________________
૪૦૮
પ્રતિમાશતક | શ્લોક : ૩૦ 1
અહીં પ્રાણાતિપાત-અધ્યવસાય-કાળમાં ક્રિયા થાય છે તેમ ન કહેતાં ક્રિયા થયેલ છે, એ પ્રકારનો અર્થ, અતીતનય અભિપ્રાયાત્મક આ પ્રશ્ન છે, એમ કહીને કરેલ છે. અને એ કથન, ‘ત્વદ્યમાન ઉત્પન્ન’ એ નિશ્ચયનયના કથનથી અને ક્રિયાના પ્રારંભમાં ક્રિયાની સમાપ્તિનો ઉપચાર કરનાર ઉપરિત વ્યવહારનયથી પ્રાપ્ત થાય છે. અને તેનાથી એ પ્રાપ્ત થાય છે કે, જે વખતે પ્રાણાતિપાતનો અધ્યવસાય હોય છે, તે જ વખતે તે ક્રિયા થયેલ છે, અને તે બતાવવા અર્થે અતીતનય અભિપ્રાયાત્મક આ પ્રશ્ન છે તેમ કહેલ છે.
પૂર્વે કહ્યું કે, આ રીતે ઉપચારથી જ સંભવ છે; તેની પુષ્ટિ કરતાં કહે છે કે, પરમાર્થથી તો વળી ચરમ સમયમાં જ ઉત્પદ્યમાન એવું તે કાર્ય ચરમ સમયમાં જ ઉત્પન્ન છે, એ અર્થ મોટા વિસ્તારથી મહાભાષ્યમાં વ્યવસ્થાપિત છે; તેથી પ્રાણાતિપાતનો અધ્યવસાય હોતે છતે પ્રથમ ક્ષણમાં જ થતી પ્રાણાતિપાતની ક્રિયાથી પ્રાણાતિપાતરૂપ કાર્ય થયું છે, એવું કથન ઉપચાર વગર થઈ શકે નહિ. આનાથી એ પ્રાપ્ત થાય છે કે - પ્રાણાતિપાતનો અધ્યવસાય થયે છતે જે પ્રાણાતિપાતનું કાર્ય થાય છે, તે અંતર્મુહૂર્ત પછી કે અધિક કાળે થાય છે; પરંતુ ત્યાં કોઈ બાહ્યક્રિયાનો પ્રારંભ ન થયો હોય છતાં પ્રાણાતિપાતનો અધ્યવસાય થયો ત્યારથી જ પ્રાણાતિપાતની ક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે; અને તે અધ્યવસાયના બળથી જ ઉત્તરમાં અન્ય જીવના પ્રાણના નાશને અનુકૂળ એવી ક્રિયાનો જીવ પ્રારંભ કરે છે; અને ક્રિયાની સમાપ્તિ અમુક કાળ પછી થાય છે, હિંસાનો ઉપચાર પ્રાણાતિપાતના અધ્યવસાયકાળથી થાય છે. તેથી કોઈ જીવ તથાવિધ નિમિત્તને પામીને પ્રાણાતિપાતનો અધ્યવસાય કર્યા પછી હિંસાને અનુકૂળ બાહ્ય ક્રિયા કરે નહિ, તો પણ ત્યાં પ્રાણાતિપાતની ક્રિયા થયેલ છે, એ પ્રકારનો ઉપચાર કરીને પૂ. મલયગિરિ મહારાજાએ અતીતનય અભિપ્રાયાત્મક આ પ્રશ્ન છે એમ કહેલ છે.
ઉત્થાન :
(૧) પૂર્વના પૂ. મલયગિરિ મહારાજના કથનમાં ઋજુસૂત્રનયથી “આત્મા જ હિંસા છે,” એ પ્રકારના સાક્ષીપાઠમાં, ઓઘનિર્યુક્તિના વચન સાથેના પ્રથમ દૃષ્ટિએ દેખાતા વિરોધને બતાવીને, બંનેનાં કથનોને પરસ્પર અવિરુદ્ધ રીતે બતાવતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે
અથવા
(૨) પૂર્વે “આત્મા જ અહિંસા છે અને આત્મા જ હિંસા છે અને તે કથન ઋજુસૂત્રનયને આશ્રયીને છે,” તેમ પૂ. મલયગિરિ મહારાજાએ કહેલ, કેમ કે પ્રજ્ઞાપનાની ટીકામાં જ પૂ. મલયગિરિ મહારાજાએ કહેલ કે - અધ્યવસાયને સ્પર્શનારો આ ઋજુસૂત્રનય છે; અને તેની જ પુષ્ટિ કરતાં કહેલ કે, આ વચનને આશ્રયીને જ “આત્મા અહિંસા છે” ઈત્યાદિ સૂત્ર પ્રવર્તેલ છે. તેથી તે કથન પ્રમાણે “આત્મા જ અહિંસા છે” એ ઋજુસૂત્રનયને માન્ય છે, એ પ્રમાણે પ્રાપ્ત થાય. ત્યાં શંકા કરતાં પૂર્વપક્ષી કહે છે -
ટીકા ઃ
आत्मैव हिंसेति तु यद्यपि शब्दनयानांमतम्, नैगमनयमते जीवाजीवयोः सा सङ्ग्रहव्यवहारयोः