________________
પ્રતિમાશતક/ શ્લોક : ૩૦
૪૩ અધિક નિવૃત્તિનો ભાવ હોવાથી તેની હિસાની, નિવૃત્તિરૂ૫ ફળવાળી છે, આથી શાસ્ત્રમાં જિનભવન કરાવવું વિહિત છે. આથી કરીને આ=જિનભવન કરાવવું, અદુષ્ટ છે.
ત્તિ શબ્દ ષોડશકના સાક્ષીપાઠની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ :
જે જીવ યતનાપૂર્વક દ્રવ્યસ્તવ કરે છે ત્યાં યદ્યપિ સ્વરૂપથી હિંસા દેખાય છે, પરંતુ દ્રવ્યસ્તવમાં થતી હિંસા કરતાં અધિક હિંસાની નિવૃત્તિની પ્રાપ્તિ થાય છે. કેમ કે ભગવાનની પૂજા કરતાં પૂજકને ભગવાનના ધર્મ પ્રત્યે રુચિ વૃદ્ધિમતું થાય છે અને તે વિરતિના પરિણામને નિષ્પન્ન કરે છે, અને અન્ય જીવો પણ તેવી ઉત્તમ પ્રકારની ભગવાનની ભક્તિને જોઈને બીજાધાનાદિ દ્વારા સમ્યક્ત આદિને પામીને વિરતિને પ્રાપ્ત કરે છે. અને તે વિરતિ અહિંસારૂપ હોવાને કારણે પૂજામાં થયેલી હિંસા કરતાં અધિક હિંસાની નિવૃત્તિ પ્રાપ્ત થાય છે, તેથી દ્રવ્યસ્તવમાં હિંસા થતી નથી. ઉત્થાન :
યતનાથી અધિક હિંસાની નિવૃત્તિ કેમ થાય છે, તે જાણવાની અધિક જિજ્ઞાસા થાય. તેથી કહે છે – ટીકાર્ચ -
મૂન વ ... પ્રસંન ! અને મૂળમાં *પ્રસ્તુત ગ્રંથના મૂળ શ્લોકમાં જ, વિસ્તારથી આગ યતનાથી હિંસા નથી આ કથન, આગળમાં ગ્રંથકાર સ્વયં કહેશે. એથી પ્રસંગથી સર્યું.
ઉત્થાન :
શ્લો-૩૦ માં કહેલ ક્રિયાના નિષ્કર્ષને જાણવાથી થતો લાભ બતાવવા અર્થે પદ્યાત્મક શ્લોક કહે છે - ટીકા - इमं प्रोक्तं युक्तं य इह समयाद्वाचकवरैः, क्रियाया निष्कर्ष कलयति कृती शान्तमनसा । यश:श्रीस्तस्योच्चैस्त्यजतिसविधंनैवगुणिनो, गुणानांवाल्लभ्यात्परमरसिकेवप्रणयिनी।।१।।।३०।। ટીકાર્ચ -
રુમં ..... પ્રયિની 9 વાચકવર વડે અર્થાત્ ગ્રંથકારશ્રી ઉપાધ્યાય યશોવિજયજી વાચકવર વડે કરીને, સમયમાંથી–સિદ્ધાંતમાંથી, અહીંયાં=પ્રસ્તુત ગ્રંથમાં, યુક્ત એવા આ કહેવાયેલા ક્રિયાના નિષ્કર્ષને શાંત મન વડે બુદ્ધિશાળી એવો જે મનુષ્ય જાણે છે, તે મનુષ્યના સાંનિધ્યને, પરમ રસિક પ્રેમી સ્ત્રીની જેમ ગુણીના ગુણોનું વલ્લભપણું હોવાથી થશરૂપી લક્ષ્મીઅત્યંત છોડતી નથી જ ૩૦.
શ્લોકમાં ‘વિઘ” શબ્દ છે, તે સાંનિધ્ય અર્થક છે.