________________
૪૧૪
પ્રતિમાશતક/ બ્લોક ૩૦ વૃદ્ધિ કરે તેવો ગુપ્તિનો ભાવ ન વર્તતો હોય, તો ક્ષમાદિ ગુણરૂપ આત્મદ્રવ્યનો અન્યથાભાવ ત્યાં પ્રાપ્ત થાય છે; અને તે શબ્દાદિનયોના મતમાં હિંસારૂપ છે, એ પ્રમાણે વિવેચકો કહે છે અર્થાત્ ઋજુસૂત્ર અને શબ્દાદિનયના વિભાગને કરનારા કહે છે.
અહીં વિશેષ એ છે કે, ક્ષમાદિ આત્માના ગુણો છે, તેથી જ્યારે આત્મા પ્રશસ્ત કષાયો કરે છે, ત્યારે પણ આત્માના ગુણોનો અન્યથાભાવ છે. આથી જ મોક્ષની ઇચ્છા પણ વીતરાગતારૂપ આત્મગુણના અન્યથાભાવરૂપ છે. તેથી ઋજુસૂત્રનયના મતે મોક્ષની ઈચ્છાના ઉપયોગકાળમાં હિંસા નહિ હોવા છતાં, શબ્દાદિનયોના મતે ક્ષમાદિ ગુણોનો અન્યથાભાવ હોવાથી ત્યાં હિંસા છે, અને જ્યારે મુનિ શુદ્ધ ઉપયોગમાં વર્તે છે ત્યારે શબ્દાદિનયોના મતે અહિંસા છે. ઉત્થાન :
પૂર્વે કહ્યું કે, પ્રજ્ઞાપના સૂત્રમાં ક્રિયાના અધ્યવસાય-અનુરોધિત્વને આશ્રયીને સૂત્રો પ્રવર્તેલ છે, અને તે સૂત્રો બતાવીને પૂ. મલયગિરિ મહારાજાની વૃત્તિથી ક્રિયાનું અધ્યવસાય-અનુરોધીપણું બતાવ્યું, ત્યાં પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે - ટીકાઃ
____ननु यद्येवमध्यवसायानुरोधिन्येव क्रिया तदा कथं - “जीवे णं भंते ! नाणावरणिज्जं कम्म बंधमाणे कइकिरिए? गो० सिय तीकिरिए सिय चउकिरिए सिय पंचकिरिए" इत्यादिना (प्रज्ञा० द्वाविंशतितमे क्रियापदे सू० २८२) बन्धविशेषानुकूलहिंसासमाप्त्यभिधानं योगप्रद्वेषसाम्येन ? यद्विवेचकाः तिसृभिश्चतसृभिरथ पञ्चभिश्च हिंसा समाप्यते क्रमशबन्धश्च विशिष्टः स्यात् योगप्रद्वेषसाम्यं चेदिति, (तत्र) त्रिक्रियता कायिक्यधिकरणिकीप्राद्वेषिकीभिः । कायिकी नाम हस्तादिव्यापारणम्, अधिकरणिकी खड्गादिषु प्रगुणीकरणम्, प्राद्वेषिकी मारयाम्येनमित्यशुभमनःसंप्रधारणम् । चतुःक्रियता कायिक्यधिकरणिकीप्राद्वेषिकीपारितापनिकीभिः । पारितापनिकी नाम खड्गादिघातेन पीडाकरणम् । पञ्चक्रियता पञ्चम्या संयोगे, सा च प्राणातिपातक्रिया जीविताद्व्यपरोपणमिति । सत्यम्, योगप्रद्वेषसाम्येनाप्युपादानसामग्र्या एव संभृतत्वप्रतिपादनाद् बाह्यसंपत्तेरप्यकिञ्चित्करत्वात् । यच्चाव्युत्सृष्टप्राग्भवशरीरेण क्रियाभिधानं तदविरतिनिमित्तादुपचारमात्रम्, न बाह्यप्राधान्याक्षेपात् । ટીકાર્ય :
નનું ..... થોડાપ્રસાચ્ચેન? જો આ પ્રમાણે=પ્રજ્ઞાપનાના પાઠ પ્રમાણે, ક્રિયા અધ્યવસાયને અનુસરે જ છે, તો પ્રજ્ઞાપતાસૂત્રમાં ક્રિયા નામના પદમાં કહ્યું કે, હે ભગવંત ! જ્ઞાનાવરણીય કર્મ બાંધતી વખતે કેટલી ક્રિયા હોય ? હે ગૌતમ ! ત્રણ ક્રિયા હોય, ચાર ક્રિયા હોય, પાંચ ક્રિયા હોય, ઈત્યાદિ પાઠ વડે