________________
૪૪૬
પ્રતિમાશતક | બ્લોક: ૩૧ ટીકા :
तथा (सद्धर्मव्यवसायतो) "मलिनारम्भानुबन्धस्य छिदा" प्रासादाद् इतिकर्तव्यताऽनुसन्धाने सदारम्भाध्यवसायस्यैव प्राधान्यादितरस्यानुषङ्गिकत्वात्, तत्प्रवाहप्रवृत्त्यैव वंशतरणोपपत्तेः । आह च - “अक्षयनीव्या ह्येवं ज्ञेयमिदं वंशतरकाण्डम्” इति । (षोड० ६ श्लो० १५ उत्तरार्द्धः)
‘તથા' પછી મૂળ શ્લોકમાં સદ્ધર્મવ્યવસાયતા છે. તે પાઠ ટીકામાં હોવો જોઈએ.
ટીકાર્ય :
તથા ..... વંશતરખોપરા અને (દ્રવ્યસ્તવ) સદ્ધર્મના વ્યવસાયરૂપ હોવાને કારણે મલિન આરંભના અનુબંધનો છેદનાર છે. તેમાં હેતુ કહે છે - પ્રાસાદથી ઈતિકર્તવ્યતાનું અનુસંધાન થયે છતે, સઆરંભના અધ્યવસાયનું જપ્રધાનપણું હોવાથી અને ઈતરનું આનુષંગિકપણું હોવાથી તેના પ્રવાહની પ્રવૃત્તિથી જ વંશતરણની ઉપપતિ છે.
‘બાદ ' અને કહ્યું છે - અક્ષયનીવ્યા . તિ | અક્ષયનીતિથી આ રીતે આ વંશતરકાંડ=વંશતરણનો ઉપાય જાણવો.
‘તિ' શબ્દ ષોડશકના પાઠના કથનની સમાપ્તિસૂચક છે.
દ્રવ્યસ્તવમાં સદ્ધર્મનો વ્યવસાય હોવાને કારણે મલિન આરંભના અનુબંધનો છેદ થાય છે, તેમાં ઝાલાવાર્ .... ૩૫૫ત્તેર સુધી હેતુ છે.
૦ દ્રવ્યસ્તવમાં સદ્ધર્મનો વ્યવસાય છે, તેમાં પ્રાણાવાવું ..... માનવત્વાન્ હેતુ છે. દ્રવ્યસ્તવ મલિન આરંભના અનુબંધને છેદનાર છે, તેમાં તત્ પ્રવાહપ્રવૃવ .... ૩૫ હેતુ છે.
દેરાસર માટે રાખેલું મૂળ ધન નાશ ન પામે તે રીતે તેનું રક્ષણ કરવું તે અક્ષયનીવિ છે. વિશેષાર્થ :
પ્રાસાદને આશ્રયીને “જીવનમાં આ જ કર્તવ્ય છે એવું અનુસંધાન થયે છતે, ખરેખર “મનુષ્યજન્મનું સાફલ્ય કેવલ ધર્મમય જીવનથી જ છે' એવી મતિ સૂક્ષ્મબોધપૂર્વક જેમને થયેલ છે; અને ભણાને બતાવેલ સંયમજીવન જ પરમાર્થથી ઉપાદેય દેખાય છે, પરંતુ પોતાને સંયમજીવન સ્વીકારવાનું સત્ત્વ આવિર્ભત થયેલ નથી ત્યાં સુધી, પ્રાસાદને આશ્રયીને ભગવાનની ભક્તિ જ કરવા જેવી છે; એ પ્રકારનું ઈતિકર્તવ્યતાનું અનુસંધાન થયે છતે, તે વ્યક્તિ જે દ્રવ્યસ્તવ કરે છે, ત્યાં સઆરંભના અધ્યવસાયનું જ પ્રધાનપણું છે; અને યતનાપૂર્વક ભગવાનની ભક્તિ કરતાં જે કાંઈ દ્રવ્યથી પુષ્પાદિની હિંસા થાય છે, તે રૂપ ઈતર આરંભનું આનુષંગિકપણું છે. અર્થાત્ ભગવાનની ભક્તિ પુષ્પાદિના આરંભ વગર અસંભવિત છે, તેથી પુષ્પાદિના આરંભ પૂર્વક પણ ભગવાનની ભક્તિમાં તે યત્ન કરે છે, માટે તે દ્રવ્યસ્તવ શુભ આરંભરૂપ છે. અને એ રીતે દ્રવ્યસ્તવ કરનાર પોતાની પુત્રાદિ સંતતિને પણ તે પ્રકારે ભગવાનની ભક્તિ કરવાની અનુકૂળ મતિ આપે છે,