________________
૪૫૪
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૩ ધ્યાન છે, એમ બતાવીને એ કહેવું છે કે, ભગવાનની પૂજા કરનાર વ્યક્તિ દૃઢ યત્નપૂર્વક જ્યારે પૂજા કરે છે, ત્યારે તે ધ્યાનમાં લીન બને છે, અને તે ધ્યાન આવી ઉત્તમ સમાપત્તિરૂપ ફળવાળું છે; અને આવું ધ્યાન આવ્યા પછી જે અનુપ્રેક્ષા થાય છે, તે ક્ષણમાં આ દ્રવ્યસ્તવની વિધિથી સર્વ પણ ભવ્ય જીવો સુખી થાઓ, એ પ્રકારની પ્રાણીસમૂહ ઉપર મૈત્રી થાય છે.
કહેવાનો ભાવ એ છે કે, ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક પૂજક જ્યારે પૂજાની ક્રિયા કરે છે, ત્યારે ભગવાનના ગુણોના માહાસ્યથી ચિત્ત ઉપરંજિત થવાને કારણે તેમાં જ લીનતાને પામે છે, અને તેથી જ પૂજક અપૂર્વ કોટિના પ્રશમભાવનું સંવેદન કરે છે. અને તે સ્વસંવેદિત પ્રશમભાવના અનુભવથી પૂજકને સ્થિર નિર્ણય થાય છે કે, આ ભગવાનની પૂજા સંસારસાગરથી વિસ્તાર પામવાનું અનન્ય કારણ છે, અને ભગવાને જગતના જીવો ઉપર ઉપકાર કરવા અર્થે જ આ લોકોત્તમ માર્ગ સ્થાપ્યો છે, તેથી મારે પણ જગતના જીવોને ભગવાન પ્રત્યે ભક્તિવાળા કરવા જોઈએ. આ પ્રકારના સંવેદનનો પરિણામ તેને ધ્યાનના ઉત્તરકાળમાં જે અનુપ્રેક્ષા થાય છે, ત્યારે થાય છે. અને જેઓને આવા પ્રકારનું ધ્યાન નિષ્પન્ન થયું નથી, તેઓ ક્વચિત્ શબ્દથી વિચાર કરે કે, આ પૂજાથી જગતના જીવો સુખી થાઓ, તો તે ભાવ પણ હૈયાને સ્પર્શી શકે, અને તેવો પરિણામ તો અનુપ્રેક્ષાકાળમાં જ થઈ શકે છે.
અનુપ્રેક્ષા, ધ્યાનના ઉત્તરકાળે થનાર છે એમ કહ્યું, તેનાથી એ પ્રાપ્ત થાય કે, પૂજા કરનાર વ્યક્તિ પૂજાકાળમાં ભગવાનના ગુણોમાં લીન હોય છે, અને પૂજાની સમાપ્તિ પછી જ્યારે અનુપ્રેક્ષા કરે છે ત્યારે, તેના ચિત્તમાં એવો ભાવ ઉભવે છે કે, હું સદા ભગવાનની એ પ્રકારે પૂજા કરું કે, જેને જોઈને ભવ્ય જીવો ભગવાન પ્રત્યે આદરવાળા થાય, અને ભગવાનના માર્ગને પામીને સુખી થાય. આ પ્રકારનો મૈત્રીભાવ પ્રાણીસમૂહ ઉપર થાય છે. આવા પ્રકારના મૈત્રીભાવથી શ્રાવક પોતાની પૂજા પ્રત્યે સર્વને આદર થાય એ રીતે, સર્વ જીવો પ્રત્યે ઉચિત વ્યવહાર કરીને, પોતાના સંબંધી કે અસંબંધી એવા પણ જિનભવનની નજીક રહેનારા જીવોને ભગવાન પ્રત્યે સદ્ભાવવાળા બનાવે છે, અને આ રીતે અનુપ્રેક્ષાકાળમાં પ્રાણીસમૂહ ઉપર મૈત્રી થાય છે. તેથી સર્વ ભવ્ય જીવોને ભગવાનની પૂજા પ્રત્યે આદર પેદા થાય એ રીતે દ્રવ્યસ્તવ કરવાથી ઘણા યોગ્ય જીવોને બીજાધાન પ્રાપ્ત થાય છે, અને બીજાધાન થવાથી જન્માંતરમાં સમ્યક્ત-વિરતિ આદિને પામીને ઘણા જીવોની હિંસાની નિવૃત્તિ થાય છે; યાવતું મોક્ષની પ્રાપ્તિ થવાથી તત્કૃત જીવોને ઉપદ્રવ સર્વકાળ માટે વિશ્રાંત થાય છે. તેથી પૂજાકાળમાં જે હિંસા થાય છે, તે થોડા જીવોને પીડારૂપ છે, અને તેનાથી ઘણા જીવોને વિરતિ આદિના પરિણામો થવાને કારણે અભયદાનની પ્રાપ્તિ થાય છે, તેથી ઘણા જીવોને ઉપકાર થાય છે. માટે પૂજામાં અનુકંપાની ઉપપત્તિ=સંગતિ, થાય છે, એ પ્રમાણે પંચલિંગીકાર કહે છે. ટીકા :
तथा वैरं च, व्याधिश्च, विरोधश्च, मत्सरश्च, मदश्च, क्रोधश्चेति तैः कृत्वोपप्लव:= उपद्रवो, न भवति । तत्-तस्मात्कारणात्, द्रव्यस्तवोपक्रमे उपक्रम्यमाणे द्रव्यस्तवे, दोषदलनो= दोषोच्छेदकारी, को नाम गुणो न भवति? अपि तु 'भूयानेव भवती' ति भावः ।।३३।।