________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦
૪૩૭ બાહ્યહિંસા નહિ હોવા છતાં, પોતે કોઈકની હિંસા કરી રહેલ છે તેવા પ્રકારનું અશુદ્ધ ચિત્ત ત્યાં વર્તે છે, તેથી તત્કૃત કર્મબંધરૂપ કાંઈક બાધાની પ્રાપ્તિ ત્યાં થાય છે.
અહીંયાં અશુદ્ધ ચિત્તને કારણે બાધા થાય છે તેમ ન કહેતાં કાંઈક બાધા થાય છે તેમ કહ્યું, તેનાથી એ પ્રાપ્ત થાય છે કે, ખરેખર કોઈ જીવ જાગૃત અવસ્થામાં હિંસા કરવાના અધ્યવસાયવાળો નથી, તો પણ સ્વપ્નમાં પોતાના શત્રુ પ્રત્યે દ્વેષ હોવાથી તે દ્વેષભાવને કારણે હિંસાની ક્રિયા સ્વપ્નમાં થાય છે, ત્યારે જે કર્મબંધરૂપ બાધા થાય છે તે અલ્પ પ્રમાણમાં થાય છે. કેમ કે ખરેખર તે જીવને શત્રુને મારવાનો અધ્યવસાય નથી, આમ છતાં નિદ્રાઅવસ્થામાં પોતાનો નહિ મારવાનો ભાવ સુષુપ્ત થઈ જવાને કારણે હિંસાની પ્રવૃત્તિ થઈ જાય છે, અને તે જ વાતને બૌદ્ધ પણ સ્વીકારી છે તે બતાવતાં કહે છે કે – “ના” ઈત્યાદિ મૂળ ગાથામાં સાવઘની ઉક્તિ દ્વારા બૌદ્ધ વડે પણ તે સ્વીકારાયેલ છે. અર્થાત્ ઊંઘમાં અવ્યક્ત એવી સાવધ પ્રવૃત્તિરૂપ કર્મબંધ થાય છે એ પ્રમાણે બૌદ્ધ પણ સ્વીકારે છે; માટે સર્વથા કર્મબંધ નથી એમ ન કહી શકાય, પરંતુ જાગૃત અવસ્થામાં હિંસામાં જે કર્મબંધ થાય છે તેના કરતાં સ્વપ્નમાં અલ્પ કર્મબંધ થાય છે. કેમ કે સ્વપ્નમાં પોતાનો અહિંસકભાવ હોવા છતાં તે અવ્યક્ત થવાના કારણે સાવઘ ચિત્ત થયું છે, આમ છતાં સાવદ્ય પ્રવૃત્તિ ત્યાં થયેલી નથી. તેથી સ્વપ્નમાં અવ્યક્ત સાવદ્ય ઉક્તિ દ્વારા ઈષદ્રકાંઈક, બાધા બૌદ્ધ વડે પણ સ્વીકારાયેલ છે.
ઉત્થાન :
બૌદ્ધમતમાં દૂષણ આપવા માટે ‘પત કૂપUTય બાદ ..થી... ત્રણમ્યુતિ સુધીનું કથન ગ્રંથકારશ્રીએ કર્યું. તે કથનનું તવં' થી નિગમન કરતાં કહે છે –
ટીકાર્ય :
તવું ....... પ્લવતે . તે કારણથી=પૂર્વે સ્થાપન કર્યું કે કેવલ મનથી હિંસા કરે છે કાયાથી કરતો નથી, ત્યાં ક્લિષ્ટ ચિત્ત છે. ઈર્યાપથમાં પણ અનુપયુક્તને ક્લિષ્ટ ચિત્ત છે, અને સ્વપ્નાંતિકમાં પણ ક્લિષ્ટ ચિત્ત છે, માટે કર્મબંધ છે, તે કારણથી, એક ક્લિષ્ટ મનના સદ્ભાવમાં પણ બંધનો સદ્ભાવ હોવાથી, જે પ્રાણી, પ્રાણીનું જ્ઞાન ઈત્યાદિ પાંચથી હિંસા થાય છે, એમ કહ્યું, તે સર્વ વ્યર્થ ઠરે છે.
વઘુ ..પ્રિધાન, પૂર્વે ભાવની વિશુદ્ધિથી હિંસાની પ્રવૃત્તિમાં કર્મબંધ નથી તેમ કહ્યું, ત્યાં દૃષ્ટાંત તરીકે ‘પુત્ર પિતા સમરગ’ ઈત્યાદિ જે પણ કહેવાયું, તે પણ અનાલોચિત=વિચાર્યા વગરનું, અભિધાન છે. તેમાં હેતુ
કહે છે -
મારયામિ ..... અસંમવાતુ, હું મારું છું, એ પ્રકારના અધ્યવસાય વગર વ્યાપાદનનો=મારવાનો, અસંભવ છે. ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, “મારું છું' - એ અધ્યવસાય વગર મારવાનું અસંભવ હોવા છતાં રાગદ્વેષરહિત મનથી પિતા પુત્રને મારે છે, તેથી ત્યાં સંક્લિષ્ટ ચિત્ત નથી. માટે બીજો હેતુ કહે છે -
-૮