાન અન્ય પ્રકારે કરતાં કહે છે –
ટીકાર્ય :
વૃષ્ટ ..... નાષ્ટદેતુ: | અથવા અદષ્ટજનકપણાથી ત્યાગ વિશેષણીય છે, તેથી બ્રાહ્મણમાં લક્ષણ જશે નહિ; કેમ કે “સ્વાહા' એ પ્રમાણે આનાથી=“વ્રામ ય સ્વાદા’ એનાથી, બ્રાહ્મણ માટે કરાતો ત્યાગ એ અદષ્ટનું કારણ નથી. વિશેષાર્થ :
ઈંદ્રાદિ દેવોને ઉદ્દેશીને જે યજ્ઞ કરાય છે, તે યજ્ઞના અંગરૂપ આહુતિઓમાં ‘ત્રીય સ્વાદ' એ પ્રકારનો પ્રયોગ કોઈ કોઈ જગ્યાએ થાય છે, અને તે યજ્ઞથી જીવને પુણ્ય બંધાય છે, અને પુણ્ય બંધાવાના કારણે સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય છે, તેમ તૈયાયિકો માને છે. ત્યાં ઈંદ્ર માટે જે ત્યાગ કર્યો, તેનાથી પુણ્ય બંધાય છે, અને તેના કારણે સ્વર્ગાદિની પ્રાપ્તિ કે ઈંદ્રાદિ દેવતાની પ્રસાદીની પ્રાપ્તિ થાય છે; પરંતુ તેમાં બ્રાહ્મણ સ્વાદા' એ પ્રકારના પ્રયોગથી કરાયેલો ત્યાગ અદૃષ્ટજનક નથી, તેથી દેવતાના લક્ષણમાં જે ત્યાગ છે, તેનું અદષ્ટજનકત્વરૂપે વિશેષણ આપવાથી પૂર્વોક્ત દેવતાનું લક્ષણ બ્રાહ્મણમાં જશે નહિ, એ પ્રકારનો પરિષ્કાર નિયાયિક કરે છે. તેથી લક્ષણ આ પ્રમાણે પ્રાપ્ત થશે –
મંત્રકરણકતવિનિષ્ઠ જે ત્યાગ છે તે અદૃષ્ટજનક ત્યાગ ગ્રહણ કરવાનો, અન્ય ત્યાગ નહિ, તેવા ત્યાગના ફળના ભાગી જે હોય તે દેવતા છે. તેથી પ્રસ્તુતમાં મંત્રકરણકતવિનિષ્ઠ ત્યાગ ઈંદ્રાદિને ઉદ્દેશીને પણ છે અને બ્રાહ્મણને ઉદ્દેશીને પણ છે. આમ છતાં, ઇંદ્રાદિને ઉદ્દેશીને કરાયેલો ત્યાગ અદષ્ટજનક છે અને બ્રાહ્મણને ઉદ્દેશીને કરાયેલો ત્યાગ અદૃષ્ટજનક નથી, તેથી હથિર્નિષ્ઠ જે ત્યાગ અદૃષ્ટજનક છે, તેના ફળના