________________
૪૫૮
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦ વિશેષાર્થ :
ભગવાનના વિરહકાળમાં ભગવાન પ્રત્યેના ભક્તિભાવવાળાને ભગવાનનો વિનય કરવાની અપ્રાપ્તિ થાય, તે ભાવઆપત્તિ છે; કેમ કે ભગવાનના વિનયથી જે પ્રકારના ઉત્તમ ભાવની પ્રાપ્તિ થાય છે, તે ભાવથી તે વંચિત રહે છે. પરંતુ તેવા કાળમાં પણ તે આપત્તિના નિવારણનો ઉચિત ગુણ દ્રવ્યસ્તવમાં છે; કેમ કે જિનપ્રતિમાને પૂજીને તે વ્યક્તિ ભગવાનનો વિનય કરી શકે છે. અને તેવા દ્રવ્યસ્તવમાં જે સ્વરૂપહિંસા છે, તેને જ માત્ર જોઈને વિપર્યસ્ત જીવોને જે હિંસાની બુદ્ધિ થાય છે, અર્થાત્ ભગવાનના વચનમાં જેમને વિપર્યાસ થયો છે કે, ભગવાન પૂજનીય છે પણ પત્થરની મૂર્તિ નહિ, અને મૂર્તિની પૂજા કરીને આરંભની પ્રવૃત્તિ કરવી તે ધર્મ હોઈ શકે નહિ, એવા વિપર્યાસવાળા જીવોને દ્રવ્યસ્તવમાં જે હિંસાની મતિ છે, તે સંસારમાં ડૂબતા એવા જીવોના ગળામાં નિશ્ચિત મોટી શિલા છે. ટીકાર્ચ -
મજ્જતાં .... વ્યાશવાર: 1 ડૂબતા એવા પાપીઓના ગળામાં શિલારોપ ઉચિત જ છે, એ પ્રમાણે (અહી) સમસ્' અલંકાર છે. કાવ્યપ્રકાશકાર સમન્ અલંકારનું લક્ષણ આ પ્રમાણે કરે છે - યોગ્યપણા વડે જો સમાનયોગ ક્યાંક સંભવિત હોય તો સમન્ અલંકાર છે.
૭ જેમ પ્રસ્તુતમાં પાપી એવો મનુષ્ય સંસારસમુદ્રમાં ડૂબી રહ્યો છે, ત્યારે ડૂબવા માટે યોગ્યપણારૂપે શિલાના આરોપનો યોગ સંભવિત છે. એથી કરીને તે “સમસ્' અલંકાર છે. ટીકા :
___ इदं पुनरत्र विचारणीयम्-भावोपपदस्तवशब्द इव भावोपपदो यज्ञशब्दश्चारित्रमेवाचष्ट इति कथं द्रव्यस्तवे भावयज्ञपदप्रवृत्तिः? द्रव्यस्तवशब्दस्येव द्रव्ययज्ञपदस्यैव प्रवृत्तेरौचित्यात् । अथ यज्ञशब्दो लौकिकयागे प्रसिद्ध इति तद्व्यावर्त्तनेन भावपदयोगः प्रकृते प्रवर्त्तयिष्यते । तर्हि स्तवशब्दोऽपि स्तुतिमात्रे प्रवृत्तो भावशब्दयोगेन प्रकृते प्रवर्त्यताम्, 'संतगुणुकित्तणा भावे' इति (आव० नि० भा० १९१) नियुक्तिस्वरसाद् गुणवत्तया ज्ञानजनकव्यापारमात्रे शक्तं स्तवपदं भावपदयोगे आज्ञाप्रतिपत्तिरूपे विशेषे एव पर्यवसायतीति तत्कारणे द्रव्यस्तवपदप्रवृत्तिरेव युक्तेति चेत् ? तर्हि “महाजयं यई जन्नमिटुं (जण्णसिटुं)" (उत्तरा० अ० १२ गा० ४२) इत्याद्यागमाद्भावयज्ञपदस्यागमे चारित्र एव प्रसिद्धर्द्रव्यस्तवे द्रव्ययज्ञपदप्रवृत्तेरेवौचित्यमिति चेत्? देवतोद्देश्यकत्यागे यागशब्दस्य प्रयोगप्राचुर्यात् भावपदोपसन्दानेन वीतरागदेवतोपस्थितेवीतरागपूजायां तत्प्रवृत्तिपर्यवसानमिति तु युक्तम् ! आह च -
“देवोद्देशेनैतद् गृहिणां कर्त्तव्यमित्यलं शुद्धः । अनिदानः खलु भावः स्वाशय इति गीयते तज्ज्ञैः ।" (षष्ठं षोड० श्लो० १२)