________________
૪૮
પ્રતિમાશતક, શ્લોકઃ ૩૧-૩ર લાવણ્યને, જોવાથી બે આંખોને=ાયતોને, અમૃતનું મજ્જન થાય છે.
અહીં કર્ણ અને નયનનું અમૃતનું મજ્જન શું છે તે બતાવતાં કહે છે -
વિનિત ....થાવત્ વિગલિતવેદાંતર ઉભયઆનંદઆત્માઉભયાનંદસ્વરૂપ શાંતરસતો ઉદ્દબોધ થાય છે.
રૂતિ યાવત્ (કચ તત્વથી=અહીં સુધીનું આનું તાત્પર્ય છે. I૩૧al.
૦૩મયાનન્દ્રાત્મા - અહીં માત્મન્ શબ્દ સ્વરૂપઅર્થક છે. વિશેષાર્થ :
શ્રોતા જ્યારે સાધુઓનાં વચનો સાંભળે છે, ત્યારે તેના બે કાન સાંભળવામાં એકાગ્ર હોય છે, ત્યારે શ્રોત્રંદ્રિય સિવાયનાં અન્ય વેદ્યાંતર શ્રોત્રંદ્રિયથી અન્ય એવી ઈંદ્રિયોથી વેદના થતા વિષયો, વિચલિત થાય છે. તેથી સાધુના વચનમાં તેનું ચિત્ત એકાગ્ર થાય છે; અને શ્રોત્રંદ્રિય દ્વારા તત્ત્વનું શ્રવણ થવાથી શ્રોત્રંદ્રિય કૃત આનંદ પેદા થાય છે, અને તત્ત્વનો બોધ થવાને કારણે આત્માની સ્વસ્થતા થાય છે. તેથી ઉપદેશ સાંભળવાને કારણે શ્રોનેંદ્રિય અને આત્મા ઉભય આનંદસ્વરૂપ શાંતરસનો ઉદ્ધોધ થાય છે. અને જ્યારે દર્શન કરનાર વ્યક્તિ ભગવાનની પ્રતિમાને ચક્ષુથી જુએ છે, ત્યારે ચક્ષુરિંદ્રિય ભગવાનની વીતરાગમુદ્રા જોવામાં અત્યંત ઉપયુક્ત હોય છે, તે વખતે ચક્ષુરિંદ્રિયથી અન્ય વેદ્યાંતરો વિગલિત થાય છે; અને તેને કારણે ચક્ષુને વીતરાગની મુદ્રા જોવાનો આનંદ પેદા થાય છે, અને વિતરાગની મુદ્રા પ્રત્યે આત્માને ખેંચાણ થવાથી જે આત્માની સ્વસ્થતા થાય છે, તેનાથી ચક્ષુરિંદ્રિય અને આત્માની સ્વસ્થતારૂપ ઉભયાનંદસ્વરૂપ શાંતરસનો ઉબોધ થાય છે. ll૩૧ અવતરણિકા -
તથા -
અવતરણિકાર્ચ -
‘તથા’ શબ્દ સમુચ્ચયઅર્થક છે; અર્થાત્ દ્રવ્યસ્તવના અન્ય ગુણોનો સમુચ્ચય કરે છે – શ્લોક :
नानासङ्घसमागमात्सुकृतवत्सद्गन्धहस्तिव्रज-स्वस्तिप्रश्नपरम्परापरिचयादप्यद्भुतोद्भावना । वीणावेणुमृदङ्गसंगमचमत्काराच्च नृत्योत्सवे, स्फारार्हद्गुणलीनताऽभिनयनाद् भेदभ्रमप्लावना ।।३२ ।।