________________
૪૬૦
પ્રતિમાશતક, શ્લોક ઃ ૩૪ ......પછી કરવાના છે. તેની વચમાં તે વિચારણાને પુષ્ટ કરવા માટે અથ' ..... થી કોઈ વ્યક્તિનું સમાધાન સ્વયં ઉપસ્થિત કરીને તેના જવાબો આપે છે. તે દરેક કથન દ્વારા એ જ પુષ્ટ કરેલ છે કે, દ્રવ્યસ્તવમાં ભાવયજ્ઞ પદની પ્રવૃત્તિ થઈ શકે નહિ, અને તે આ રીતે – | ‘અથ' ..... થી કોઈ સમાધાન કરે કે, યજ્ઞ શબ્દ લૌકિક યાગમાં પ્રવર્તે છે, તેથી લૌકિક યાગ કરતાં લોકોત્તર યાગરૂપ ભગવાનની પૂજા છે એ બતાવવા અર્થે ભાવયજ્ઞથી દ્રવ્યસ્તવ ગ્રહણ કરેલ છે; અને દ્રવ્યયજ્ઞથી લૌકિક યાગ ગ્રહણ કરવાનો છે, માટે દ્રવ્યસ્તવને ભાવયજ્ઞ કહી શકાય. આ પ્રકારના કોઈના સમાધાન સામે ગ્રંથકાર કહે છે કે, તો પછી સ્તવ શબ્દની પણ સ્તુતિમાત્રમાં પ્રવૃત્તિ છે; અર્થાત્ કોઈ રાજાદિની સ્તુતિ કરે, તેને દ્રવ્યસ્તવ કહી શકાય, અને તેનાથી ભગવાનની સ્તુતિને જુદી પાડવા માટે ભાવસ્તવ કહેવું જોઈએ. તેથી ભગવાનની પૂજાની ક્રિયા એ ભાવરૂવરૂપ છે, એમ સ્વીકારવું પડે. અને એમ સ્વીકારીએ તો ભગવાનની પૂજાને દ્રવ્યસ્તવ કહી શકાય નહિ, અને શાસ્ત્રમાં ભગવાનની પૂજા દ્રવ્યસ્તવરૂપે પ્રસિદ્ધ છે, તેથી જેમ ભગવાનની પૂજાને દ્રવ્યસ્તવ કહેવાય છે, તેમ યજ્ઞશબ્દથી ભગવાનની પૂજાને વાચ્ય કરવી હોય તો દ્રવ્યયજ્ઞ કહી શકાય, પણ ભાવયજ્ઞ કહી શકાય નહિ. તેના સમાધાનરૂપે કોઈ કહે કે, આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે, વિદ્યમાન ગુણોની ઉત્કીર્તના એ ભાવનિક્ષેપો છે, એ પ્રકારના નિર્યુક્તિકારના વચનથી એ નક્કી થાય છે કે, ગુણવાન વ્યક્તિની ગુણવાનરૂપે સ્તુતિ કરવામાં આવે તે “સ્તવ' શબ્દથી વાચ્ય બને છે; અને તેને ભાવપદનો યોગ કરવામાં આવે તો આજ્ઞાપ્રતિપત્તિરૂપ=આજ્ઞાના સ્વીકારરૂપ, વિશેષમાં જ પર્યવસાન પામે છે. અને આ પ્રતિપત્તિ એ ચારિત્ર છે, તેથી ભાવસ્તવ શબ્દથી ચારિત્ર વાચ્ય બને, અને ભાવસ્તવના કારણરૂપ એવી પૂજામાં દ્રવ્યસ્તવ શબ્દની પ્રવૃત્તિ ઉચિત છે. તો તેની સામે ગ્રંથકાર કહે છે કે, ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે મહાજયને કરનાર શ્રેષ્ઠ યજ્ઞ જય પામે છે. એ પ્રકારના ઉત્તરાધ્યયનના વચનથી ભાવયજ્ઞપદ ચારિત્રમાં જ પ્રસિદ્ધ છે, તેથી ભગવાનની પૂજારૂપ દ્રવ્યસ્તવમાં દ્રવ્યયજ્ઞપદની પ્રવૃત્તિ ઉચિત માનવી પડશે. આ રીતે ‘ડ્યું પુનઃ વિવારનાં ....ત વે’ સુધીના કથનથી પૂર્વપક્ષીએ એ સ્થાપન કર્યું કે, ભગવાનની પૂજામાં ભાવયજ્ઞ પદનો પ્રયોગ ઉચિત કહી શકાય નહિ, તો ગ્રંથકારશ્રી સ્વયં આગળ જવાબ આપે છે – ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય છે, તો પછી પૂર્વમાં દ્રવ્યસ્તવને ભાવયજ્ઞ કહ્યો, તે કઈ અપેક્ષાએ કહ્યો ? તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે - ટીકાર્ય :
તેવતો ત્યારે ..... ગુન્ દેવતાઉદ્દેશ્યક ત્યાગમાં યોગ શબ્દના પ્રયોગનું પ્રચુરપણું હોવાથી ભાવપદના ઉપસંદાનથી=ભાવપદનું યોજન કરવાથી, વીતરાગ દેવતાની ઉપસ્થિતિ થયે છતે વીતરાગની પૂજામાં તેની પ્રવૃત્તિનું ભાવયાપદની પ્રવૃત્તિનું, પર્યવસાન છે, એ પ્રમાણે વળી યુક્ત છે. તેમાં ષોડશકતી સાક્ષી આપતાં કહે છે -