________________
૪૦
પ્રતિમાશતક / બ્લોકઃ ૩૦ છતે પરમતમાં પ્રવેશ તદવસ્થ જ છે તે પ્રમાણે જ છે. કેમ કે મારવાના અધ્યવસાય વગર વ્યાપાદનમાંમારવામાં, અદોષની ઉક્તિનું વચનનું, ઉભયત્ર તુલ્યપણું છે. અર્થાત્ પુત્ર-પિતાના સ્થાનની જેમ દ્રવ્યસ્તવમાં કરાતા પુષ્પાદિ જીવના ઉપમર્દનના સ્થાનમાં પણ તુલ્યપણું છે, આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું. કેમ કે લોચ-અનશનાદિથી જેમ બલવાન દોષનો અભાવ છે, તેમ પરિકમિત=સંસ્કારિત, વત્સરાગાદિની જેમ યતનારૂપ શુદ્ધભાવ વડે સંક્લેશનું
સ્વરૂપ દૂર થયે છતે તેનાથી દ્રવ્યસ્તવથી, બલવાન દોષનો અભાવ છે, વિશેષાર્થ :
‘૩૪થ' શબ્દ પૂર્વપક્ષી લુંપાકના કથનના પ્રારંભ અર્થે છે અને તથાપિ' શબ્દ એ પૂર્વકથનની સાથે સંબંધ ધરાવે છે, તે આ રીતે -
યદ્યપિ = જોકે, તમે શુભયોગને કારણે દ્રવ્યસ્તવમાં શુભક્રિયા સ્વીકારો છો, જ્યારે બૌદ્ધમતે રાગ-દ્વેષ વગર કેવલ કાયાથી ક્રિયા કરવામાં હિંસા નથી તેમ સ્વીકારાય છે, તેથી પરમતમાં પ્રવેશ નહિ થાય, કેમ કે બેની માન્યતાનો ભેદ પ્રાપ્ત થાય છે. કેમ કે પિતા-પુત્ર સ્થાનમાં ચિત્ત વગર કેવલ કાયિક ક્રિયાથી બૌદ્ધ હિંસા માનતો નથી, ત્યારે સિદ્ધાંતકાર દેવપૂજાદિમાં શુભક્રિયા હોવાને કારણે અનારંભિક ક્રિયા કહે છે. તેથી પરમતમાં અમારો પ્રવેશ નથી, એમ સિદ્ધાંતકાર કહે છે. તો પણ દ્રવ્યસ્તવમાં પુષ્પાદિ જીવોનું ઉપમદન થાય છે, તેમાં દોષ કેમ નથી ? એ પ્રશ્ન કરવામાં આવે તો એ જ કહેવું પડશે કે, જે રીતે પિતા પુત્રને મારે છે, ત્યાં મારવાનો અધ્યવસાય નથી, પરંતુ વ્યાપાદન ક્રિયા=મારવાની ક્રિયા છે; તેમ દ્રવ્યસ્તવમાં મારવાનો અધ્યવસાય નથી, પરંતુ વ્યાપાદન ક્રિયા=મારવાની ક્રિયા છે તેથી દોષ નથી, એમ જ કહેવું પડશે; અને એ રીતે કહેવાથી બૌદ્ધમતમાં પ્રવેશ થશે. કેમ કે મારવાના અધ્યવસાય વગર વ્યાપાદનક્રિયામાં અદોષ છે તેમ તમે દ્રવ્યસ્તવમાં કહેશો; અર્થાત્ પુષ્પાદિના જીવોને મારવાનો અધ્યવસાય નથી, પરંતુ ભગવાનની ભક્તિ માટે કોઈ અન્ય ઉપાય નથી, માટે પુષ્પાદિનું વ્યાપાદન કરીએ છીએ, તેથી કોઈ દોષ નથી, તેમ તમે કહેશો; તો એ પ્રકારનો ઉત્તર પિતા-પુત્રના સ્થાનમાં પણ આપી શકાય છે; તે આ રીતે - પિતાનો પુત્રને મારવાનો અધ્યવસાય નથી, પરંતુ તેવા પ્રકારની આપત્તિમાં સ્વજીવનના રક્ષણ માટે અન્ય ઉપાય નહિ હોવાને કારણે પુત્રને મારે છે, માટે ત્યાં દોષ નથી; અને તે રીતે વિચારતાં બૌદ્ધમતમાં પ્રવેશ પ્રાપ્ત થશે. તેનું નિરાકરણ કરતાં ‘તિ વેત્ ન’ થી ગ્રંથકાર કહે છે –
પૂર્વપક્ષી લુંપાકની આ વાત બરાબર નથી અને તેમાં ‘નોવાનશનારિવ વવવામાંવાતુ'=લોચ અને અનશન આદિની જેમ બળવાન દોષના અભાવથી, એ પ્રમાણે હેત કહ્યો. તેનું તાત્પર્ય એ છે કે, લોચ અને અનશન કરવાના અધિકારી એવા સાત્ત્વિક મુનિ તે ક્રિયા કરે છે ત્યારે, લોચની ક્રિયામાં પોતાને કષ્ટ પ્રાપ્ત થાય છે અને અનશન ક્રિયામાં પોતાના પ્રાણનો નાશ થાય છે તો પણ, તે ક્રિયા કરીને મુનિ નિર્જરા કરી શકે તેવું ઉત્તમ સત્ત્વ હોવાને કારણે, તે ક્રિયાના મુનિ અધિકારી છે. આથી જ લંપાકને પણ તે સંમત છે કે, અધિકારી એવા મુનિ લોચ કે અનશન કરીને નિર્જરા પ્રાપ્ત કરે છે, અને જે લોચમાં કષ્ટ કે અનશનમાં મૃત્યુ