________________
પ્રતિમાશતક/ શ્લોક ૩૦-૩૧ વિશેષાર્થ:
પ્રસ્તુત ગાથાની ટીકામાં પૂજાની ક્રિયાને નિરારંભરૂપે સ્થાપન કરવા ગ્રંથકારે જે યત્ન કર્યો છે, તે શાસ્ત્રમાંથી ઉદ્ધત કરીને કરેલો છે, અને વળી તે યુક્તિથી યુક્ત છે.
જે જીવ બુદ્ધિમાન હોય અર્થાતુ ભગવાનના વચનને જાણવા માટે તત્પર મનોવૃત્તિવાળો હોય અને પોતાની માન્યતા પ્રત્યે આગ્રહવાળો ન હોય, તો ચિત્તને કષાયોથી આકુળ કર્યા વગર શાંત મનથી આ ક્રિયાના નિષ્કર્ષને જાણી શકે છે; અને આ ક્રિયાના નિષ્કર્ષને જાણવાના કારણે તે જીવને ભગવાનની ભક્તિની ક્રિયા નિરવ ભાસે છે, તેથી તેને ક્રિયા પ્રત્યે તે ક્રિયાને સેવવાની મનોવૃત્તિરૂપ ગુણ પ્રગટે છે. અને ગુણીઓના ગુણો પ્રત્યે યશરૂપી લક્ષ્મીને પક્ષપાત હોય છે, કેમ કે જગતમાં ગુણવાન વ્યક્તિ જ ગુણવાન તરીકેની ખ્યાતિને પામે છે. તેથી જે વ્યક્તિને નિરવઘ એવી ભગવાનની પૂજા પ્રત્યે પક્ષપાત હોય છે, તેમનો યશ જગતમાં વિસ્તારને પામે છે.ll૩૦માં અવતરણિકા -
द्रव्यस्तवे गुणानुपदर्शयति - અવતરણિકાર્ય :
દ્રવ્યસ્તવમાં ગુણોને દેખાડે છે - વિશેષાર્થ:
પૂર્વના શ્લોકોમાં મુનિ દ્રવ્યપૂજા કેમ કરતા નથી અને ગૃહસ્થો કેમ કરે છે, તે બતાવ્યું. હવે દ્રવ્યસ્તવમાં ગુણોને દેખાડે છે અર્થાત્ અધિકારી એવા ગૃહસ્થને થતા ગુણોને દેખાડે છે - શ્લોક :
वैतृष्ण्यादपरिग्रहस्य दृढता, दानेन धर्मोन्नतिः, सद्धर्मव्यवसायतश्च मलिनारम्भानुबन्धच्छिदा । चैत्यानत्युपनम्रसाधुवचसामाकर्णनात् कर्णयो
रक्ष्णोश्चामृतमज्जनं जिनमुखज्योत्स्ना समालोकनात् ।।३१ ।। શ્લોકાર્ચ -
(દ્રવ્યસ્તવમાં) વૈતૃષ્ણાથી અપરિગ્રહની દઢતા થાય છે, દાનથી ધર્મની ઉન્નતિ થાય છે અને સદ્ધર્મના વ્યવસાયથી મલિન આરંભના અનુબંધનો છેદ થાય છે. ચૈત્યને નમસ્કાર કરવા માટે આવેલા સાધુના વચનના શ્રવણથી બે કાનોને અને જિનમુખની જ્યોસ્તાના સમાલોકનથી=