________________
૪૫૬
તમાશતક | શ્લોક: ૩૩ ટીકાર્ય :
પૂજા, પૂજક અને પૂજ્ય એ ત્રણમાં અવયી=સંગત, એવા જે ગુણો, તેનું જ ધ્યાન અર્થાત્ દગ, દશ્ય અને દ્રષ્ટા એ ત્રણેની સમાપત્તિરૂપ સમાધિ છે ફળ જેનું એવું ધ્યાન, અને તે ધ્યાન પછી જે અવધા=અપેક્ષા થાય છે તે ક્ષણમાં, આ દ્રવ્યસ્તવની વિધિથી સર્વ પણ ભવ્ય જીવો સુખી થાઓ, એ પ્રમાણે પ્રાણીઓના સમૂહ ઉપર મૈત્રી થાય છે. આથી કરીને રૂધ્યાન પછીની અપેક્ષાકાળમાં પ્રાણીઓના સમૂહ ઉપર મૈત્રી થાય છે આથી કરીને જ, અલ્પને બાધા દ્વારા ઘણાઓને ઉપકાર થવાથી અનુકંપાની ઉપપતિ છે, એ પ્રમાણે પંચલિંગીકાર કહે છે.
વિશેષાર્થ,
પૂજ્ય એવા સર્વજ્ઞ અને સર્વદર્શી વીતરાગ પરમાત્મા છે, અને તેમનામાં રહેલા વીતરાગતા આદિ ગુણોનો જેમને સૂક્ષ્મબોધ છે, અને તે બોધ થવાને કારણે વીતરાગતા આદિ ગુણો જ જીવને માટે અત્યંત સારભૂત છે, એવી બુદ્ધિ થવાથી તે ગુણોથી જેમનું ચિત્ત ઉપરંજિત બનેલું છે, તેવો જીવ પૂજ્ય એવા પરમાત્માનો પૂજક છે. અને પૂજક જીવ પોતાના તેવા ચિત્તરત્નને પૂજ્ય તરફ પ્રસર્પણ કરાવવા સમર્થ બને એવી જે અંતરંગ ક્રિયા, તેને ઉસ્થિત કરવા માટે બાહ્ય ઉપચારરૂપ જે ક્રિયા કરાય છે, તે પૂજા પદાર્થ છે. તેથી વીતરાગતા આદિ ગુણોથી ઉપરંજિત થયેલું પૂજકનું ચિત્ત, પૂજાની ક્રિયા દ્વારા વીતરાગતા તરફ પ્રસર્પણવાળું બને છે, અને તે જ ઉત્તરોત્તર વૃદ્ધિમતું થઈને પૂજ્યના સ્વરૂપમાં વિશ્રાંત થાય છે.
પૂજા, પૂજ્ય અને પૂજકમાં અનુસ્મૃત એવા ગુણો આ પ્રમાણે છે - પૂજક અવસ્થામાં વીતરાગતા આદિ ભાવો રુચિરૂપે છે, પૂજાકાળમાં તે ભાવો વૃદ્ધિમતું થતી અવસ્થાવાળા છે, અને પૂજ્ય અવસ્થામાં તે જ ભાવો નિષ્ઠાને પામેલા છે. પૂજા કરનાર વ્યક્તિ પૂજાકાળમાં તે વીતરાગતા આદિ ગુણોનું ધ્યાન કરવા યત્ન કરે છે, ચિત્તને સ્થિર કરવા યત્ન કરે છે અને ક્રમે કરીને એકાગ્રભાવને પ્રાપ્ત કરે છે ત્યારે ધ્યાનદશાને પામે છે, અને તે ધ્યાન, દ, દૃશ્ય અને દૃષ્ટાની સમાપત્તિરૂપ સમાધિફળવાળું છે. અહીં દશ્ય એ મૂર્તિના માધ્યમથી પરમાત્માનું સ્વરૂપ છે અને દૃષ્ટા એ પોતાનો આત્મા છે. દષ્ટા એવો પોતાનો આત્મા, ચક્ષુના અવલંબનથી પરમાત્માની મૂર્તિને અવલોકન કરતો, મૂર્તિમાં રહેલ વીતરાગતાની દ્યોતક એવી મુદ્રાને જોતો, પોતાની આંતરચક્ષુ દ્વારા પરમાત્માની મૂર્તિમાં રહેલ વીતરાગભાવરૂપ ચેતનાને જોવા યત્ન કરે છે, તે દગુ છે.
ધ્યાનક્ષણમાં દગુ, દશ્ય અને દૃષ્ટા આ ત્રણેય પૃથરૂપે ભાસે છે, અને ધ્યાનની પ્રારંભ કક્ષામાં જે પરમાત્માની મૂર્તિ હોય છે, તે ધ્યાતા પરમાત્મસ્વરૂપવાળા પરમાત્માના આત્માને જ મૂર્તિરૂપે જુએ છે, અને તે પરમાત્માને જોનાર હું છું તે પરમાત્માથી જુદો છું, એવી બુદ્ધિ થાય છે; અને આવા પ્રકારના દશ્ય એવા પરમાત્માના સ્વરૂપનું હું ધ્યાન કરું છું, તેવું ભાસે છે. અને જ્યારે તે એકાગ્રતા અતિશયિત થાય છે, ત્યારે દગુ, દશ્ય ને દૃષ્ટા; એ ત્રણેની એકતા થાય છે અર્થાત્ મારો જ આત્મા દશ્ય છે અને મારા આત્માને જ હું જોઈ રહ્યો છું અને તેને જોવાની ક્રિયા પણ પૃથ– ભાસતી નથી, પરંતુ પરમાત્માના સ્વરૂપના ઉપયોગરૂપ જ દૃષ્ટાનું ચિત્ત બની જાય છે. અને આ રીતે દર્, દશ્ય અને દૃષ્ટા એ ત્રણની એકતાસ્વરૂપ સમાપત્તિરૂપ સમાધિફળવાળું