________________
પ્રતિમાશતક શ્લોક : ૩૧
૪૪૭ અને પોતાની તેવી પ્રવૃત્તિને જોઈને પોતાનાં સંતાનોમાં તે જ પ્રકારના સઆરંભના પ્રવાહની પ્રવૃત્તિ થાય છે, તેથી તે વ્યક્તિના વંશના તરણની ઉપપત્તિ છે. પોતે જે દ્રવ્યસ્તવ કરે છે, ત્યારે સદુઆરંભ થાય છે તે વખતે મલિન આરંભ અટકે છે; અને પોતાની સંતતિમાં પણ આ રીતે મલિન આરંભનો અનુબંધ=પ્રવાહ, અટકે છે. તેથી દ્રવ્યસ્તવ મલિન આરંભના અનુબંધને છેદનાર છે, તેમ કહેલ છે.
‘બાદ ઘ' થી ‘અક્ષયનીવ્યા .. વંશતરવાનુંમ્' સુધીનો ષોડશકનો સાક્ષીપાઠ કહ્યો, તે, વંશતરણની ઉપપત્તિ દ્રવ્યસ્તવથી થાય છે, તેટલા અર્થને બતાવવા માટે છે. અને તેનાથી એ પ્રાપ્ત થાય કે – આ દ્રવ્યસ્તવ વંશને તરવા માટે કાષ્ઠ સમાન જાણવું અર્થાત્ તરવાનું સાધન જાણવું. ‘અક્ષયનીવ્યા' નો અન્વય શ્લોકના પૂર્વાદ્ધની સાથે છે અને તે આ રીતે - જિનમંદિર કરીને સાધુને તે સોંપવું ન જોઈએ અને તે જે પ્રકારે તેઓ= સાધુઓ, ત્યાં રહે તે પ્રમાણે અક્ષયનીવથી કરવું જોઈએ.
કહેવાનો આશય એ છે કે, જિનમંદિરના રક્ષણ માટે મૂલ ધન સ્થાપન કરવું જોઈએ કે જેનાથી જિનમંદિરનાં જિર્ણોદ્ધાર આદિ દરેક કાર્યો થઈ શકે; અને દેવદ્રવ્યનો ઉપયોગ ત્યાં નહિ થયેલો હોવાથી સાધુઓ જિનમંદિરના બહારના ભાગમાં રંગમંડપ આદિમાં રહીને ઉપદેશાદિ કરી શકે. અને આ રીતે=ઉક્ત ન્યાયથી, અર્થાત્ અક્ષયનીવિના સ્થાપનપૂર્વક જિનમંદિરનું નિર્માણ કરાવવાથી વંશતરકાંડ જાણવું. પોતે જે જિનમંદિરના રક્ષણાદિ માટે અક્ષયની વિનું સ્થાપન કરેલ છે, તે પ્રમાણે પોતાના વંશની પરંપરામાં પુત્રાદિ પણ તે ધનનું રક્ષણ વગેરે કરીને જરૂર પડે તે જ દ્રવ્યથી જિનમંદિરનું સમારકામ આદિ કરાવશે. તેથી ત્યાં સાધુ ભગવંતો અવસ્થાન કરી શકે અને પોતાના વંશની પરંપરામાં સાધુ ભગવંતોના ઉપદેશાદિની પ્રાપ્તિ દ્વારા વંશતરણની ઉપપત્તિ થશે. ટીકા :
___ तथा चैत्यानत्यर्थमुपनम्रा: उपनमनशीला:, ये साधवस्तेषामेकदेशे देशनोद्यतानां यानि वचांसि, तेषामाकर्णनात् कर्णयोरमृतमज्जनम्, ટીકાર્ય :
તથા ..... અમૃતમન્નનમ્ અને ચૈત્યના નમસ્કાર માટે ઉપનમ્ર=નમસ્કાર કરવાના સ્વભાવવાળા, બને તેઓના=શૈત્યોના. એક દેશમાં દેશના માટે ઉઘત થયેલા સાધુઓનાં જે વચનો, તેને સાંભળવાથી બે કાનને અમૃતનું મજ્જત થાય છે. ટીકા :
तथा जिनमुखस्य-भगवत्प्रतिमावदनेन्दोोत्स्नाया लावण्यस्य समालोकनादक्ष्णो:= नयनयोश्चामृतमज्जनं, विगलितवेद्यान्तरोभयानन्दात्मा शान्तरसोद्बोध इति यावत् ।।३१।। ટીકાર્ય :
તથા .... અમૃતમMન”, અને જિતમુખને=ભગવાનની પ્રતિમાના મુખરૂપી ચંદ્રની યોસ્તાના