________________
૪૧૦
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦ ટીકાર્ય :
વિશેષિતતર ........ માનાવ્યા વિશેષિતતર તદ્અર્થવત્વનું *ઋજુસૂત્રતયના અર્થવત્વનું જ, નિર્યુક્તિમાં અભિધાન છે.
ઉત્થાન :
- ઋજુસૂત્રનય કરતાં શબ્દાદિનયોના કથન પ્રમાણે વિશેષિતતર અર્થવત્ત્વ શું છે? તે બતાવવા અર્થે કહે છે - ટીકાર્ય :
પ્રતિપાત .. વિવે: પ્રાણાતિપાત-નિવૃત્તિ-સ્વભાવમાં સમવસ્થિત એવા આત્મદ્રવ્યનો અન્યથાભાવ ઋજુસૂત્રતયના મતમાં હિંસા છે, અને તણનોકક્ષમાદિગુણોનો, અન્યથાભાવ, શબ્દનયના મતમાં હિંસારૂપ છે, એ પ્રમાણે વિવેચકો અર્થાત્ ઋજુસૂત્ર અને શબ્દાદિનયના વિભાગને કરનારા, કહે છે.
મૂત્તનિમi ... વહુવિMI || સંમતિકાંડ-૧, ગાથા-પનો અર્થ આ પ્રમાણે છે –
ઋજુસૂત્રના વચનવિચ્છેદો-વચનવિભાગો, પર્યાયનયનું મૂળ નિર્માણ છે=મૂળ આધારભૂત છે, વળી બહુવિકલ્પોવાળા શબ્દાદિનો તેની શાખા-પ્રશાખારૂપ છે. વિશેષાર્થ:
આત્મા જ હિંસા છે,” એ પ્રમાણે જોકે શબ્દનયોનો મત છે, કેમ કે ઓઘવૃત્તિમાં કહ્યું છે કે, નૈગમનયના મતમાંજીવ-અજીવની હિંસા છે,સંગ્રહનય અને વ્યવહારનયના મતમાં છજીવનિકાયમાં હિંસા છે અને ઋજુસૂત્રનયના મતમાં પ્રતિસ્વ દરેક વ્યક્તિના, સ્વઘાત્યની=જેની હિંસા કરાય છે તેની હિંસા છે. અર્થાત્ ઋજુસૂત્રનય પરકીય હિંસાને પોતાના મતે હિંસા તરીકે સ્વીકારતો નથી.જેમ પરકીય ધનને ઋજુસૂત્રનય ધન તરીકે કહેતો નથી. તેથી પ્રતિસ્વ=દરેક વ્યક્તિને આશ્રયીને, સ્વના ઘાત્યમાં તે વ્યક્તિ હિંસાનો વ્યવહાર કરે છે, પરંતુ અન્યના ઘાયમાં હિંસાનો પ્રયોગ કરતો નથી, કેમ કે ઋજુસૂત્રનયના મતમાં હિંસકના ભેદથી હિંસાનો ભેદ છે.
કહેવાનો આશય એ છે કે, ઋજુસૂત્રનયના મતમાં પરકીય હિંસાબીજી વ્યક્તિ વડે કરાયેલી હિંસા, સ્વને હિંસાના ફળરૂપ કર્મબંધને કરાવતી નથી, તેથી તે નયના મતમાં હિંસકના ભેદથી હિંસાનો ભેદ સ્વીકારવામાં આવે છે અર્થાત્ જે હિંસક હોય તેનાથી કરાતી હિંસા જ સ્વની હિંસારૂપ છે, પરંતુ બીજી વ્યક્તિ હિંસા કરે છે તે હિંસાનું ફળ પોતાને મળતું નથી માટે પોતાના માટે હિંસારૂપ નથી. તેથી ઋજુસૂત્રનય પરની હિંસાને હિંસારૂપ કહેતો નથી અને શબ્દનયોના મતે સ્વાત્મામાં હિંસા છે. આથી ઋજુસૂત્રનયના મતે જેની હિંસા કરાય તે મરણ પામતા જીવમાં હિંસા છે અને શબ્દનયના મતે બીજાની હિંસા વખતે પણ જો પોતાના ભાવપ્રાણનો નાશ ન થાય તો હિંસા નથી, અને પોતાના ભાવપ્રાણનો નાશ થાય તો હિંસા છે. માટે આત્મામાં જ હિંસા પ્રાપ્ત થાય છે. તેથી જોકે આત્મા જ હિંસા છે, એ પ્રકારે શબ્દનયોનો મત છે, તો પણ ઓઘનિર્યુક્તિમાં કરેલ નયનું