________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦ :
૪૦૫ ઉત્થાન :
ગૌતમસ્વામીના પ્રશ્નના પ્રત્યુત્તરરૂપે દંતા સ્થિ એ પ્રમાણે ભગવાને જવાબ આપ્યો. તે જવાબથી પ્રશ્નને અનુરૂપ જે પ્રાપ્ત થાય છે તે બતાવતાં કહે છે – ટીકાર્ય :
‘સ્થિત આ છે=પ્રાણાતિપાતઅધ્યવસાય વડે પ્રાણાતિપાતક્રિયા થાય છે. કેમ કે “પરિગમાં .....” ઈત્યાદિ આગમવચનનું સ્થિતપણું છે. આ જ વચનને આશ્રયીને=પ્રાણાતિપાતના અધ્યવસાયને કહેનારા જ વચનને આશ્રયીને, આવશ્યકમાં પણ આ સૂત્ર પ્રવર્તે. “આત્મા જ અહિસા છે અને આત્મા જ હિંસા છે, એ પ્રમાણે આ નિશ્ચયનય છે,” એ પ્રમાણે કહેલ છે. વળી મૃષાવાદ આદિમાં યથાયોગ્ય પ્રાણાતિપાત આદિ ક્રિયા થાય છે.
૦મવતીતિ’ અહીં “તિ' શબ્દ છે તે પૂ. મલયગિરિ મહારાજના વક્તવ્યની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ:
ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ‘હંતા મલ્થિ એટલું જ કથન કર્યું. તેનાથી એ કેવી રીતે પ્રાપ્ત થાય કે પ્રાણાતિપાત શબ્દથી પ્રાણાતિપાતનો અધ્યવસાય જ ગ્રહણ કરવાનો છે, પરંતુ આચરણારૂપ પ્રાણાતિપાતક્રિયા નહિ ? તેથી કહે છે કે, નિશ્ચયનયને અવલંબન કરનારા ઋષિઓને બાહ્ય આચરણા પ્રમાણભૂત નથી, પરંતુ પારિણામિકભાવ અર્થાત્ શુદ્ધ-અશુદ્ધ ચિત્તના પરિણામરૂપ પરિણામિકભાવ, પ્રમાણભૂત છે. કેમ કે પારિણામિકભાવને અનુરૂપ કર્મના બંધનો અને કર્મના અબંધનો સંભવ છે; અને પ્રાણાતિપાતના અધ્યવસાયને આશ્રયીને જ પ્રાણાતિપાતની ક્રિયા થાય છે. આ જ વચનને આશ્રયીને આવશ્યકમાં “આત્મા જ અહિંસા છે અને આત્મા જ હિંસા છે, એ પ્રમાણે આ નિશ્ચયનય છે,” એવું સૂત્ર પ્રવર્તે છે. વળી મૃષાવાદ આદિમાં યથાયોગ્ય પ્રાણાતિપાત આદિ ક્રિયા થાય છે; અર્થાત્ કોઈ જીવ મૃષાવાદ બોલતો હોય તે વખતે પરને પીડા ઉપજાવે તેવો પ્રાણાતિપાતનો અધ્યવસાય હોય તો પ્રાણાતિપાતક્રિયા થાય છે, અને તેવો અધ્યવસાય ન હોય તો પ્રાણાતિપાતક્રિયા થતી નથી. અને મૃષાવાદના અધ્યવસાયમાં મૃષાવાદની ક્રિયા થાય જ છે, પરંતુ ત્યારે અદત્તાદાનની ક્રિયા થાય અને ન પણ થાય. જો મૃષાવાદની ક્રિયામાં અદત્તાદાનનો અધ્યવસાય હોય તો થાય, અન્યથા ન થાય.
૦મૃષાવાર અહીં 'િપદથી અન્ય ત્રણ અદત્તાદાનાદિ લેવાના છે અને ‘પ્રતિપાતાિ ' અહીં ‘મારિ પદથી મૃષાવાદાદિ ચાર ક્રિયાઓ ગ્રહણ કરવાની છે.
અહીં મૃષાવાદ શબ્દથી મૃષાવાદનો અધ્યવસાય ગ્રહણ કરવાનો છે, અને મૃષાવાદાદિમાં પ્રાણાતિપાતાદિ ક્રિયાઓ થાય છે કે નહિ તેનો વિચાર કરવાનો છેઃમૃષાવાદાદિમાં કર્મબંધને અનુકૂળ પ્રાણાતિપાતાદિ ક્રિયા થાય છે કે નહિ તેનો વિચાર કરવાનો છે.
ઉત્થાન :
(૧) પૂર્વે ‘સત્યેતન્ ..થી... મતિ' સુધી કથન કર્યું કે પ્રાણાતિપાતઅધ્યવસાયથી પ્રાણાતિપાતક્રિયા