________________
૪૫૦
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૨ જે જીવ અત્યંત કલ્યાણનો અર્થી હોય છે, તેને પોતાના કલ્યાણ માટે ભગવાને બતાવેલો સૂક્ષ્મ માર્ગ જ્યારે વિશેષરૂપે પ્રાપ્ત કરે છે, ત્યારે પોતાને પ્રાપ્ત થયેલા વિશેષ બોધના બળથી, નજીકમાં વિશેષ સાધના કરીને પોતે કલ્યાણની પ્રાપ્તિ કરી શકશે તેવો નિર્ણય થવાથી, તે વચનોને પોતે અત્યંત રસપૂર્વક સાંભળે છે, અને તે વચનો સાંભળતાં તેના હૈયામાં કોઈ અવર્ણનીય આનંદનો અનુભવ થાય છે.
જેમ દરિદ્ર જીવ રત્નચિંતામણિના માહાભ્યને સાંભળે અને તેને અકસ્માત રત્નચિંતામણિની પ્રાપ્તિ થાય તો તેને અવર્ણનીય આનંદનો અનુભવ થાય છે, તેમ કલ્યાણના અર્થી જીવને સંતો સાથેના કલ્યાણપ્રશ્નની પરંપરાથી અવર્ણનીય આનંદનો અનુભવ થાય છે, અને તે અદ્ભુત રસના ઉદ્ભાવનથી સદ્યોગ અવંચક બને છે, પછી ક્રિયા અવંચક બને છે અને પછી ફલ અવંચક બને છે.
કહેવાનો ભાવ એ છે કે, જિનમંદિર બનાવવાથી વિવિધ સંઘો જિનમંદિરના દર્શનાર્થે આવે છે અને તેમાં સુકૃતવાળા સંતપુરુષોનો યોગ થાય છે, એ અવંચક બને તે સદ્યોગાવંચક છે; અને તેવા ગુણિયલ સંતપુરુષોને વંદન-ભક્તિ આદિની ક્રિયા કરવામાં આવે છે, તે ક્રિયાવંચક છે; અને તે સંતપુરુષોની પાસેથી અપૂર્વ તત્ત્વની જે પ્રાપ્તિ થાય છે, તે પોતાનામાં સમ્યફ પરિણમન પામે છે, તે ફલાવંચક છે. અને તે સદ્યોગાવંચકાદિ ક્રમથી જીવને પરમસમાધિનો લાભ થાય છે અર્થાત્ શ્રેષ્ઠ કોટિની ચિત્તની સ્વસ્થતાનો લાભ થાય છે. ટીકા :
चपुन:, वीणावेणुमृदङ्गसङ्गमेन तौर्यत्रिकसम्पत्त्या यश्चमत्कारस्ततो नृत्योत्सवे स्फारा येऽर्हद्गुणास्तल्लीनताविर्भावानुभावीभूतं यदभिनयनं तस्माद् भेदभ्रमस्यभेदविपर्ययस्य, प्लावना= परिगलनम्, तथा च समापत्त्यादिभेदेनार्हद्दर्शनं स्यादिति भावः । ટીકાર્થ:
ઘ=પુનઃ .... રિચાનન, વળી વીણા-વેણુ અને મૃદંગના સંગમથી વાજિંત્રત્રયની સંપત્તિથી જે ચમત્કાર થાય છે, તેનાથી નૃત્યોત્સવમાં મ્હાર=વિસ્તૃત, એવા અરિહંતના ગુણોમાં લીનતાના આવિર્ભાવથી અનુભાવીભૂત-અનુભવાતુંજે અભિનયન, તેનાથી ભેદભ્રમની-ભેદના વિપર્યયની પ્લાવતા થાય છે અર્થાત્ ભેદનો ભ્રમ ભાંગી જાય છે.
વિશેષાર્થ :
ભગવાન પ્રત્યેની અતિશય ભક્તિથી ભગવાનના ગુણોના કીર્તનને કરનારાં સુંદર ગીતોને ગાતી વખતે તેને અનુરૂપ વાજિંત્રો વાગતાં હોય તો, વાજિંત્રના નિમિત્તથી તે ગેયના ભાવને સ્પર્શવા માટે યત્ન અતિશયિત બની શકે ત્યારે, ગુણોત્કીર્તન કરનારના ચિત્તમાં ચમત્કાર પેદા થાય છે. તે ગીતોના શબ્દો પૂર્વે અનેકવાર સાંભળ્યા હોવા છતાં પણ, તે શબ્દોથી પૂર્વે ક્યારેય પ્રગટ થયેલો ન હોય તેવો સૂક્ષ્મ ભગવદ્ભાવનો ઘાતક એવો અર્થ, દઢ ઉપયોગને કારણે અને સંગીતથી અતિશયિત થવાને કારણે થાય છે; અને તેવા પ્રકારનો ચમત્કાર વિશાળ એવા અરિહંતના ગુણોમાં લીનતાને પ્રગટાવે છે, અને તે લીનતાને કારણે મુખાદિના તેવા