________________
૪૬૬
વિશેષાર્થ:
પ્રતિમાશતક | શ્લોક : ૩૪
નૈયાયિકના મતે જ્યારે પિતાદિ અર્થે યજ્ઞ કરાય છે, ત્યારે સ્વધાથી ત્યાગ થાય છે; અને પ્રેતને અર્પણ માટે જ્યારે યજ્ઞ કરાય છે, ત્યારે ‘નમઃ’ પદથી કરાય છે. તેથી પ્રેત અર્થે કરાતા યજ્ઞમાં મંત્ર નહિ હોવાને કા૨ણે દેવતાનું લક્ષણ પ્રેતમાં જશે નહિ, અને પિતા આદિને અર્પણ ક૨વામાં આવે છે ત્યારે ‘સ્વધા’ મંત્રરૂપ હોવાથી દેવતાનું લક્ષણ ત્યાં જશે. તેથી પિતામાં લક્ષણની અવ્યાપ્તિ દોષ નહિ આવે અને પ્રેતના લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષ નહિ આવે.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, શૂદ્ર આદિ પણ પિતાને અર્પણ અર્થે યજ્ઞ કરાવે છે, પરંતુ પોતે સ્વધા આદિ પ્રયોગ કરવાના અધિકારી નહિ હોવાથી પિતા આદિને અર્પણ ક૨તી વખતે મંત્રોચ્ચારણ કરતા નથી. તેથી શૂદ્રાદિના પિતામાં દેવતાનું લક્ષણ જશે નહિ. તેથી કહે છે
-
ટીકાર્ય :
શુદ્રાવિ . મન્ત્રત્વાત્ । બ્રાહ્મણપઠિત મંત્રપણું હોવાને કારણે શૂદ્રાદિના પિતાનું દેવતાપણું છે.
*****
વિશેષાર્થ :
શૂદ્રાદિ જ્યારે પોતાના પિતાના અર્પણ અર્થે યજ્ઞ કરે છે, ત્યારે તેઓ ‘સ્વધા' પ્રયોગથી પિતાને અર્પણ કરતા નથી, પરંતુ તે વખતે બ્રાહ્મણ ‘સ્વધા’ પ્રયોગ બોલીને અર્પણ ક૨વાનું કહે છે, અને તે પ્રમાણે શૂદ્રાદિ અર્પણ કરે છે. તેથી તે સ્થાનમાં બ્રાહ્મણ વડે ઉચ્ચાર કરાયેલ અન્ય મંત્ર ન હોય તો પણ ‘સ્વધા’ રૂપ મંત્ર હોવાને કા૨ણે મંત્રક૨ણકહવિર્નિષ્ઠફળભાગીપણું દેવતાના લક્ષણમાં ૨હે છે, માટે શૂદ્રાદિના પિતામાં અવ્યાપ્તિ દોષ આવતો નથી. તેથી તે યજ્ઞના દેવતા શૂદ્રાદિના પિતા થાય છે.
ઉત્થાન :
પૂર્વમાં દેવતાનું લક્ષણ કર્યું, ત્યાં કોઈ કહે કે -‘બ્રાહ્મળાય સ્વાદ’ અહીં પણ ‘સ્વાહા’ મંત્રપૂર્વક ત્યાગ કરાય છે, તેથી બ્રાહ્મણ દેવતા નહિ હોવા છતાં બ્રાહ્મણમાં દેવતાનું લક્ષણ જશે. તેથી કહે છે
ટીકાર્ય ઃ
ब्राह्मणाय • સંમવાત્, આ પ્રકારના પ્રયોગથી બ્રાહ્મણ માટે ત્યાગ હોવા છતાં પણ સ્વાહા - એ પ્રમાણે આનું=‘બ્રાહ્માય સ્વાહા' એ પ્રયોગનું, બ્રાહ્મણના સ્વત્વનું હેતુપણું નથી; કેમ કે તેના વિના પણ=સ્વાહા વિના પણ, પ્રતિગ્રહ માત્રથી=યજ્ઞમાં અર્પણ કરાયેલ દ્રવ્યના ગ્રહણ માત્રથી, તેના= બ્રાહ્મણના, સ્વત્વનો સંભવ છે.