________________
૪૯
પ્રતિમાશતક, શ્લોક: ૩૨ શ્લોકાર્ચ -
જુદા જુદા સંઘોના સમાગમથી સુકૃતવાળા સંતોરૂપ ગંધહસ્તીઓના સમૂહમાં થનાર સ્વસ્તિપ્રશ્નની પરંપરાના પરિચયથી પણ અભુત રસની ઉભાવના થાય છે. વળી વીણા, વેણુ વાંસળી, મૃદંગના સંગમથી થયેલા ચમત્કારોથી ફાર=વિસ્તૃત, એવા અહષ્ણુણમાં લીનતાના અભિનય દ્વારા ભેદભ્રમની પ્લાનના થાય છે અર્થાત્ ભેદભ્રમ દૂર થઈ જાય છે. ll૩શા ટીકા :_ 'नाना'इति :- नाना प्रकारा=अनेकदेशीया ये सङ्घास्तेषां समागमात् सुकृतवन्तो ये सन्तस्त एव गन्धहस्तिनो गन्धमात्रेण परवादिगज(मद?)भञ्जकत्वात् । तेषां व्रज: समूहः, तत्र या स्वस्तिप्रश्नस्य परम्परा तस्याः परिचयादप्यद्भुतरसस्योद्भावना=उद्बोधः, ततश्च सद्योगावञ्चकादिक्रमेण परम: समाधिलाभ इति । ટીકાર્ચ -
નાના .... સમાધિનામ તિ | વિવિધ પ્રકારે અનેક દેશસંબંધી જે સંઘો, તેઓના સમાગમથી સુફતવાળા જે સંતો, તે રૂપ ગંધહસ્તિના સમૂહમાં થનાર સ્વસ્તિપ્રચ્છની પરંપરાના પરિચયથી પણ અદ્ભુત રસની ઉદ્દભાવના થાય છે, અને તેનાથી અદ્ભુત રસના ઉભાવનથી, સદ્યોગ-અવંચકાદિ ક્રમથી પરમસમાધિનો લાભ થાય છે.
અહીં સંતોને ગંધહસ્તી કેમ કહ્યા?એથી કરીને કહે છે-ગંધ માત્રથી પરવાદીરૂપીગજના ભંજક છે.
‘ત્તિ’ શબ્દ શ્લોકના પૂર્વાર્ધના કથનની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ :
જિનમંદિર બનાવવાના કારણે અનેક દેશોના સંઘો તે જિનમંદિરનાં દર્શન કરવા આવે છે અને તે સંઘોમાં સુકૃતવાળા સંતોરૂપ ગંધહસ્તિઓના સમુદાય હોય છે, તેમની સાથે કલ્યાણકારી પ્રશ્નોની પરંપરા થવાથી અદ્દભુત રસ પ્રગટ થાય છે.
અહીં સુકૃતવાળા સંતોને ગંધહસ્તિ એટલા માટે કહેલ છે કે, જેમ ગંધહસ્તિની ગંધ માત્રથી અન્ય હસ્તિઓના મદ ઝરી જાય છે, તેમ જેઓ જૈનદર્શનના પદાર્થોમાં નિપુણ છે તેવા સંતપુરુષના આગમનથી પરવાદીરૂપ જે હાથી છે, તેનો મદ ઝરી જાય છે; અને તેવા શાસ્ત્રાર્થના નિપુણ એવા ગંધહસ્તિઓની સાથે કલ્યાણના પ્રશ્નોની પરંપરા ચાલવાથી કલ્યાણનો સૂક્ષ્મ માર્ગ પ્રાપ્ત થાય છે, તેથી કલ્યાણના અર્થીના હૈયામાં અદ્ભુત રસનું ઉલ્કાવન થાય છે; અર્થાત્ પોતે અત્યાર સુધી કલ્યાણનો અર્થી હોવા છતાં કલ્યાણના સૂક્ષ્મ ઉપાયોને પ્રાપ્ત કરી શક્યો ન હતો, તે સંતો સાથેની કલ્યાણના પ્રશ્નની પરંપરાથી પ્રાપ્ત થાય છે, ત્યારે હૈયામાં અદ્ભુત રસનું ઉભાવન થાય છે.